________________
અધ્યાત્મમત પરીક્ષા . ૧૩૩-૧૪ यदप्युक्त 'मोक्षलक्षणस्य फलस्य लब्धत्वान्मोक्षे सिद्धानां चारित्रस्य वैफल्यम्' इति, तदपि न, कार्याऽजनकस्य हि कारणस्य वैफल्य, न तु कार्य जनयित्वा तदुत्तरकालं निर्व्यापारतया च तिष्ठमानस्यापि, अन्यथा घटजननोत्तरकालमेव दण्डादयो भज्येरन्निति मोक्षजननोस्तरकालमेव च केवलज्ञानादयो गुणा विफलाः प्रसज्येरन् । 'जनितकार्याणां कारणानामुत्तर. कालेऽपि न वैफल्यमिति चेत् ? तदिदं ममैवाभिमतम् । 'कार्यजननोत्तर' तस्य स्थितिः किमधीना ?' इति चेत् ? यदधीना ज्ञानादेः। 'स्वकारणाधीना तस्यानन्ता स्थितिरिति चेत् ? अस्यापि कि न तथा?!
यदप्युक्त "मोक्षे चारित्राभ्युपगमे यावज्जीवतावधिकप्रतिज्ञाभङ्गप्रसङ्गः” इति, तत्र केय प्रतिज्ञा ? "यावज्जीवं सामायिक करोमि" इति श्रुतसङ्कल्पो वा, निर्विशेष तादृशं ज्ञानહોવાથી એ મનુમાને સ્વસાધ્યને સિદ્ધ કરી શકતા નથી. તે તે ગુણાદિ, પ્રતિબંધકની હાજરીમાં પરભવમાં સાથે જતા નથી અને ગેરહાજરીમાં જઈ શકે છે. સાથે જવાન જવાની વ્યવસ્થા આ રીતે સંભવિત હોવાથી દેવભવમાં પ્રતિબંધકના કારણે સાથે ન જઈ શકતું એવું પણ ચારિત્ર મેક્ષમાં તે સાથે જઈ જ શકે છે કારણકે તેને જતું અટકાવનાર કઈ પ્રતિબંધક નથી.
[મોક્ષપ્રાપ્તિ પછી ફળાનુત્પાદક ચારિત્રમાં નિષ્ફળીવાભાવી
વળી જે કહ્યું કે “મેક્ષાત્મક ફળ પ્રાપ્ત થઈ ગયું હોવાથી સિદ્ધોને ચારિત્ર નિષ્ફળ થઈ જવાની આપત્તિ આવશે એ પણ યુક્ત નથી કારણ કે જે કાર્યનું જનક ન જ બને એ કારણ નિષ્ફળ કહેવાય છે, નહિ કે કાર્યને ઉત્પન્ન કરી પછી નિષ્ક્રિય રહેતું કારણ પણ.. નહિતર તે ઘટને ઉત્પન્ન કર્યા પછી તરત જ નિષ્ફળ થઈ જતાં હોવાના કારણે નિરર્થક બની ગએલા દંડાદિ એ ભાંગી જવું જોઈએ. વળી આ રીતે જ મેણોત્પાદ કર્યા પછી કેવલજ્ઞાનાદિ પણ તુરત જ નિષ્ફળ થઈ જવાની આપતિ આવશે.
શકા: –જેઓએ કાર્યોત્પાદ કરી લીધો છે તેવા કારણે ઉત્તરકાલમાં પણ નિષ્ફળ કહેવાતા ન હોવાથી, કેવલજ્ઞાનાદિ નિષ્ફળ નથી.
સમાધાન :–આવું તે અમને પણ ઈષ્ટ જ છે અને તેથી જ સિદ્ધોનું ચારિત્ર પણ નિષ્ફળ નથી.
[ચારિત્રની અનંતસ્થિતિ સ્વકારણધીન] શકા :-કાર્યોત્પાદ કર્યા પછી પણ કારણભૂત ચારિત્રસ્થિતિ જળવાઈ રહેવામાં કેણ કારણ છે?
સમાધાન -જ્ઞાનાદિની સ્થિતિ પણ કેને આધીન છે? અર્થાત્ એ જળવાઈ રહેવામાં કેણ કારણ છે ?
શકા -જ્ઞાનાદિની અનંતસ્થિતિ તે પોતાના કારણેને જ આધીન છે અર્થાત્ , જ્ઞાનાદિના કારણે એવા જ્ઞાનાદિને ઉત્પન્ન કરે છે કે જેથી એની અનંતસ્થિતિ જળવાઈ રહે.