________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧૭ર
पुरुषत्वाभावशङ्कानिवृत्तेरनुभवबलेन स्वरूपसद्वयाप्यज्ञानस्यैवशङ्कानिवर्तकत्वमिति वाच्यम् , अव्याप्येऽपि व्याप्यत्वेन भ्राम्यतस्तद्वयाप्यत्वप्रकारकधर्मज्ञानात्तद्विपरीतशङ्कानिवृत्तेाप्यत्वप्रकारकव्याप्यज्ञानस्य शङ्कानिवर्तकत्वात् । न चोपदर्शिता शङ्का स्वस्मिन्मव्यत्वव्याप्यत्वप्रकारिकेति नेयं तन्निवर्त्तिकेति चेत् ? तथापि 'भव्यत्वव्याप्यतादृशशङ्कावानहमिति ज्ञानान्तरेणैव तादशशकानिवृत्तौ प्रवृत्तिरबाधितेवेति सर्वमवदातम् । एतेन "सिद्धौ वा संसार्यकस्वभावा एव केचिदात्मान इति स्थितेऽहमेव यदि तथा स्यां तदा मम विपरीतप्रयोजन परिव्राजकत्वमिति शङ्कया न कश्चित्तदर्थं ब्रह्मचर्यादिदुःखमनुभवेदित्युदयनमत परास्तम् । एवमभव्यत्वशड्कानिवृत्तौ सामान्यतः प्रवृत्तिर्दीर्घ संसारित्वशङ्कानिवृत्तौ दृढतरकर्मक्षये प्रवृत्तिरिति तत्त्वम् ॥१७२।।
પૂવપક્ષ - જેમ ધૂમનું સ્વરૂપ સજ્ઞાન (ધૂમને ધૂમ તરીકે ઓળખવે તે) કંઈ વહ્નિનું અનુમાન કરાવતું નથી, કિનતુ વ્યાપ્ય જ્ઞાન (આ વહિને વ્યાપ્ય છે એવું ધૂમનું જ્ઞાન) જ અનુમાન કરાવે છે. તેમ ભવ્યાભવ્યત્વશંકારૂપ વ્યાપ્યનું થતું સ્વરૂપસતું જ્ઞાન સ્વવ્યાપકભવ્યત્વનો નિશ્ચય કરાવી શકતું ન હોવાથી તાદશ શંકા પ્રતિબંધક પણ બની શકતું નથી કિન્તુ એ શંકાનું ભવ્યત્વવ્યાખ્યત્વેન જ્ઞાન જ તેવું બની શકે છે, પણ સ્વસવેદનથી એ તે કંઈ થતું નથી. તેથી સ્વસંવિદિત એવી પણ તે શંકાને પુનઃ શંકાની પ્રતિબંધિકા માની શકાય નહિ. “પુરુષત્વને વ્યાપ્ય એવા પુરુષત્વવિષયક આ પુરુષ છે. એવા સ્વરૂપસતજ્ઞાનની હાજરીમાં પિતાનાં પુરુષત્વને વ્યાપ્ય પુરુષત્વજ્ઞાન છે એવા તેના વ્યાખ્યરૂપે થતા જ્ઞાનની ગેરહાજરી હોવા છતાં “આ અપુરુષ નહિ હોય ને?' ઈત્યાદિ રૂપ પુરુષત્વાભાવની શંકા નિવૃત્ત થઈ જાય છે એવો જાત અનુભવ છે, તેથી વ્યાપ્યના સ્વરૂપજ્ઞાનને જ શંકાનિવર્નાક માનવું જોઈએ એવું કહેવું નહિ, કારણ કે અવ્યાપ્ય વિશે પણ વ્યાપ્ય તરીકેને ભ્રમ કરનારને વ્યાપ્ય ન જ્ઞાન થઈ જવાથી તદ્વિપરીત શંકા નિવૃત્ત થાય છે. જેમકે વહિનને અવ્યાપ્ય એવી પણ ધૂળમાં ધૂમનો ભ્રમ કરનારને આ અગ્નિને વ્યાપ્ય છે એવું સ્મરણાત્મક જ્ઞાન થઈ જવાથી અહીં અગ્નિને અભાવ હશે? એવી વિપરીત શંકા નિવૃત્ત થઈ જાય છે. આમ વ્યાપ્ય (ધૂમ)નું સ્વરૂપ સજ્ઞાન ન હોવા છતાં (કારણ કે ધૂમ જ હાજર નથી તે એનું જ્ઞાન શી રીતે થાય?) વ્યાપ્યત્વેન જ્ઞાન (ભલે ભ્રમાત્મક !) હેવાથી વિપરીતશંકા નિવૃત્ત થતી હોવાથી વ્યાપ્યત્વરૂપે થતા જ્ઞાનને જ શંકાનિવર્તક માનવું જોઈએ. ઉક્તશંકાનું થતું સંવેદન તે ભવ્યત્વવ્યાસ્વરૂપે ન હોવાથી પુનઃ તેવી શંકાનું નિવત્તક બનતું નથી.
ઉત્તરપક્ષ:- છતાં “ભવ્યત્વને વ્યાપ્ય તેવી શંકા મને પડે છે એવા બીજા જ્ઞાનથી જ તેવી શંકા નિવૃત્ત થઈ ગએ છતે પ્રવૃત્તિ અબાધિત રીતે થાય જ છે. તેથી કે દોષ રહેતું નથી.
તેથી જ કેટલાક આત્માઓ સંસારી એવભાવવાળા હોય છે અર્થાત્ હંમેશ માટે સંસારી જ રહેવાના છે, મુક્ત થવાના નથી. તેથી મેક્ષ અને તેના ઉપાય હોવા