________________
૩૬૨
અધ્યાત્મમતપરીક્ષા લૈં. ૧૩૩-૧૪૧
___ यत्पुनरुक्तमैहभविकत्वोपदेशादेव न सिद्धिगतौ चारित्रसत्त्वमिति तदपि स्वाभिप्रायविजृम्भित, उक्तोपपत्तिबलेन चारित्रस्यात्मगुणत्वे सिद्धे क्रियारूपतद्विशेष एवैहभविकत्वोपदेशविश्रामात् , भवपदस्य संसारवाचकत्वेन मोक्षगतौ तत्सत्त्वेऽप्यैहभविकत्वाऽविरोधात् । अथ गतिमार्गणायां सिद्धगतेरिव भवाधिकारेऽपि भवनमात्रार्थपुरस्कारेण मोक्षस्यापि ग्रहणं सांप्रदायिकमिति चेत् ? तथापि 'इह भवे हितमैहभविकं' इत्यर्थाश्रयणे न कोऽपि दोषः, मोक्षगतौ चारित्रसत्त्वेऽपि तस्य मोक्षानुपकारित्वात् । नन्वेवं ज्ञानदर्शने अपि पारभविके न स्यातामिति चेत् ? न, परभवपदार्थ देवगत्यादौ तयोरुपकारित्वात् ।
શંકા :-બાકિયાથી અભિવ્યક્ત થતી આંતરક્રિયા જ ચારિત્ર છે જે ભવસ્થ કેવળી અને મરુદેવાદિને સંભવે છે. તેથી જ ઉપરના સૂત્રવ્યાખ્યાનમાં “વિશેષતઃ' એ શબ્દ મૂક્યો છે. પણ સિદ્ધોને તો સામાન્યથી પણ તપ વગેરે ન હોવાથી આંતરક્રિયા પણ હોતી જ નથી તેથી ચારિત્ર શી રીતે મનાય ?
સમાધાન :- એ આંતરક્રિયાને યોગરૂપ માને છે કે ઉપયોગરૂપ યોગરૂપ મનાય નહિ કારણ કે મરુદેવા વગેરેમાં તેવો યોગ ન હોવા છતાં ચારિત્ર હોવાથી વ્યભિચાર આવે. ઉપયોગરૂપ માનતા હો તે અમારું જ ઈષ્ટ સિદ્ધ થાય છે કારણ કે ચારિત્ર શુદ્ધો પગ રૂ૫ છે એવું અમે આગળ કહેવાના છીએ. ( [ ચારિકાંશમાં જ ઐભવિકત્વ, સર્વાશમાં નહિ ]
વળી ચારિત્રને ઈહભાવિક કહ્યું છે એનાથી જ જણાય છે કે તે સિદ્ધિગતિમાં હેતું નથી કારણ કે સિદ્ધાવસ્થામાં નવું કઈ ચારિત્ર લેવાનું નથી અને પૂર્વભવનું (ચરમભવનું) તો સાથે આવ્યું નથી”.... ઈત્યાદિ તમે જે કહ્યું તે માત્ર તમારી સ્વછંદપણાથી કરાખેલ ચેષ્ટા છે કારણકે ઉપર કહ્યા મુજબ ચારિત્ર આત્મગુણરૂપે સિદ્ધ થયું હોવાથી ક્રિયારૂપ તેના એક અંશવિશેષ અંગે જ ઐહભવિકત્વ લાગુ પડે છે. તેથી “ભવ” શબ્દ ચાર ગતિરૂપ સંસારને વાચક હોવા છતાં તેમજ મોક્ષમાં પણ ચારિત્ર હોવા છતાં ઉપદિષ્ટ અહભવિકત્વને વાંધો નથી કારણકે અહભાવિક અંશ તે ત્યાં હોતે જ નથી. તેનાથી ભિન્ન એવા આત્મપરિણામાત્મક અંશને લઈને જ ચારિત્રસત્તાને ઉપદેશ છે.
શંકાજેમ ગતિમાર્ગણામાં સિદ્ધિગતિની પણ ગતિ તરીકે વિવક્ષા કરીને એનું ગ્રહણ કર્યું છે તેમ ભવાધિકારમાં પણ “ભવન–થવું” માત્ર એવા જ અર્થને આગળ કરીને મોક્ષનું પણ ગ્રહણ થઈ શકતું હોવાથી જે મેક્ષમાં ચારિત્ર હોય તો તે અહભવિક જ શા માટે ન હોય?
સમાધાન -આ ભવમાં હિતરૂપ હોય તે એહભવિક એવો અર્થ કરવાથી કોઈ દોષ નથી. કારણ કે મોક્ષમાં ચારિત્ર હોવા છતાં એક્ષપ્રાપ્તિ થઈ જ ગઈ હોવાથી મેક્ષ માટે તે ઉપકારી નથી.