________________
ઉપા. યશોવિજ્યકત या खलु सरागचर्या स्थविरकल्पचर्या साऽपि समितिगुप्त्यादिपवित्रिताऽपवादपदमसंस्तरणाद्युपनीत' विहायोत्सर्गमार्गसंलग्नव, प्रतिबिद्धप्रतिषेवणात्मकापवादस्वरूपाननुविद्धत्वात् । ननु सर्वश्रेयोमूल शुद्धोपयोग एवोत्सर्गो, न पुनः प्राच्या सरागचर्येति चेत् ? अत्राह-अतिप्रसङ्गी परविशेष इति । उत्तरोत्तरेपामपेक्षया पूर्वपूर्वेषामपवादत्वे उत्सर्गापवादपदयोरुत्कर्पापकर्षपर्यायत्वापत्तेः । न चैवमस्ति, किन्तु कारणापोद्यो नियम उत्सर्गः, कारणिको विधिस्त्वपवाद રુતિ || ૨૦ ||
[સ્થવિરક૯પ ચર્યા ઉત્સર્ગસંલગ્ન જ છે] રોગાદિના કારણે જ્યારે સંયમને નિર્વાહ અન્ય રીતે થઈ શકે એમ ન હોય ત્યારે, સંયમનિર્વાહ માટે ઉત્સગ માર્ગે જેને પ્રતિષેધ કરાયો હોય છે તેનું પણ પ્રતિસેવન કરવામાં આવે છે, એ અપવાદ કહેવાય છે-આવી અપવાદ ચર્યાને છોડીને બાકીની સ્થવિરક૯પરૂપ જે સરાગચર્યા અર્થાતુ સરાગી અવસ્થામાં સ્થવિરોને પાળવાની ચર્યા તે ઉત્સર્ગ માગ સાથે સંલગ્ન જ હોય છે અર્થાત્ ઉત્સર્ગરૂપ જ હોય છે. કારણ કે પ્રતિષિદ્ધપ્રતિસેવનાત્મક અપવાદના સ્વરૂપથી અનનુવિદ્ધ યાને મુક્ત છે, અર્થાત્ તેમાં અપવાદનું લક્ષણ જતું ન હોવાથી એ ઉત્સર્ગ જ છે. તેથી એ પોતે સાધુક્રિયારૂપ જ હોવાથી સાધુપણાને વિરોધી નથી.
પૂવપક્ષ : સર્વકલ્યાણનું મૂળ શુદ્ધોપયોગ છે અને તેથી એ જ ઉત્સર્ગ છે, તેની પૂર્વે પળાતી સરાગચર્યા તો એના વિના શુદ્ધો પગ અશક્ય હોવાથી આચરાય છે. એટલે તે ઉત્સર્ગરૂપ નથી પણ અપવાદરૂપ છે.
ઉત્તરપક્ષઃ તમે આ જે વિશેષ = ભેદરેખા બતાવે છે કે “શુપયોગ જ ઉત્સર્ગ છે અને એના માટે પૂર્વે આચરાતી સરાગચર્યા અપવાદ છે” એ અતિપ્રસંગ દોષયુક્ત છે, કારણ કે આને ફલિતાર્થ એ થશે કે ઉત્તરોત્તર વિશુદ્ધચર્યા ઉત્સર્ગરૂપ છે અને પૂર્વ પૂર્વની ચર્યા એની અપેક્ષાએ કંઈક અવિશુદ્ધ હોવાથી અપવાદરૂપ છે. એટલે કે ઉત્સર્ગ અને અપવાદ એ બે શબ્દોને ઉત્કર્ષ અને અપકર્ષ એ બે શબ્દના પર્યાયવાચી માનવા પડશે. પણ એવું છે નહિ, કારણ કે તથાવિધ કારણ ઉપસ્થિત થયું ન હોય ત્યારે જે અવશ્ય ઉપાદેય હોય, અને એવું કારણ ઉપસ્થિત થએ તે જે ત્યજી દેવા હોય તેવો નિયમ તે ઉત્સર્ગ કહેવાય છે અને અત્યંત વ્યાજબી કારણે જ જે આચરાય છે તે અપવાદ કહેવાય છે. આમ ઉત્સર્ગ–અપવાદમાં ઉત્કર્ષઅપકર્ષભાવ ન હોવા છતાં તમારા મતે ઉત્કર્ષ-અપકર્ષ પર્યાયવ માનવારૂપ અતિપ્રસંગ આવે છે. વળી સર્વ કલ્યાણ (= મોક્ષ) ના મૂળને જ ઉત્સર્ગ કહેવામાં અને તે પૂર્વેની સઘળી સરાગચર્યાને અપવાદ કહેવામાં તે ચૌદમાં ગુણઠાણ પૂર્વે ઉત્સગને સંભવ જ રહેશે નહિ કારણ કે સર્વકલ્યાણના કારણરૂપ સર્વોત્કૃષ્ટસંવર ત્યાં જ હાજરથાય છે અને તેથી જિનકપને