________________
૧૪
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિતરથ સહિત
. જયાર્થ-જે ગુફામાં થઈને ચક્રવર્તી મધ્યખંડની અંદર (ઉત્તરાખંડમાં) પ્રવેશ કરે છે, તે તમિસ્ત્રાગુફા, અને જેમાં થઈને ચક્રવર્તી પાછે વળે છે તે ખંડપ્રપાતા ગુફા. ૮૬ !
આ વિસ્તાર્ય–દક્ષિણભારતના ત્રણે ખંડ જીતીને ચકવતી ઉત્તરભારતના ત્રણ ખંડ જીતવા જાય છે, ત્યારે દક્ષિણ ભારતના મધ્યભાગથી પશ્ચિમ દિશામાં, પરંતુ સિંધુ નદીથી પૂર્વ દિશામાં આવેલી તમન્નાપુરા નામની ગુફા છે, તેમાં થઈને ચકવત ઉત્તરભારતમાં જાય છે. અને ઉત્તરભરતક્ષેત્રના ત્રણે ખંડ જીતાઈ રહ્યા બાદ ભારતના મધ્યભાગથી પૂર્વમાં પરન્તુ ગંગાનદીથી પશ્ચિમદિશામાં જે બીજી વણપતા નામની ગુફા છે તેમાં થઈને ચક્રવતી દક્ષિણભરતમાં પાછો વળે છે. એ વિગત પ્રથમ કહેવાએલી છે.
વળી ઉત્તરભારતના 3 ખંડ જીત્યા બાદ ઉત્તરભારતના મધ્યભાગમાં લઘુહિમવંતપર્વતની તલહટીથી કંઈક દૂર ગ્રુપમ નામે હાને પર્વત છે તે પર્વતની પૂર્વ દિશાની કટાહ ઉપર ચકવતી પિતાનું નામ કાકિણીરત્નથી લખીને ત્યારબાદ ખંડપ્રપાતા ગુફામાં થઈને પાછો વળે છે, માટે અહિ સર્વ મૈતાઢમાં પણ ચક્રવર્તીને પ્રવેશ કરવાની તમિસ્ત્રાગુફા તે પશ્ચિમમાં છે, અને પાછા વળવાની ગુફા તે ખંડપ્રપાતાગુફા પૂર્વ દિશામાં છે. ઋષભકૂટ અને તે ઉપર નામલેખન વિગેરેની વિગત ૭૫ મી ગાથાના વિસ્તરાર્થમાં ઋષભકૂટના વર્ણન પ્રસંગે કહેવાઈ છે, માટે અહિં વિશેષ લખવાનું પ્રયોજન નથી.
ગાથામાં ઉત્તર ભરતક્ષેત્રને મધ્યખંડ કહેવાનું કારણ કે દક્ષિણ ભારત સમુદ્ર તરફ બહાર પડતે હવાથી બાહ્યખંડ ગણાય, તે અપેક્ષાએ શૈતાઢય અને લઘુહિમવંત એ બે પર્વતના અંતરાળમાં આવેલું ઉત્તરભરત તે મધ્યખંડ અથવા અભ્યન્તર ખંડ પણ કહેવાય.
અહિ સર્વસ્વરૂપ ભરતક્ષેત્રના મૈતાઢયને ઉદ્દેશીને કહ્યું છે, તે પણ સર્વે મૈતાઢયેની બે બે ગુફાઓ સરખા સ્વરૂપે જાણવી. કેવળ દિશાવિપર્યય વિચારીને કહે, અથવા સૂર્યદિશાની અપેક્ષાએ સર્વ રીતે સમાનતા જ જાણવી. છે ૮૬
સંવતર –હવે આ ગાથામાં મૈતાઢયની બે ગુફાના બે અધિપતિદેવ તથા ઉઘાડેલી ગુફા જ્યાં સુધી ઉઘાડી રહે વગેરે કહેવાય છે –
कयमालनट्टमालय-सुराउ वद्धइणिबद्धसलिलाओ। जा चक्की ता चिटुंति, ताओ उग्धडिअदाराओ॥ ८७॥ ..