________________
અક્ષાત પરીક્ષા ગાથા-૧૦
अथ विषयविभागनियत ध्यानमुक्तप्रयत्नरूपमेवास्तु नैश्चयिक विदमेवेति चेत् ? न, तन्त्र धात्वर्थासंभवादनेकार्थतायाश्च संप्रदायपरतन्त्रत्वाद्,यथाकथश्चिद्विवक्षया च यावत्प्रशस्तशब्दवान्यतायास्तत्रावकाशप्रसङ्गात् , परिभाषाविप्लवसङ्गाञ्चेति किमल्पीयसि दृढतरक्षोदेन ! ॥९॥
अस्तु का स्वभावसमवस्थान ध्यान, विरुन्ध्याच तत्प्रशस्तापि बाह्यक्रिया, तथापि नेय श्रामण्यव्यभिचारिणीत्याह
जा खलु सरागचरिया सा वि य उस्सग्गमग्गसंलग्गा ।
मोत्तुं अववायपदं अइप्पसङ्गी परविसेसो ॥१०॥ [या खलु सरागचर्या सापि चोत्सर्गमार्गसलग्ना । मुक्त्वापवादपदमतिप्रसङ्गी परविशेषः ॥१०॥]
[સ્વભાવસમવસ્થાન એ નિશ્ચયિક ધ્યાન પણ નથી] " પૂર્વપ : જે ધ્યાન વિષયવિભાગ સાથે સંકળાયેલું છે એવું ધ્યાન ભલે તમારા કહ્યા મુજબ પ્રયત્નરૂપ અર્થાત્ કરણવ્યાપારરૂપ હોય, પણ નિશ્ચયિક ધ્યાન તે સ્વભાવસમવસ્થાનરૂપ જ છે. - ઉત્તરપક્ષ: સમવસ્થાનને ધ્યાન માની શકાય નહિ કારણ કે જે ધાતુને અર્થ સમવસ્થાન થતું નથી.
પૂવપક્ષ ધાતુઓ અનેકાઈક હોય છે એવું તે તમે પણ માને છે, તેથી તેને સમવસ્થાનરૂપ અર્થ પણ થઈ શકે છે. ને ઉત્તરપક્ષ : ધાતુની અનેકાર્થતા સંપ્રદાયને આધીન છે. અર્થાત્ તેના ધાતુપાથી લભ્ય થતાં અર્થ કરતાં જુદો અર્થ એવો જ કરી શકાય જે સંપ્રદાયાનુસારી હોય. સંપ્રદાય વિના પણ યથાકથંચિત જે ગમે તે અર્થ ઈચ્છા મુજબ કરી શકાતું હોય તો તો કોઈ પણ પદાર્થ માટે યથાકથંચિત્ વિવેક્ષાથી કઈ પણ શબ્દનો પ્રયોગ કરી શકાશે–અને તે પછી તમારે એ સ્વભાવસમવસ્થાનને માત્ર “ધ્યાન” શબ્દવાસ્ય જ માનવાની શી જરૂર ? જેટલા પ્રશસ્ત શબ્દો હોય દા. ત. સંયમ, તપ વગેરે તે બધાને વાચ્ય સાનો જોઈશે અને એવું કરશો તે પછી કઈ નિયત પરિભાષા રહી શકશે નહિ અને તેથી અમુક જ અર્થબેધક અમુક જ શબ્દ ન રહેવાથી શબ્દ સાંકર્યાદિને પ્રસંગ આવશે. તેથી સ્વભાવસમવસ્થાનને ધ્યાન તરીકે ગણવવારૂપ નાની વાત માટે મનફાવતી રીતે જ ધાતુની અનેકાર્થતાદિની કલ્પના કરવી એ ત વધારે પડતું દળી નાખવા જેવું છે એટલે એનાથી (આટલો બધો આગ્રહ રાખવાથી) સયું. છેલા
અથવા રવભાવસમવસ્થાનને ભલે ધ્યાનરૂપ માન અને પ્રશસ્ત એવી પણ બાહ્યક્રિયાઓ ભલે તેની વિરોધી હો ! તો પણ એ બાહ્ય ક્રિયાઓ શ્રમણભાવનો પરિત્યાગ કરનારી નથી જ એવું જણાવતાં ગ્રંથકાર કહે છે
ગાથાથઃ અપવાદપદ સિવાયની જે સ્થવિરકલ્પરૂપ સરાગચર્યા છે તે પણ ઉત્સર્ગમાર્ગ સાથે સંલગ્ન જ છે, આ બાબતમાં પર = દિગંબર દ્વારા જે વિશેષતાની ઉદ્દભાવના કરાય છે તે અતિપ્રસંગી છે અર્થાત્ અતિપ્રસંગદેષયુક્ત છે.