SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ફૂટે ઉપરના દેવપ્રસાદનું વર્ણન. ૧૦) સુવર્ણમય રાવણે છે. ચક્ષુઓ અંકરન્નમય વેતવણે, ચક્ષુના પ્રતિસેક (પર્યન્તવતી ખુણ) લેહિતાક્ષરનના રક્તવણે, તારા (કીકી) પાંપણ અને ભૂ (ભવાં) એ રિઝરત્નમય કૃષ્ણવણે છે. લલાટ કાન અને કપિલ એ સુવર્ણના પીતવણે છે, શીર્ષના કેશ રિષ્ટરત્નના કૃષ્ણવર્ણ તથા કેશભૂમિ (મસ્તકને ઉપલા ભાગ, કેશના મૂળ ભાગનું સ્થાન) તપનીય સુવર્ણમય રક્તવણે છે. શીષ વજીરનમય વેતવણે, ડોક–ભુજાઓ–પગ જઘા-ગુલ્ફ (પગની બે પાની)-સાથળ–અને શરીર એ સર્વ સુવર્ણમય પીતવણે છે. એ પ્રમાણે શાશ્વતપ્રતિમાજીના રતનવિગેરેથી નિર્મિત અવયવે છે. છે શાશ્વત પ્રતિમાજીની ચારે દિશામાં રત્નમય રચના દરેક પ્રતિમાજીની પાછળ એક છત્રધારી રત્નપ્રતિમા છે, બે પડખે એકેક ચમરધારી રૂપ છે, અને સન્મુખ બે પડખે એકેક નાગપ્રતિમા હેવાથી બે નાગપ્રતિમા, એકેક યક્ષપ્રતિમા હોવાથી બે યક્ષપ્રતિમા, ત્યારબાદ બે ભૂત પ્રતિમા, ત્યારબાદ બે કંડધરપ્રતિમા છે, એ ચાર પ્રકારની બે બે પ્રતિમાઓ વિનયથી નમ્ર થઈ બે હાથ જોડીને પગે લાગતી હોય તેવી છે. છે દેવચ્છન્ડમાં રહેલી સામગ્રી છે તથા એ દેવચછન્દમાં ૧૦૮ ઘંટ, ૧૦૮ ધૂપના કડછા, ૧૦૮ ચંદન કળશ (જળપૂર્ણ કળશે), ૧૦૮ ભંગાર (નાનાકળશે), ૧૦૮ આરિસા, ૧૦૮ થાળ, ૧૦૮ પાત્રીઓ (નાની થાળીએ), ૧૦૮ સુપ્રતિષ્ટ (ડમરૂ આકારની ઉભી બેઠકે કે જેના ઉપર થાળ વિગેરે રાખી શકાય, અથવા રહેલા છે.) ૧૦૮ મને ગુલિકા [રનના બાજઠ વિશેષ, ૧૦૮ વાતકરક કિઈ વસ્તુ વિશેષ], ૧૦૮ વિચિત્ર રત્ન કરંડીયા, ૧૦૮ રત્નના અશ્વકંઠ ભિા માટે], ૧૦૮ હસ્તિકંઠ, ૧૦૮ નરકંઠ, ૧૦૮ નિરકંઠ, ૧૦૮ ઝિંપુરૂષકંઠ, ૧૦૮ મહોરગકંઠ, ૧૦૮ ગંધર્વકંઠ, ૧૦૮ વૃષભકંઠ ૧૦૮ ચંગેરી, ૧૦૮ પટલ (૫ડલા), ૧૦૮ સિંહાસન, ૧૦૮ છત્ર, ૧૦૮ ચામર ૧૦૮ દાબડા, ૧૦૮ ધ્વજા, એ વસ્તુઓ જિનભવનમાં સર્વે રત્નમય છે, અને અતિમનહર છે. એ અવતરળ પૂર્વે કહેલા ૫૦૦ એજન ઉંચાઈવાળા કૂટમાંના ૨૬ ફૂટ ઉપર જિન ભવન છે, તે બીજા ૧૪૦ ફૂટો ઉપર શું છે? તે આ ગાથામાં કહેવાય છે. ૧. છત્રધર અને ચામરધર પ્રતિમાઓ પણ જિનપ્રતિભાવત્ ઊભી રહેલી જાણવી. ૨. ૧૦૮ પુષ્પગંગેરી, ૧૦૮ માલ્યચંગેરી, ૧૦૮ ચૂર્ણચંગેરી, ૧૦૮ ગંધચંગેરી, ૧૦૮ વસ્ત્રચંગેરી, ૧૦૮ આભરણચંગેરી, ૧૦૦ સિદ્ધાર્થ (ત સર્ષ૫) ચંગેરી, ૧૦૮ મહસ્ત (મેરપીછીના પૂજણીની) ચંગેરી, એ ૮ પ્રકારની ચંગેરીઓ [પાત્ર વિશેષ છે. ૩. ચંગેરીત આઠ પ્રકારના એકસો આઠ આઠ પલક જાણ. ૪. તેલસમુદ્ગક, કેષ્ઠસમુદ્ગક, યસમુદ્ગક, તગરસમુ, એલાયચીસમુ, હરતાલ સમુ, હિંગલોક સમુ, મનઃશિલ સમુ, અંજન સમુદ્ગક એ નવ પ્રકારના દાબડા તે પણ દરેક ૧૦૮-૧૦૮ જાણવા.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy