________________
પટ
ધર્મોપ્રકરણની અબાધતાને વિચાર
(૧) “જે વસ્તુ અગેની પ્રવૃત્તિમાં તે વસ્તુપ્રત્યેની મૂરછ નિમિત્ત તરીકે હતી નથી તે વસ્ત્રાદિ વસ્તુ ગ્રન્થરુપ બનતી નથી, જેમકે આહાર.”
(૨) “જે વસ્તુ દેહપાલન માટે ગૃહત કરાય છે તે ગ્રન્થરૂપ હતી નથી, જેમકે
આહાર.”
પૂર્વપક્ષ –સામાન્યથી ભિન્ન ભિન્ન કાળે મનુષ્ય જે જે ભિન્ન ભિન્ન વસ્તુનું ગ્રહણ કરે છે તેમાં મૂચ્છ કારણ હોય છે. અર્થાત્ જે જે વસ્તુ અંગેની મૂછ જે જે વખતે પ્રધાન હોય તે તે વખતે તે તે વસ્તુ અંગેની પ્રવૃત્તિ કરે છે. હવે જે વસ્ત્રાદિને મૂર્છા વિના જ ગ્રહણ કરવાના હોય તે એ ગ્રહણ કરવાની ક્રિયામાં કેઈ કારણ નિયામક તરીકે (અર્થાત્ અમુક વખતે અમુક સ્થાને જ ગ્રહણ કરવું ઈત્યાદિ નિયમ કરનાર) ન હોવાથી એ ગ્રહણ અકસ્મા–ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે રીતે થવું જોઈએ, પણ તેમ થતું નથી. તેથી વસ્ત્રાદિનું અકસ્માત્ ગ્રહણ ન થવું એ વસ્ત્રાદિ ગ્રન્થરૂપ ન હવામાં બાધક છે, એટલે પ્રથમ અનુમાન શિથિલ થઈ જાય છે.
તાત્પર્ય એ છે કે “વસ્ત્રાદિ જે મૂચ્છ વિના જ ગૃહીત થતા હતા તે તે અકસ્માત્ જ ગૃહીત થાત” આ બાધકતર્ક પ્રથમ અનુમાન થવા દેતો નથી. વળી બીજો અનુમાનમાં હેતુ સાધ્યને વ્યભિચારી છે કારણ કે અવિરતગૃહસ્થાદિ પણ દેહપાલનાદિ માટે જ વસ્ત્રાદિ ધારણ કરે છે અને છતાં તેઓ માટે તે વસ્ત્રાદિ ગજ્જરૂપ નથી બનતા એવું નથી. તેથી આ અનુમાન પણ થઈ શકતું નથી.
[ઉભય અનુમાનની નિર્દોષતાનું સમર્થન] . ઉત્તરપક્ષ-પૂર્વઅનુમાનમાં તમે જે બાધતર્ક આપે છે એ તર્કના પાયામાં રહેલી વ્યાપ્તિ જ અસિદ્ધ છે અર્થાત્ જે મૂચ્છ વિના ગૃહીત થતા હોય તે અકસ્માતું જ ગૃહીત થાય એવી વ્યાપ્તિ સિદ્ધ નથી. યતિઓને આહારદિમાં મૂચ્છી ન હોવા છતાં કંઈ તે અકસ્માત્ જ ગૃહીત થાય છે એવું નથી એ તમને પણ માન્ય છે. આમ આહારાદિની જેમ વસ્ત્રાદિ પણ અકસ્માત ગૃહીત થતા ન હોવા છતાં ગ્રન્થરૂપ ન હોય એવું સંભવિત હોવાથી તમે આપેલ બાધકતર્ક અમારા અનુમાનનો વાળ વાંકે કરી શક્તિ નથી.
વળી બીજા અનુમાનનો હેતુ પણ અનેકાતિક નથી. કારણ કે ઊંડાણથી વિચારીએ તે દહપાલન માટે ગૃહીત થતાં હોવાથી એવા હેતુને “શાસ્ત્રવિહિત હાઈને ગૃહીત થતાં હોવાથી એવા અર્થ ફલિત થાય છે. ગૃહસ્થોનું વસ્ત્રાદિ ગ્રહણ કંઈ શાસ્ત્રવિહિત નથી કે જેથી વસ્ત્રાદિનું તેઓ દ્વારા કરાતું ગ્રહણ શાસ્ત્રવિહિત વસ્તુના ગ્રહણરૂપ બને. આમ તેઓનું વસ્ત્રગ્રહણ હેતુસ્વરૂપ ન હોવાથી ત્યાં (ગ્રહીત થતાં વસ્ત્રાદિમાં ગ્રન્થત્વના અભાવ રૂ૫ સાધ્ય ન હોય તો વ્યભિચાર નથી.