________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરી વચાર
अथ क्रियारूपत्वे चारित्रस्य न देवभवाद्यनुयायित्वं तस्या मनुष्यशरीरमात्रसंभविसंभवत्वात् , आत्मपरिणामरूपत्वे तु तस्य तथात्वप्रसङ्गः, ज्ञानादिवदात्ममात्रापेक्षिणस्तस्य देवभवानुगामित्व. संभवात् इति चेत् ? न, देवभवोत्पत्तिसमयोदितचारित्रमोहनीयकर्मणाऽऽत्मपरिणामरूपस्यापि चारित्रस्य विनाशात् , तेषां भवस्वाभाव्येनैवाविरतत्वाद्, अन्यथा परेषामपि न प्रतीकारः, शरीरिणां स्वकारणाधीनक्रियासंभवात् । एतेन 'चारित्रं मोक्षभवाननुयायि, देवभवाननुयायित्वात्' इत्याद्यनुमानपरम्परापि परास्ता, अप्रयोजकत्वात् , प्रतिबन्धकसत्त्वाऽसत्त्वाभ्यां परभवाननुयायित्वाऽनुयायित्वसंभवात् ।।
શંકા–તે પછી એ રીતે જ્ઞાન-દર્શન પણ પારભવિક હોતા નથી, એહભાવિક જ હોય છે એવું પણ માને ને !
સમાધાન :–એવું માની શકાતું નથી કારણકે પરભવ તરીકે લેવાતી દેવગતિ વગેરેમાં પણ જ્ઞાન-દર્શન ઉપકારી હોવાથી તે પારભવિક પણ છે જ.
[પરિણામાત્મક ચારિત્ર પારભવિક કેમ નહિ? – સિદ્ધાન્તી]
શકા :-જે ચારિત્ર ક્રિયારૂપ હોય છે એ માત્ર મનુષ્ય શરીરમાંજ સંભવિત હવાથી, દેવભવાદિમાં એ ક્રિયા સાથે જતી ન હોવાના કારણે ઐહભવિક કહી શકાય. હવે જે એને આત્મપરિણામ રૂપ માનવાનું હોય તે તે એ માત્ર આત્માને જ સાપેક્ષ હોવાથી જ્ઞાનાદિની જેમ દેવાદિગતિમાં પણ સાથે જઈ શકતું હોવાથી માત્ર એહભાવિક જ શી રીતે કહેવાય? તેથી ચારિત્રને ક્રિયારૂપ જ માનવું યુક્ત છે.
ચારિત્રમોહેાદયથી પરભવમાં ચારિત્રનાશ ] સમાધાનઃ-દેવભવમાં ઉત્પત્તિના પ્રથમ સમયે જ ઉદયમાં આવી જતાં ચારિત્રમેહનીય કર્મથી આત્મપરિણામરૂપ ચારિત્રને પણ ક્ષય થઈ જતું હોવાથી પરિણમાત્મક ચારિત્ર પણ સાથે જઈ શકતું નથી કે તેવા ભવસ્વભાવથી જ અવિરત હોય છે અર્થાત્ તેઓના તેવા ભવના કારણે જ ઉત્પત્તિની સાથે જ ચારિત્રમેહનીય કર્મને (અપ્રત્યાખ્યાનાવરણ કષાયાદિને) ઉદય થઈ જાય છે. નહિતર તે ક્રિયારૂપ ચારિત્ર માનનાર તમારે પણ ચારિત્રનું અહવિકત્વ ઉપપન્ન કરવું અઘરું થઈ પડશે કારણકે શરીરી એવા દેવાદિને પણ સ્વકારણાત્મક શરીરાદિને આધીન કિયા સંભવિત જ છે. દેવાદિમાં પૂજવા-પ્રમાર્જવાનું સામર્થ્ય હોતું નથી એવું તે કાંઈ છે નહિ.
(નાશક ન હોવાથી મોક્ષમાં ચારિત્ર અખંડિક) આમ તેવા ભવસ્વભાવના કારણે જ દેવભવમાં ચારિત્ર સાથે જતું નથી એવું પ્રતિપાદન કર્યું એનાથી જ “ચારિત્ર મિક્ષભવમાં સાથે જતું નથી કારણકે દેવભવમાં સાથે જતું નથી, જેમકે ઔદ્યારિક શરીર” ઈત્યાદિ અનુમાને પણ અપ્રાજક હોઈ નિરસ્ત જાણવા. અર્થાત્ “દેવભવમાં અનનુયાયી પણ કઈ વસ્તુ મેક્ષાનુયાયી હોય તો શું વાંધો ?” એવી અન્વયવ્યભિચારની શંકાને દૂર કરનાર કેઈ અનુકૂળ તર્ક ન