________________
અધ્યાત્મમત પરીક્ષા ગાથા
૧૩
तदिदमखिलं धर्मोपकरणेऽपि समं समाधानं, न ह्युपकरणमेवैकान्ततो मूर्छाजनकं, तदभावेऽप्यदान्तमनसां बहूनां चित्तविप्लवसम्भवात् । तदुक्तं-१"यदसत्स्वपि जायेत मूर्च्छया चित्तविप्लवः” इति, विप्रकृष्टेनापि च मूर्छाजननेऽतिप्रसंगः । “स्वविषयरागसंबन्धेन हेतुत्वे नातिप्रसङ्ग" इति चेत् ? तर्हि रागस्यैव मूर्छाहेतुता वास्तवी, तथा च निःस्पृहाणां शरीर इव धर्मोपकरणेऽपि न मूर्च्छति व्यस्थितम् । एवं तद्विषयकर्मप्रक्रमपरिणामलक्षण आरंभोऽपि निरस्तः, कायेऽपि तुल्यत्वात् । “तत्र यतनया नारंभ" इति चेत् ? अत्रापि किं न तथा ? अत एव शुद्धात्मरूपहिंसनपरिणामलक्षणोऽसंयमोऽपि न । नापि परद्रव्यरतिः शुद्धात्मतत्त्वविरोधिनी, यतनाया एव सर्वश्रोयोमूलत्वात् ॥६॥ તેવી બુદ્ધિથી શરીરનું પાલન કરવામાં મૂર્છા થતી નથી. તાત્પર્ય, ધર્મોપકરણ ધારણ કરવામાં મૂછ છે જ્યારે શરીરને ધારણ કરવામાં મૂછ નથી.
ઉત્તરપક્ષ - શરીર અંગેનું પૂર્વપક્ષીનું આ બધું સમાધાન ધર્મોપકરણ વિશે પણ સમાન જ છે. વળી ઉપકરણની હાજરી જ એકાતે મૂર્જીજનક છે એવું પણ નથી કારણ કે એમાં વ્યતિરેક વ્યભિચાર છે. તે આ રીતે-જેઓએ મનને નિગ્રહ કર્યો નથી તેઓને બાહ્યસામગ્રીની ગેરહાજરીમાં પણ ચિત્તવિપ્લવ=આકુળતા વ્યાકુળતા હોય છે. તેથી જ તે શ્રી યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશમાં કહ્યું છે કે–“ સર્વદ્રવ્ય વિશેની (અર્થાત પિતાની પાસે હોય તે અને ન હોય તેવા પણ દ્રવ્ય વિશેની) મૂર્છાનો ત્યાગ એ જ અપરિગ્રહ છે, કારણ કે પોતાની પાસે ન રહેલ દ્રવ્ય વિશે પણ થતી મૂછના કારણે ચિત્તવિપ્લવ થાય છે. વ્યતિરેક વ્યભિચાર ટાળવા માટે જે એમ કહો કે ત્યાં જે મૂછ થાય છે એમાં દૂર રહેલા પણ વસ્ત્રાદિ હેતુ જ છે [દા. ત. લોહચુંબક.] તે એ વાત ઠીક નથી, કારણ કે દર રહ્યા રહ્યા પણ વસ્ત્રાદિ મૂછના હેતુ હોય તે દિગંબર સાધુઓને પણ મૂછ થયા જ કરવાની આપત્તિરૂપ અતિપ્રસંગ ઊભો થશે.
પૂર્વપક્ષ :- અમે કેવળ દૂરવતી અસમ્બદ્ધ વસ્ત્રાદિને મૂછહેતુ નથી કહેતા પરંતુ સ્વવિષયરાગ સંબંધથી મૂછના હેતુ કહીએ છીએ. અર્થાત્ જે બાહ્યદ્રવ્ય સ્વવિષયક રાગ ઉત્પન્ન કરે તે જ મૂચ્છ ઉત્પન્ન કરે છે. એટલે દિગંબર સાધુને વસ્ત્રાદિમાં રાગ ન હોવાથી સ્વવિષચરાગ સંબંધથી દૂરવર્તી વસ્ત્રાદિ દ્વારા રાગ ઉત્પન્ન થવાની તમે કહી એવી આપત્તિ આવતી નથી.
ઉત્તરપક્ષ : આનો અર્થ એ થયો કે બાહ્યદ્રવ્યાદિ પોતે સાક્ષાત મૂચ્છમાં હેતુભૂત નથી કિન્તુ તેના પર થતા રાગાદિ જ તેવા છે. તેથી જેમ શરીર પરે રાગ ન હેવાથી નિસ્પૃહ મહાત્માઓને મૂર થતી નથી તેમ ધર્મોપકરણ વિશે પણ રાગ ન હોવાથી મૂછ થતી નથી. ૧. આ કને પૂર્વાધ–સર્વમવેષુ મૂચ્છકારથાઃ રાવરિઘ | શ્રી યોગશાસ્ત્ર પ્રથમ પ્રકાશ લે૨૪