________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
अपि च सम्यगृहशोऽपि चक्रवर्त्यादयः संसारकर्माण बलवदनिष्टानुबन्धित्व प्रतिसन्दधाना रागादिपारवश्य विना कथ प्रवर्तिष्यन्ते ? तस्मादनन्तानुबन्धिविलयोदितसम्यग्दर्शनाविना भाविप्रशस्तविषयरागद्वेषाभ्यां मोक्षोपादान(? दित्सा) संसारजिहासे प्रगल्भमाने अपि चारित्रमोहप्रतिबन्धकसत्त्वान्नतदुपादानहानोपायेषु प्रवृत्तिं जनयितु प्रभवतः । एवमुत्तरोत्तरप्रतिबन्धकविलये तु क्रमेण लब्ध सराग चारित्रमप्यन्ततः सुकृतानुमोदनदुष्कृतगर्हादिपरिणामोपकारि प्रशस्तरागद्वेषसंकीर्णमेव । तथाविधकारणवशाच्च सुमङ्गलसाध्वादेस्तादृशापवादसेवने तथाविधद्वेषोऽपि न मूलतो दोषाय, प्रशस्तरागस्येव प्रशस्तद्वेषस्य तथाविधचारित्रपरिणामाऽप्रतिबन्धकत्वात् । એકેય નથી એવું જ્ઞાન જ તે વસ્તુ પ્રત્યે જિહાસા પ્રવર્તાવે છે. આમ શ્રેષ, જિઘાંસા કે જિહાસા પ્રત્યે કારણ ન હોવાથી શ્રેષથી પ્રવૃત્તિ થાય છે એવું કહેવું યુક્ત નથી. - ઉત્તરપક્ષ-ઈષ્ટસાધનતા જ્ઞાનને ઉપાદિત્સાનું અને અનિષ્ટસાધનતા જ્ઞાનને જિઘાંસાનું નિમિત્ત કહેવામાં રાગદ્વેષ પણ કમશઃ તે બેના નિમિત્તભૂત છે એમ અર્થપત્તિથી ફલિત થઈ જ જાય છે કારણ કે કઈ પણ વસ્તુ ઈષ્ટ હોવી કે અનિષ્ટ હેવી એ રાગદ્વેષને આધીન છે, જે જે વસ્તુનો રાગ કે દ્વેષ હોય તે તે વસ્તુ જ કમશઃ ઈષ્ટ કે અનિષ્ટ બને છે, તેમજ તેના સાધને વિશે ઈનિષ્ટસાધનતાના જ્ઞાન દ્વારા ઉપાદિત્સા–જિઘાંસા પ્રવર્તે છે. ઈષ્ટ–અનિષ્ટત્વ જે રાગદ્વેષને આધીન ન હોય, તે કયારેક વિપર્યય પણ થ જોઈએ. અર્થાત્ જેનો રાગ હોય તે પણ કયારેક અનિષ્ટ બની જવી જોઈએ, એમ જેનો શ્રેષ હોય તે પણ કયારેક ઈષ્ટ થઈ જવી જોઈએ. પણ એવું થતું નથી. રાગ કે દ્વેષ ખસે પછી જ ઈષ્ટવ-અનિષ્ટત્વ ખસે છે. તેથી ઈષ્ટવઅનિષ્ટવ રાગદ્વેષ મૂલક હોવાના કારણે ઉપાદિત્સાદિ પણ રાગદ્વેષમૂલક છે અને તેથી પ્રવૃત્તિ પણ રાગ-દ્વેષ ઉભય મૂલક હોઈ શકે છે.
[રાગ-દ્વેષની પરવશતા વિના સમ્યગ્દષ્ટિની સાંસારિક પ્રવૃત્તિ ન હોય
વળી રાગદ્વેષની અપેક્ષા વિના જ જે ઈષ્ટ–અનિષ્ટ સાધનતાની બુદ્ધિ માત્રથી પ્રવૃત્તિ થઈ જતી હોય તે તે સમ્યગદષ્ટિ ચકવતી વગેરેની સાંસારિક કાર્યોમાં પ્રવૃત્તિ જ થઈ શકશે નહિ, કારણ કે સમ્યકત્વના ઝળહળતા પ્રકાશના કારણે રાજવૈભવાદિમાં તેઓને બલવદનિષ્ઠાનુબંધિત્વ દેખાતું જ હોઈ વિશિષ્ટાનિષ્ટસાધન જ્ઞાન હૂ તું જ હોય છે જે જિઘાંસાને પેદા કરીને રાજ્યાદિ સાથેના પોતાના સંબંધને નાશ કરવાની જ પ્રવૃત્તિ કરાવશે, પાલનાદિની નહિ, પણ તેઓની પવૃત્તિ તે પાલનાદિની દેખાય છે તેથી જણાય છે કે જિઘાંસાદિ દ્વારા તેવું તેવું જ્ઞાન તેવી તેવી પ્રવૃત્તિ કરાવે છે એવું નથી પણ રાગદ્વેષ પણ તેવી તેવી પ્રવૃત્તિ કરાવી શકે છે. ચક્રવર્યાદિને અનન્તાનબંધી કષાયો શાંત થયા હોવાના કારણે સમ્યક્ત્વ ઝળહળતું હોય છે. તેથી જ તેઓને વિષય અંગેના પ્રશસ્ત રાગદ્વેષ પણ અવશ્ય હોય છે, કારણ કે એ વિના સમ્યકૃત્વ