SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. પથાર્થ –તે જિનભવન શ્રીદેવીના ભવનથી બસગુણા પ્રમાણવાળાં છે, તથા શ્રીદેવીના ભવનની પેઠેજ ત્રણ દ્વારવાળાં છે, પરંતુ વિશેષ એ છે કે-અહિં દ્વારનું પ્રમાણ શ્રીદેવીભવનના દ્વારથી (બસો ગુણ નહિં પણ) એક અઠ્ઠાવીસ ગુણ જાણવું. ૫ ૬૮ વિસ્તરાર્થ: શ્રીદેવીનું ભવન જે પદ્મદ્રહમાં છે તે ૧ ગાઉ દીર્ઘ બે ગાઉ પહેલું છે, ત્યારે આ જિનભવને તેથી બસો ગુણ પ્રમાણવાળાં હોવાથી ૨૦૦ ગાઉ અર્થાત્ ૫૦ એજન દીર્ઘ અને ૨૫ પેજન વિસ્તૃત છે, તથા શ્રીદેવીના ભવનની ઉંચાઈ ૧૪૪૦ ધનુષ છે તે આ જિનભવનાની ઉંચાઈ [૧૪૪૦ x ૨૦૦ = ૨૮૮૦૦૦ ધનુષને ૮૦૦૦ ધનુષના એક જન પ્રમાણે ભાગતાં ૩૬ યોજન આવે માટે ઊંચાઈ] ૩૬, જન છે. તથા શ્રીદેવીભવનના દ્વારની ઉંચાઈ ૫૦૦ ધનુષ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૬૪૦૦૦ ધનુષ આવે તેના ૮ યોજન થાય માટે જિનભવનના દ્વારની ઉંચાઈ ૮ જન છે, તથા દ્વારની પહેળાઈ અને પ્રવેશ શ્રીદેવીગૃહના દ્વારને ૨૫૦ ધનુષ છે તેને ૧૨૮ ગુણ કરતાં ૩૨૦૦૦ ધનુષ એટલે ૪ જન આવ્યા, માટે જિનભવનના દ્વારની પહોળાઈ અને પ્રવેશ ૪ જન છે. જે ૬૮ છે શાશ્વત જિનભવનનું કિંચિત્ સ્વરૂપ છે દરેક શાશ્વતજિનચૈત્ય રત્ન સુવર્ણ અને મણિનું બનેલું હોય છે. પૂર્વે કહ્યા પ્રમાણે પશ્ચિમસિવાયની ત્રણ દિશામાં ૩ દ્વાર હોય છે, ચિત્યના અતિ મધ્યભાગમાં એક મોટી મણિપીઠિકા (રત્નપીઠ) હોય છે, અને તે ઉપર એક દેવછંદક [સ્તુપ સરખા આકારવાળે ગભારે] બાંધેલો હોય છે, તેનું પ્રમાણ મણિપીઠિકા જેટલું પ્રમાણગુલથી જાણવું, પરંતુ ઉંચાઈ કંઈક અધિક જાણવી. તે દેવછંદકમાં મણિપીઠિકા ઉપર ચારે તરફની મળીને ૧૦૮ પ્રતિમા ઉભેધાંગુલના પ્રમાણથી ૫૦૦ ધનુષ ઉંચી હોય છે, જેથી એકેક દિશામાં ૨૭–૨૭ પ્રતિમાજી ઉભી રહેલી હોય છે. ત્યાં ત્રાષભ-ચંદ્રાનન વારિણ–અને વર્ધમાન એ ચાર નામવાળી પ્રતિમાઓ છે. આ શાશ્વત પ્રતિમાજીના જૂદા જૂદા રાત્નિક અવયવો છે તે શ્રી જિનપ્રતિમાઓના નખ અંકરનના વેતવણે, નખના પ્રતિસેક (પર્યન્તવત. ખુણાભાગ નખની નીચેને હેય તે) લેહિતાક્ષ રત્નના રકતવણે છે, હથેલી, પગનાં, તળીયાં, નાભિ, જીભ, શ્રીવત્સ (છાતી મધ્યે ઉપસતે ભાગ) અને ચુસુક (સ્તનની ડીંટીઓ) તથા તાલ એ સર્વ તપનીયસુવર્ણમય રક્તવર્ણનાં હોય છે, દાઢી મૂછ અને રોમરાજ રિઝર નમય કૃષ્ણવર્ણની છે. બે હોઠ પરવાલાંના રક્તવણે છે, નાસિકા લોહિતાક્ષરત્નની રક્તવણે છે, અને નાસિકાને પ્રતિસેક (અંદરને ઉપલો ભાગ) તપનીય
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy