________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
૪૨૧
अन्यथा प्रागिव परिणामविवर्त्तानजनयन् सिद्धोऽपि नूनं निःस्वभावः स्यात् । 'ऋजुसूत्रनयेन प्रतिक्षण शुद्धपरिणामान् जनयत्येवासाविति चेत् ? तर्हि तन्नयेनैव पूर्वपूर्वक्षणापन्नास्ता अपि उत्तरोत्तरक्षणाक्रान्तास्ता जनयन्तीति तुल्यम् । 'प्राक्तनफल न जनयन्तीति चेत् ? प्राक्तन फलमसावपि न जनयतीति तुल्यम् !
अथ चारित्रं यद्यध्यवसायरूप तर्हि तस्योपयोगरूपत्वेन केवलिनामुपयोगत्रयापत्तिः, यदि च योगस्थैर्यरूप तदा तद्विलयादेव तद्विलय इति चेत् ? न, अध्यवसायरूपत्वेऽपि तस्य सम्यक्त्वस्येवोपयोगत्वेनाऽविवक्षणात्, वीर्यविशेषरूपत्वेऽप्यनन्तवीर्येषु सिद्धेषु तत्संभवात् । પ્રયજન નથી” એવા ભયમાત્રથી સામગ્રી કાર્યોત્પાદ ન કરે એવું બનતું નથી. તેથી ચારિત્રમોહાદિકર્મક્ષયરૂપ સામગ્રી ચારિત્રાઘાત્મક સ્વભાવને ઉત્પન્ન તે કરે જ છે. તેમજ મોક્ષાવસ્થામાં એ સ્વભાવ પણ અક્ષત જ હોય છે. માત્ર પોતપોતાના વિષયની પ્રાપ્તિ થતી ન હોવાથી એ સ્વભાવ વ્યક્ત થતા નથી. નહીંતર તો (એટલે કે જુદા જુદા પરિણામે વ્યક્ત ન થવા માત્રથી સ્વભાવ પણ હતો નથી એવું માનવામાં તે) મુક્ત જીવ પૂર્વે જેવા પરિણામવિવર્નોને ઉત્પન્ન કરતે હતા તેવા હવે કરતે ન હોવાથી તેને કોઈ સ્વભાવ વ્યક્ત થતું ન હોવાને કારણે એ નિઃસ્વભાવ જ થઈ જશે.
શકા - ઋજુસૂત્રનયને અનુસરીને એ પ્રત્યેક સમયે શુદ્ધ પરિણામોને ઉત્પન્ન કરતે જ હોવાથી નિઃસ્વભાવ થઈ જવાની આપત્તિ નથી.
સમાધાન - તે તે પછી એ જ રીતે પૂર્વ પૂર્વ ક્ષણાક્રાન્ત તે તે લબ્ધિઓ ઉત્તરોત્તરક્ષણાક્રાન્ત લબ્ધિઓને ઉત્પન્ન કરતી જ હોવાથી તે તે સ્વભાવ ત્યાં પણ માનવામાં કઈ બાધ નથી. તેમજ એ લબ્ધિઓ નિપ્રયજન પણ રહેશે નહિ.
શકા – છતાં એ લબ્ધિઓ ભવસ્થાવસ્થામાં જેવું ફળ આપતી હતી તેવું તે આપતી ન જ હોવાથી તેઓને પોતાના સ્વભાવવાળી માની શકાય નહિ.
સમાધાન :- પ્રાન્તનફળને ઉત્પન્ન ન કરતી હોવા માત્રથી સ્વભાવવાળી માની શકાતી ન હોય તો તે જીવ પણ પ્રાપ્તન ફળને ઉત્પન્ન કરતો ન હોવાથી સ્વભાવ વિનાને થઈ જશે!
શકા :- છતાં ચારિત્ર જે અધ્યવસાયરૂપ હોય તે એ ઉપયોગાત્મક થવાથી કેવળીઓને ૩ ઉપયોગ હોવાની આપત્તિ આવે અને જે યોગસ્થયરૂપ હોય તે યોગને વિલય થયો હોવાથી જ એને વિલય માની લેવું પડશે.
( [ સમ્યક્ત્વજાતીય પરિણામવિશેષ જ ચારિત્ર] સમાધાન – અધ્યવસાયરૂપ હોવા છતાં ચારિત્રની સમ્યકત્વની જેમ ઉપયોગ તરીકે વિવક્ષા કરી ન હોવાથી ૩ ઉપગ હોવાની આપત્તિ આવતી નથી, તેમજ વિર્ય વિશેષરૂપે હવામાં પણ અનંત વીર્યવાળા સિદ્ધોમાં તે અસંભવિત નથી. વસ્તુતઃ તે સમ્યક્ત્વજાતીય પરિણામ વિશેષ જ ચારિત્ર છે નહિ કે વીર્ય વિશેષ. નહિતર તે