________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીને વિચાર
ઉપપ
दिश्यते १ इति चेत् १ न, समयाम्नायानुभवोपनीतसंस्कारमहिम्नाऽचारित्रपदादविरतिपरिणामस्यैव झटित्युपस्थितौ तथोपन्यासस्याऽसांप्रदायिकत्वात् , तादृशपदाद् गुणाभावदोषान्यतरस्फूर्तिमात्रजनितकठिनभाषानुबन्धिदोषप्रसङ्गाच्च । न च 'नो अचारित्री' इत्युक्त्यैव चरितार्थत्व', चारित्राकाङ्क्षाया अपरिपूर्तरर्थान्तरप्रसङ्गात् । इत्थं च 'नोचारित्ती' इत्यत्र नोपदविनिर्मोकेन नपदप्रश्लेषेऽपि विरुद्धोपस्थित्यादिकमेव दूषकताबीजं द्रष्टव्य, अतएव गुणाभावस्थल एव विरुद्धोपस्थितिनिरासाय तथाप्रयोगा न त्वन्योति बोध्यम् ॥१३१।। परः शङ्कतेથાય છે એવી શંકા પણ કરવી નહિ, કારણ કે અભાવાર્થક બે પ્રસજ્યનગ વિધિરૂપ બને છે પણ અહીં “અચારિત્રી પદમાં તે “અ” રૂ૫ નગ્ન વિરુદ્ધાર્થકપણુદાસનગ્ન હોવાથી એ ચારિત્રવિરોધી એવા અવિરતિ પરિણામને જણાવે છે, ચારિત્રાભાવને નહિ. તેથી તેને અચારિત્રી પદ અવિરતિ પરિણામ સ્વરૂપ અચારિત્રના અભાવને જણાવે છે ચારિત્રને નહિ. એ વાત યુક્ત છે.
[ સિધોને અચારિત્રી કે માત્ર અચારિત્રી કહેવાય નહિ ].
જે ચારિત્ર માનવું ન હોય તે અભાવાર્થક નાપદનો આશ્રય કરી સિદ્ધો અચારિત્રી હોય છે એવું જ કેમ કહેતાં નથી ?” એવી શંકા પણ ન કરવી કારણ કે સિદ્ધાન્તપદ્ધતિના અનુભવથી થએલ સંસ્કારના પ્રભાવે “અચારિત્ર પદથી “ચારિત્રનો અભાવ” ઉપસ્થિત ન થતાં “અવિરતિ પરિણામ” જ તુર્ત ઉપસ્થિત થઈ જાય છે તેથી સિદ્ધ અચરિત્તી” એ ઉપન્યાસ કરવામાં “સિદ્ધ અવિરતિ પરિણામવાળા હોય છે એવો વિરુદ્ધાર્થ ઉપસ્થિત થતું હોવાથી એ ઉપન્યાસ અસાંપ્રદાયિક બની જાય છે. વળી એ ઉપન્યાસ કરવામાં ગુણાભાવ (ચારિત્રાભાવ) અને દોષ (અવિરતિ પરિણામ) એ બન્ને ક્રૂરતા હવામાં પણ અહીં બેમાંથી કેણ યુક્ત છે વગેરે વિચારણારૂપ કઠિનતા પ્રવર્તે છે જે ભાષાસંબંધી દોષરૂપ હોવાથી આપત્તિરૂપ છે.
જે અચારિત્રી પદથી અવિરતિ પરિણામ ઉપસ્થિત થઈ જતું હોય તે તે નોચારિત્રી કહેવાથી જ તેને અભાવનું પ્રતિપાદન થઈ જતું હોવાથી એટલું જ કહેવું યુક્ત છે –એવું પણ માનવું નહિ કારણ કે અચારિત્રને અભાવ હોવા છતાં પણ “ચારિત્ર હોય છે કે નહિ એ જાણવાની આકાંક્ષા તે ઊભી જ રહે છે. વળી ચારિત્ર હોય છે કે નહિ એનું પ્રતિપાદન કરવાના અવસરે આ રીતે “અવિરતિ પરિણામ હેતે નથી એવું: પ્રતિપાદન કરવું એમાં અર્થાતર થઈ જવા રૂપ દેષ છે. આ જ રીતે “ને ચારિત્રીમાં બને ને છોડીને “” મૂકવામાં પણ વિરુદ્ધ ઉપસ્થિતિ થઈ જવી વગેરે દૂષકતા બીજ જાણવું. તેથી જ્યાં માત્ર ગુણાભાવ હોય (સાથે દોષ ન હોય) તેવા સ્થળે જ વિરુદ્ધ (દોષ)ની ઉપસ્થિતિ ન થઈ જાય એ માટે ચારિત્રી નો અચારિત્રા” આવા પ્રયોગો થાય છે, અન્યત્ર નહિ એ જાણવું. તાત્પર્ય, ઉપરોક્ત બાધકસિદ્ધાન્તવચનના કારણે સિદ્ધમાં ચારિત્રગુણ માનવો તે યુક્ત નથી. ૧૩૧