________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર અને તે પ્રકારની અપ્રમત્તતા આવ્યા પછી પણ એ આવશ્યકાદિને પ્રારંભ કરતાં નથી. તેથી જ તે ગુણસ્થાનકમારેહની એ ગાથાની અવતરણિકામાં “હવે આવશ્યક ન હોય તે પણ તે ગુણઠાણાવાળા જીવોને શુદ્ધિ હોય છે તે ગ્રન્થકાર કહે છે–એમ જે કહ્યું છે તે આ સિવાય સંગત શી રીતે થાય? એટલે કે ન હોય તે પણ એવું કહેવામાં જે “પણ” શબ્દ મૂકયો છે તે શી રીતે સંગત થાય ?
તેથી જેઓ અત્યંત અપ્રમત્ત હોવાના કારણે આત્મધ્યાનમાં જ મગ્ન રહે છે તેઓને આવશ્યકાદિ ક્રિયા વિના જ શુદ્ધિ થઈ જાય છે અને જેઓને પ્રમાદને અંશ જાગ્રત હોય છે તેઓને આવશ્યકાદિ દ્વારા જ શુદ્ધિ થાય છે અને શુદ્ધિથી અધ્યાત્મલાભ થાય છે એ અત્યંત રીતે ઊંડાણમાં ઉતરીને વિચારવું. - સિપાને છેડીને કૂદકે મારવાથી ભેંકપને અનુભવી
શકા : છતાં પણ અપકૃષ્ટમાર્ગ કરતાં તે ઉત્કૃષ્ટમાર્ગ જ હિતકર હોવાથી શુદ્ધ પગને જ આશ્રય કરવો જોઈએ, નહિ કે જેમાં શુભેપગની સંભાવના જ છે (નિશ્ચય નહિ) તેવા સ્થવિરકદિપક માર્ગને.
સમાધાન : અત્યંત આવેશના કારણે જેમ કેઈ માણસ પ્રાસાદનું પ્રથમ પગથીયું છોડીને સીધે કૂદકે મારીને ઉપર ચઢવાની ચપલતા કરવા જાય અને ભેંઠે પડે એવું આ તમારું ચાપલ્ય છે. વળી જે ઉત્કૃષ્ટ હોય તેને જ સ્વીકારવું; સીધે સીધી એ અંગે જ પ્રવૃત્તિ કરવી એવી તમને ત્વરા હોય તે પછી પહેલેથી શલેશીના ચરમસમય પર જ કેમ દોડી જતા નથી ? કારણ કે નિશ્ચયથી તે એ જ મેક્ષહેતુભૂત છે. ધર્મસંગ્રહણીમાં કહ્યું છે કે પુણ્ય-પાપ ઉભયને ક્ષય કરનાર એવો શેલેશી ચરમસમયે થત ધર્મ જ નિશ્ચયથી મોક્ષને પ્રસાધક છે અને તે સિવાયનો બધો ધર્મ તે ચરમસમયભાવી ધર્મને પ્રસાધક =ઉપકારક છે પણ નિશ્ચયથી મોક્ષને પ્રસાધક નથી. તેથી તમારે તો ઉત્કૃષ્ટ એવા શૈલેશી ચરમસમયભાવી ધર્મને જ સ્વીકારો જોઈએ, નહિ કે અપકૃષ્ટ એવા પૂર્વ પૂર્વસમભાવી ધર્મને અને તેથી જિનકલ્પ પણ તમારે અગ્રાહ્ય બની જશે.
[અપકૃષ્ટ હેવા છતાં પ્રારંભદશામાં ગ્રાહ્ય માર્ગ પૂવપક્ષ :–પૂર્વ પૂર્વને ધર્મ અપકૃષ્ટ હોવા છતાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ધર્મને ઉપકારી હોવાથી ઉપયોગી છે, તેથી જિનક૯૫ શૈલેશી ચરમસમયભાવી ધર્મ કરતાં અપકૃષ્ટ હોવા છતાં તેમાં ઉપયેગી હોવાથી આદરણીય છે.
ઉત્તરપક્ષ એજ રીતે સ્થવિરક૯૫ પણ અપકૃષ્ટ હોવા છતાં જિનકલ્પાદિને ઉપકારી લેવાથી આદરણીય કેમ ન બને? વળી જેમ પ્રથમ સોપાન-સીડીને ચઢયા વગર પ્રાસાદના ઉપરના ભાગ પર ચઢી શકાતું નથી તેથી ઉપરના માળ પર ચઢવા માટે