________________
અધ્યાત્મઉપનિષ
__ अथ ये वदन्ति "मोक्षोपाये प्रवृत्तिस्तावद्वैराग्यादेव, वैराग्य च नाभुक्तभोगानामेव, भोगेषु सिद्धत्वप्रतिसन्धानेन तदिच्छासन्ततिविच्छेदसम्भवात् , तथा च भोगान् भुक्त्वैव तदनन्तर मोक्षोपाये योगमार्गे प्रवर्तिव्यामहे" इति ताननुशासितुमाह
जो पुण भोए भोत्तुं इच्छइ तत्तो य संजमं काउ ।
जलणंमि पज्जलित्ता इच्छइ पच्छा स निव्वाउं ॥१७३॥ [यः पुन गान् भुक्त्वेच्छति ततश्च संयम कर्तुम् । चलने प्रज्वल्येच्छति पश्चात्स निर्वातुम् ॥१७३॥]
न खलु कामोपभोगेन कामक्षयो नाम, आप तु तदभिवृद्धिरेव प्राप्तजातीये सुखान्तर इच्छा सामग्रीसञ्चारादज्ञात इच्छाविरहाद् । न चैव समानप्रकारकेच्छां प्रति समानप्रकारकછતાં હું પણ જે કદાચ એક માત્ર સંસારી સ્વભાવવાળો જ તે પરિવ્રાજકપણું મારે માટે વિપરીતપ્રોજનવાળું બની જશે” એવી શંકાના કારણે કે મોક્ષ માટે બ્રહ્મચર્યાદિપાલનના કષ્ટને ઉઠાવશે નહિ.” એવો ઉદયનને મત અપાસ્ત જાણુ. કારણકે એક માત્ર સંસારીસ્વભાવવાળા જી અભવ્ય હોય છે. ભવ્યોને તે “હું કદાચ અભવ્ય હોઈશ તો ? એવી શંકાથી જ ઉપર કહી ગયા મુજબ પોતાને વિશેની અભવ્યવશંકા દૂર થઈ જતી હોવાથી પ્રવૃત્તિનો પ્રતિબંધ થતું નથી. આમ અભવ્યત્વશંકા નિવૃત્ત થએ છતે મોક્ષ માટેની સામાન્યથી પ્રવૃત્તિ થાય છે અને દીર્ઘ સંસારીપણાની શંકા નિવૃત્ત થએ છતે વિશેષથી પ્રવૃત્તિ થાય છે એ અહીં તાત્પર્ય જાણવું. મે ૧૭૨ છે
[ યોગસિદ્ધિમાં ભુક્તભેગીપણું અનાવશ્યક ] મેક્ષે પાયમાં પ્રવૃત્તિ વૈરાગ્યથી જ થાય છે અને જેઓએ ભાગ ભોગવ્યા છે તેઓને જ વિરાગ્ય થાય છે, કારણકે “ભેગો મારે સિદ્ધ થઈ ગયા છે એવા ભાગો વિશેના પ્રતિસંધાનથી જ ભેગોની ઈચ્છાઓની પરંપરાને અંત આવે છે, અને તેથી ભોગો ભોગવીને પછી જ અમે મોક્ષે પાયભૂત યોગમાર્ગમાં પ્રવર્તશું” એવું જેઓ કહે છે તેઓને શિક્ષા આપવા ગ્રન્થકાર કહે છે–
ગાથાર્થ :- વળી જે ભોગ ભોગવીને પછી સંયમ લેવા ઈચ્છે છે તે અગ્નિમાં પડી બળીને પછી ઠરવાને ઈચ્છે છે.
ભેગે ભોગવવાથી કામવાસના કંઈ ક્ષીણ થતી નથી કિન્તુ વધે જ છે, કારણકે જે ભેગસુખ પ્રાપ્ત થયું હોય તેના સમાનજાતિવાળા બીજા સુખની ઈચ્છા થવા માટે જરૂરી જ્ઞાનાત્મક સામગ્રી સમ્પન્ન થયેલી હોવાથી નવી નવી ઈરછાઓ થયા જ કરે છે. જ્યાં સુધી એ જાતિનું સુખ અજ્ઞાત હોય છે ત્યાં સુધી જ જ્ઞાનરૂપી સામગ્રી ન હોવાના કારણે ઈચ્છા પ્રવર્તતી નથી.
શકા :- આને અર્થ તો એવો થયો કે તે તે ઈચ્છા પ્રત્યે સમાનપ્રકારવાળું જ્ઞાન અર્થાત્ તે તે વિષયનું જ્ઞાન જ કારણભૂત છે. તે તે વિષયે સિદ્ધ હોવા કે ન હોવા એ તે અકિંચિકર જ છે.