SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જબૂઢાપાનગર નદી વનધિકાર તે વિસ્તરાઈ –મહાવિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વહેંચાયેલું છે, ત્યાં અતિમધ્યવર્તી મેરૂ પર્વત છે, અને તેથી દક્ષિણ દિશામાં વધુ નામનું યુગલક્ષેત્ર, ઉત્તરે ઉત્તર નામનું યુગલક્ષેત્ર, પૂર્વ દિશામાં પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમદિશામાં પશ્ચિમમહાવિદેહક્ષેત્ર છે, ત્યાં સીતેદાનદી પૂર્વે કહ્યા પ્રમાણે દેવકુરૂક્ષેત્રમાં થઈને પશ્ચિમમહાવિદેહમાં જાય છે, ત્યાં પ્રથમ કુરૂક્ષેત્રની ૮૪૦૦૦ નદીઓ છે તે સર્વ સતેદાને મળે છે. અને સીતાનદી ઉત્તરકુરૂક્ષેત્રમાં થઈને પૂર્વ મહાવિદેહમાં વહે છે, ત્યાં ઉત્તરકુરૂની ૮૪૦૦૦ નદીઓ પ્રથમ મળે છે. પુનઃ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહ એ દરેકમાં ૮-૮ દક્ષિણ તરફ અને ૮-૮ ઉત્તર તરફ વિજય છે, બે બે વિજયેની વચ્ચે એકેક વક્ષસ્કારપર્વત અને એકેક નદી આવી છે, એજ અન્તનદીઓ ગણાય છે, કારણકે બે બે વિજયની સત્તઃવચ્ચે આવી છે માટે, તેવી નદીઓ પૂર્વમહાવિદેહમાં છે અને પશ્ચિમ વિદેહમાં પણ ૬ છે. તે પણ સતેદા તથા સીતાને જ મળે છે. તથા પૂર્વ વિદેહની અને પશ્ચિમવિદેહની ૧૬-૧૬ વિજયમાં દરેકમાં ગંગા સિંધુ અને રક્તા તથા રક્તાવતી એ નામવાળી બે બે નદીઓ છે. કઈ વિજયમાં કઈ નદીઓ તથા વિજય વક્ષસ્કાર પર્વત અને અન્તર્નાદીઓનો સર્વે અનુક્રમ આગળ મહાવિદેહક્ષેત્રના વર્ણનપ્રસંગે કહેવાશે. તે બે બે મહાનદીને દરેકને ૧૪૦૦૦-૧૪૦૦૦ નદીઓને પરિવાર છે, તે ચૌદહજારના પરિવારવાળી નદી સીતાદામાં ૩૨ મળે છે, તેવી રીતે સીતાને પણ ૩૨ નદી મળે છે, જેથી - સીતાદામાં સીતાનદીમાં દેવકુરૂની [ ૮૪૦૦૦ નદી ઉત્તરકુરૂક્ષેત્રની પશ્ચિમ વિદેહની ૬ અન્તર્નાદી | પૂર્વ વિદેહની પશ્ચિમ વિજયેની પૂર્વ વિજેની પશ્ચિમ વિજોની | ૪૪૮૦૦૦ પરિવારનદી | પૂર્વ વિજયેની ( ૫૩૨૦૩૮ સનદી | - અહિં કેટલાક આચાર્યો મહાનદીઓ ૩૮ ને જૂદી ન ગણીને ૫૩૨૦૦૦ નદીઓ ગણે છે. અને ચાલું ગ્રંથમાં ગણત્રી કરી છે, માટે સીતાદામાં પ૩૨૦૩૮ નદીઓનું જળ ભેગું થાય છે, અને સીતામાં પણ એટલીજ નદીઓનું જળ ભેગું થતું હોવાથી બનને મહાનદીને ભેગે પરિવાર ગણતાં મહાવિદેહ ક્ષેત્રમાં ૧૦૬૪૦૭૬ (દશલાખ ચેસઠહજાર છેતર) એટલી નદીઓ છે. પુનઃ કેટલાક આચાર્ય અન્તર્નાદીઓને પણ દરેકને ચૌદ ચૌદ હજાર અથવા અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ હજારનો પરિવાર ગણે છે, જેથી ૧૬૮૦૦૦ નદીઓ પરિવારનદીમાં અધિક થાય છે, પરંતુ વિશેષ અભિપ્રાય તે અન્દનદીઓનો પરિવાર જૂદો ન ગણતાં
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy