________________
૪૮૮
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૭૮ ___एतेन “साधूनां साधुधर्माऽयोग्यश्रावकधर्मकरणे श्रावकधर्मानुप्रवेशः” इति दिगम्बरोक्तिरपास्ता, अप्रतिज्ञाते तत्रानुप्रवेशाभावात् , प्रतिज्ञां विनापि तद्भावे प्रतिज्ञाया वैयर्थ्यप्रसङ्गात्, पूर्वप्रतिज्ञायास्त्वेकदेशरूपाया महाप्रतिज्ञयैव विनाशात् , मतिज्ञानादेरिव केवलज्ञानेन । अपि च तादृशधर्म साधुराभोगेन कुर्यादनाभोगेन वा ? नादाः, अप्रमादिनम्तादृशप्रवृत्त्यसम्भवात् । न द्वितीयः, अनाभोगस्यातिचारमात्रजनकत्वाद्,अभिनिवेशेन तत्करणे च मिथ्यादृष्टित्वमेवेति क्व धर्मानुप्रवेशः? एतेन 'श्रावकपदमविरतसम्यग्दृष्टिपरम्' इत्यपि परास्तम् । एवं च प्रतिज्ञाभंग उभयविरतिभ्रंशः, अभिनिवेशे तु मिथ्यात्वं, परस्य शङ्काजननात् मिथ्यात्वाभिवृद्धिः, दीक्षितस्याप्यलीकभाषणेन लौकिकेभ्योऽपि महापापीयस्त्वम् , उक्तं च
लोए वि जो ससूगो अलियं सहसा ण भासए किंचि ।
अह दिक्खओ वि अलियं भासइ तो किं च दिक्खाए ॥ त्ति [उप०माला-५०८] . ધર્મ બજાવનારા સાધુઓને શ્રાવકધર્મમાં જ પ્રવેશ થઈ જાય છે એવું દિગંબરવચન નિરસ્ત જાણવું. કારણ કે શ્રાવકધર્મની પ્રતિજ્ઞા કરાયેલી ન હોવાથી તેમાં પ્રવેશ થઈ શકતા નથી. પ્રતિજ્ઞા વિના પણ એમાં પ્રવેશ સંભવિત હોય તે તો પ્રતિજ્ઞા જ વ્યર્થ થઈ જાય !
શંકા :-કિન્તુ સાધુધર્મ લેતાં પહેલાં શ્રાવકધર્મ પાળ્યો હોય તે વખતે બાર ત્રતાદિની યાવાજીવ પ્રતિજ્ઞા લીધી હોવાથી સાધુધર્મથી ભ્રષ્ટ થવાના અવસરે પણ શ્રાવકધર્મમાં પ્રવેશ શા માટે ન થાય ?
સમાધાન -પૂર્વે ગ્રહણ કરેલ એ પ્રતિજ્ઞા તે, એકદેશરૂપ હોવાથી, જેમ મતિજ્ઞાનાદિ કેવલજ્ઞાનથી નષ્ટ થઈ જાય છે તેમ સર્વવિરતિની મહાપ્રતિજ્ઞાથી જ નષ્ટ થઈ ગઈ હોવાથી પછી હાજર હોતી નથી.
[સાધુતાથી ભ્રષ્ટ થનાર ઉભયવિરતિથી ભ્રષ્ટ] વળી સાધુ, તેવા શ્રાવકધર્મને આભોગપૂર્વક કરે કે અનાગપૂર્વક? આભેગપૂર્વક માની શકાય નહિ, કારણકે અપ્રમત્ત સાધુને તેવી પ્રવૃત્તિ સંભવતી નથી. વળી અનાભંગ તે માત્ર અતિચાર જ લગાડ હોવાથી ચારિત્રથી ભ્રષ્ટ જ કર ન હોવાના કારણે દ્વિતીયપક્ષ પણ માની શકાતો નથી. તેમજ જે અભિનિવેશ પૂર્વક કરે તે તો એ મિથ્યાત્વી જ બની જતો હોવાથી શ્રાવકધર્મમાં પ્રવેશ શી રીતે થાય? તેથી જ “અહીં શ્રાવકધર્મ શબ્દ ઘટકીભૂત “શ્રાવક' શબ્દ અવિરતસમ્યગદષ્ટિને જણાવવાના તાત્પર્યમાં છે અને તેથી દેશવિરતિની પ્રતિજ્ઞાને અભાવહે વાના કારણે તે ધર્મમાં પ્રવેશ ન લેવા છતાં અવિરતસમ્યગૃષ્ટિરૂપ “શ્રાવક ધર્મમાં તે પ્રવેશ થઈ જ જાય છે. કારણ કે તેમાં પ્રવેશ માટે તે કઈ પ્રતિજ્ઞા હોતી નથી.” એવું કથન પણ નિરસ્ત જાણવું, કારણકે આભેગપૂર્વક તે અપ્રમત્તને તેવી પ્રવૃત્તિ હોતી નથી, અનાભોગથી માત્ર અતિચાર લાગે છે અને અભિનિવેશથી મિથ્યાત્વ જ આવી જાય છે તેથી અવિરતસમ્યફવીપણું१. लोकेऽपि यः सशूकोऽलीक सहसा न भाषते किंचित् । अथ दीक्षितोऽप्यलीक भाषते ततः किं च दीक्षया ?