________________
અધ્યા ભમતપરીક્ષા પ્રશસ્ત પ્રવૃત્તિઓ ધર્મ–પુણ્યને ઉત્પન્ન કરે છે અને અપ્રશસ્ત પ્રવૃત્તિઓ અધર્મ= પાપને ઉત્પન્ન કરે છે.
ઈચ્છાને જ પ્રવૃત્તિમાં હેતુ માનનારા ન્યાયદર્શનીઓ અહીં શંકા રૂપે પૂર્વ પક્ષ રજૂ કરે છે –
[પ્રવૃત્તિ શ્રેષમૂલક ન લેવાની તૈયાયિક શંકા-પૂર્વપક્ષ]. પૂર્વપક્ષ : કઈ પણ પ્રવૃત્તિ રાગથી જ થાય છે દ્વેષથી નહિ કારણ કે શત્રુઘાતાદિ જે પ્રવૃત્તિને તમે શ્રેષમૂલક માને છે તે પણ હકીકતમાં તે શત્રુને હણવાની ઈચ્છાથી જ થતી હોવાથી અને ઈચ્છા રાગરૂપ હોવાના કારણે રાગમૂલક જ છે. એમ સંસારાદિથી નિવૃત્ત થવાની પ્રવૃત્તિ પણ ત્યાગ કરવાની ઈચ્છાથી જ થતી હોવાથી રાગમૂલક જ છે.
દ્વેિષ વિના શત્રઘાતાદિ પ્રવૃત્તિને અસંભવ-ઉત્તરપક્ષ]. ઉત્તરપક્ષઃ જિઘાંસા (હણવાની ઈચ્છા) કે જિહાસા (=છોડવાની ઈચ્છા) શ્રેષવ્યાપારથી જ થાય છે અર્થાત્ મૂળમાં દ્વેષ હોય તે જ તેનાથી જિઘાંસા કે જિહાસા પ્રવર્તે છે. તેથી તે પ્રવૃત્તિ અંગે દ્વેષને પણ કારણ માન જ પડે. મારવાની કે ત્યજવાની ઈચ્છા Àષના વ્યાપારાત્મક હોઈને એનાથી શ્રેષાત્મક વ્યાપારીને અન્યથાસિદ્ધ મનાય નહિ. જેમ દાનથી પુણ્ય ઉત્પન્ન થાય છે અને સ્વર્ગ તે પુણ્યથી મળે છે છતાં દાનને સ્વર્ગ પ્રત્યે કારણ મનાય જ છે, પણ પુણ્યથી દાન અન્યથાસિદ્ધ મનાતું નથી. તેમ પ્રસ્તુતમાં પણ દ્વેષથી જિઘાંસાદિ અને જિઘાંસાદિથી પ્રવૃત્તિ થતી હોવાથી પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષને પણ કારણ માન જ પડે. સારાંશ, પ્રશસ્ત-અપ્રશસ્ત પ્રવૃત્તિ છેષથી પણ થાય છે એમ કહેવામાં કે ઈ દોષ નથી.
[જિઘાંસાદિ દ્વેષમૂલક ન હોવાની આશંકા-પૂર્વપક્ષ]. પૂર્વપક્ષઃ જિઘાંસાદિ દ્વેષથી થાય છે એવી તમારી વાત જ છેટી હોવાથી ઉપરોક્ત સઘળું કથન અયુક્ત છે કારણ કે જિઘાંસાદિ તેવા જ્ઞાનથી જ થાય છે. જેમ કે વિશિષ્ટ ઈષ્ટસાધનતાનું જ્ઞાન જ ઉપાદિત્સા (મેળવવાની ઈચ્છા)નું જનક છે. તાત્પર્ય એ છે કે “મારા ઈષ્ટનું આ સાધન છે. એટલું જ જ્ઞાન નહિ કિધુ “અભિપ્રેત વસ્તુ બળવદનિટની અનુબંધિ ન હોવા સાથે (અર્થાત્ પરિણામે પણ મોટે અનર્થ કરનાર ન હોવા સાથે) ઈષ્ટનું સાધન છે આવું જ્ઞાન જ તે વસ્તુને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન કરે છે તેથી તે વસ્તુને રાગ તેની ઉપાદિત્સા પ્રવર્તાવે છે એવું નથી. એમ વિશિષ્ટ અનિષ્ટ સાધનતાનું જ્ઞાન જ જિઘાંસાને ઉપન કરે છે, અર્થાત્ હેય તરીકે અભિમત વસ્તુ વિશે “આ ભવિષ્યમાં કેઈ મોટા લાભનું સાધન ન બનતી હોવા છતાં બળવાન અનર્થને કરનાર છે એવું જ્ઞાન જ તે વસ્તુ વિશેની જિઘાંસાને પેદા કરે છે. એ જ રીતે અધિકૃત વસ્તુ વિશિષ્ટ ઈષ્ટ સાધન કે વિશિષ્ટ અનિષ્ટ સાધન, બેમાંથી