________________
કર
ઉપા. યશેવિયકૃત
જેમ દઢધ્યાન-આસન–અભ્યાસાદિ દ્વારા શરીર પરમમનાર્યરૂપ શુદ્ધોપયોગને ઉપકાર કરે છે તેમ ધર્મોપકરણ પણ ઉપકાર કરે જ છે. જેમ કે સૂતરના કપડા અને ઊનની કામળીથી શીતપીડિત સાધુઓનું આધ્યાન દૂર થાય છે. કાતિલ ઠંડી વગેરેની પીડા ધર્મધ્યાનની પ્રતિબંધક છે. કપડાથી એ પ્રતિબંધક દૂર થવાના કારણે માધ્યસ્થભાવનાદિથી ઉપસ્કૃત એ ધર્મધ્યાનાદિરૂપ શુદ્ધપયોગ પ્રવર્તે છે. તેમજ વસ્ત્રાદિથી જ ઠંડી ઊડી જતી હોવાથી એની પીડા દૂર કરવા અગ્નિ વગેરેની જરૂર રહેતી ન હોવાના કારણે અગ્નિ-તૃણાદિમાં રહેલ જીવોની રક્ષા પણ થાય છે. તેમજ અગ્નિ વગેરેના આરંભ અંગેની વિચારણું પણ કરવાની રહેતી ન હોવાથી શુદ્ધ પગપ્રતિબંધક રૌદ્રધ્યાનનું વારણું થાય છે. તેથી વસ્ત્રાદિ ઉપાધિ શુભધ્યાનને ઉપકારી બને છે. તેમજ ઉત્કૃષ્ટથી ચાર અને જઘન્યથી ત્રણ કાલગ્રહણ લેવા એવું જણાવનાર શાસ્ત્રવચનને અનુસરતા સાધુએ આખી રાત જાગી સ્વાધ્યાય કરે છે. આવી રીતે સ્વાધ્યાય અત્યંત ઠંડીના કાળમાં તે જ શકય બને જે જયણાપૂર્વક કપડા એાઢયા હોય. તેમજ “વાચના, પૃચ્છના, પરાવર્તન અને અનુપ્રેક્ષા એ ધર્મધ્યાનના આલંબન છે.” તેથી વસ્ત્રાદિ, સ્વાધ્યાયને ઉપકારી બનવા દ્વારા ધર્મધ્યાનને પણ ઉપકારી બને છે.
[એક એક ઉપકરણની ઉપયોગિતા]. વળી જ્યારે સચિત્ત રજકણે ઊડતી હોય ત્યારે તેમાંના પૃથ્વીકાય છની, ધૂમ્મસ ઓસ વગેરેમાં રહેલ અપૂકાય છની તેમજ દીવા વગેરેની ઉજેણીમાં રહેલ તેઉકાય છની રક્ષા પણ વસ્ત્રાદિથી થાય છે. મૃતસાધુના શરીરને ઢાંકવા તેમજ મહાપરિષ્ઠાપનિકા માટે બહાર લઈ જવા માટે પણ વસ્ત્રાદિ ઉપકારી છે. એમ ગ્લાન સાધુના પ્રાણને ટકાવવા માટે પણ વસ્ત્ર અભિમત છે. આ રીતે જ ભગવદાણાની વિશુદ્ધ આરાધના થાય છે જેનાથી અધ્યાત્મવિશુદ્ધિ થાય છે. સંપતિમ છે અને રજકણેને પ્રમાર્જિવા માટે મુખવઝિકા (મુહપત્તિ) ઉપગી બને છે. પાવાદિને લેતીમૂકતી વખતે પહેલાં પ્રમાર્જવા માટે તેમજ સાધુતાના ચિહ્ન તરીકે રજોહરણ જરૂરી છે, નિર્વસ્ત્ર દશામાં લિંગોદય થવાની શકયતા હેઈ તેના વારણ માટે ચોલપટ્ટો ઉપયોગી છે.
શ્રી વિશેષવાશ્યક ભાષ્યમાં પણ કહ્યું છે કે
વઆદિ ધર્મોપકરણ સંયમને શું ઉપકાર કરે? એ જાણવાની જે તમને ઈચ્છા હેય તે સાંભળે. ઠંડીથી રક્ષણ, અગ્નિ અને તૃણમાં રહેલ છનું રક્ષણ ચારકોલ સ્વાધ્યાયમાં સહાયતા, સચિત્ત રજકણ-ધુમ્મસવૃષ્ટિ–સાદિનું રક્ષણ કરવામાં તથા શબને ઢાંકવા-બહાર લઈ જવામાં તેમજ ગ્લાનના પ્રાણની રક્ષા કરવામાં ઉપયોગી થવા દ્વારા વસ્ત્રાદિ સંયમને ઉપકારી બને છે. (૧-૨-૩)