________________
કેવલભુક્તિવિચાર
परे ह्यनुमिन्वते-'आहारः प्रमादः, स्तोकतया तदनुज्ञानात् , निद्रावत्,' न चेदमसिद्धं, थोवाहारो थोवभणिओ अ जो होइ थोवनिद्दो अ । थेोवोवहि उवगरणो तस्स हु देवावि पणमंति ।।
[आव०नि० १२६८ ] इत्याद्यर्थवादशतसिद्धत्वात् । न चोपकरणे व्यभिचारः, तस्यापि प्रमादरूपत्वात् । न च विपक्षबाधकतर्कविरहः, प्रमादत्वविरहे विहितस्य तस्य बाहुल्येन ग्रहणप्रसङ्गादिति चेत् ? न, न ह्ययं स्वतो दोषो गुणो वा, निद्रादिजनकतया ब्रह्मचर्यगुप्तिविघटकतया च दापो भूयस्त्वस्निग्धत्वाभीक्ष्णप्रवृत्त्यादिविशिष्टः, तदुक्त-[आव०नि० १२६६]
પૂવપક્ષ :-“આહાર, પ્રમાદ છે કારણ કે અલ્પતયા અનુજ્ઞાત છે, જેમકે નિદ્રા.” અહીં અપતયા અનુજ્ઞા હોવા રૂપ હેતુ પણ અસિદ્ધ નથી. કારણ કે આવશ્યક નિર્યું. ક્તિમાં કહ્યું છે કે “જે અપાહારી, અપનિદ્રાવાળો તેમજ અ૫ ઉપધિ-ઉપકરણ વાળો હોય છે તેને દેવો પણ નમસ્કાર કરે છે.” વળી હેતુ ઉપકરણમાં વ્યભિચારી નથી કારણ કે એ પણ પ્રમાદરૂપ જ છે. જે પ્રમાદરૂપ ન હોય અને છતાં તેમાં અ૫તયા અનુરાતત્વ હાય” એવો હેતુ વિપક્ષમાં વૃત્તિ હોવાની શંકાને બાધક કઈ તર્ક નથી એવું પણ નથી. કારણ કે “જે પ્રમાદરૂપ ન હોવા સાથે વિહિત હોય તેનું તે તપ વગેરેની જેમ અધિકતયા જ આચરણ ઉપદિષ્ટ હોય, અ૫તયા નહિ!, એવો બાધક તર્ક જાગ્રત છે. તેથી અહ૫તયા અનુજ્ઞાત એ આહાર તે પ્રમાદરૂપ જ છે.
[આહારની અતિમાત્રા કે સ્નિગ્ધતા જ દોષરૂપ—ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ : - તમારી વાત અયુક્ત છે કારણ કે આહાર સ્વત: દોષરૂપ નથી કે ગુણરૂપ પણ નથી, કિન્તુ અતિમાત્રામાં લેવાતા કે સ્નિગ્ધ કે વારંવાર લેવાતો આહાર જ નિદ્રાદિ પ્રમાદ ઉત્પન્ન કરવા દ્વારા કે બ્રહ્મચર્યગુપ્તિનો ભંગ કરવા દ્વારા દેષરૂપ બને છે. કહ્યું છે કે “અતિ આહાર તેમ જ પ્રણતઆહાર મારે માટે યુક્ત નથી કારણ કે તેનાથી વિષયોની ઉદીરણ થાય છે તેથી સંયમયાત્રા નિર્વાહ માટે આવશ્યક હોય એટલી જ માત્રામાં આહાર લઈશ. વળી તેની પણ અત્યંત-વારંવાર ઈચ્છા કરીશ નહિ.” આમ અતિમાત્રાદિથી યુક્ત આહાર નિદ્રાદિજનક બનવા દ્વારા જ દોષરૂપ બનતું હોવાથી જેઓને મોહ-નિદ્રા અને અબ્રહ્મ ક્ષીણ થઈ ગયા છે તેવા કેવળીઓને તે એ દોષરૂપ બને જ શી રીતે ? જ્યારે અલ્પાહાર તે નિદ્રાદિને અનુત્પાદક હોવા સાથે સંયમોપકારક હેવાથી ગુણરૂપ છે તેથી અલ્પમાત્રા રૂપે જ તેનું વિધાન છે.
[ વિધાન પણ આહારનું નહિ, અલ૫ત્વનું જ છે.] વળી, એ વિધાન ન હોત તે પણ સંયમાદિ પરના રાગના કારણે સંયમનો નાશ ન થઈ જાય એવી ગણતરીથી સાધુએ આહાર તે કરવાના જ હતા. અર્થાત્ આહાર १. स्तोकाहारः स्तोकमणितश्च यो भवति स्तोकनिद्रश्च । स्तोकोपध्युपकरणस्तस्य खलु देवा अपि प्रणमन्ति ।