________________
૩૪૬
અધ્યાત્મમત પરીક્ષા ક્ષેા. -૧૦૮
न खलु क्वचन भुक्तिनिद्रयोः पौर्वापर्य दृष्टमिति तां प्रति तस्या हेतुत्वमेव कल्पयितुमुचितं, अन्यथा क्वचिद्रासमादेरपि घटपूर्वभावदर्शनेन त' प्रति तस्यापि हेतुत्वप्रसङ्गात् , तस्मादर्शनावरणप्रकृतिरूपी निद्रैवेन्द्रियवृत्तिनिरोधरूपनिद्रां प्रति हेतुः, बह्वाहारादिकं च कदाचित्त
वृत्त्युद्बोधकतयैवोपयुज्यते, नत्वाहारत्वेन तद्धेतुताऽस्ति, तथा च हतदर्शनावरणानां भगवतामाहारमात्रेण निद्रापादनप्रलापो दिगम्बराणामरण्यरुदितमेव ॥१०॥ अथ स्तोकतानुज्ञानादेव तस्य प्रमादत्वमित्याशङ्का निराचिकीर्षुराह
ण य तस्स थोक्याए जेण अणुण्णा तओ तो दुट्ठो ।
णिद्दव्य दुट्ठया जं णिहाइ पसंगओ तस्स ॥१०८॥ (न च तस्य स्तोकताया येनानुज्ञा ततस्तकों दुष्टः । निद्रेव दुष्टता यन्निद्राप्रसङ्गतस्तस्य ॥१०८॥) દર્શનાવરણ પ્રકૃતિને નિર્દેશ કર્યો છે.
| [આહાર નિદ્રાને હેતુ હેવાને એકાન્ત નથી]
કયાંક ભોજન અને નિદ્રાનો પૂર્વાપરભાવ જોવા માત્રથી કંઈ નિદ્રા પ્રત્યે આહારને હેતુ ક૯પ યુક્ત નથી. નહિતર તે ક્યાંક ગધેડા વગેરે પણ ઘટકાર્યની પૂર્વે હાજર રહેતા હોવા માત્રથી તેઓને પણ ઘટ પ્રત્યે કારણ માનવાની આપત્તિ આવશે. કહેવાનું તાત્પર્ય એ છે કે દર્શનાવરણ પ્રકૃતિરૂપ નિદ્રા કર્મ જ ઈન્દ્રિયપ્રવૃત્તિનિરોધાત્મક નિદ્રાને હેતુ છે. અતિ આહાર વગેરે તે ક્યારેક તે નિદ્રાકમને વિપાકમુખ કરવા રૂપે જ ઉપયોગી બને છે બાકી આહારામક હેવા માત્રથી “આહાર નિદ્રાને હેતુ છે એવું નથી. તેથી જેઓને દર્શનાવરણ કર્મ જ નિમૂળ થઈ ગયું છે તેવા કેવળીઓને આહારમાત્રથી નિદ્રાત્મક પ્રમાદ પ્રવર્તાશે એવો દિગંબરને પ્રલા૫ જંગલમાં રુદન કરવા જેવું જાણે. એટલે કે રુદન જેમ આવી પડેલ આપત્તિને દૂર કરવામાં સહાયક બનતું નથી તેમ આ પ્રલાપ પણ કેવળીઓને કવલભુક્તિને અભાવ સિદ્ધ કરવામાં સહાયક બનતું નથી. ૧૦ળા
આહાર જે ખરેખર પ્રમાદરૂપ ન હોત અને મોક્ષસાધક હોત તો તપ વગેરેની જેમ બને એટલો વધુ જ ગ્રહણ કરવાનું શાસ્ત્રમાં વિધાન કર્યું હોત ! પણ એવું છે નહિ, ઉટ બને એટલો અ૫=પરિમિત જ આહાર લેવાનું વિધાન છે. તેથી જણાય છે કે એ પ્રમાદરૂપ છે' આવી શંકાનું નિરાકરણ કરવાની ઈચ્છાથી અન્ધકાર કહે છે
ગાથાર્થ :-“આહાર બને એટલે એ લેવાની અનુજ્ઞા હોવાથી જણાય છે કે એ પણ નિદ્રાની જેમ દોષરૂપ છે.” આવી શંકા કરવી નહિ. કારણ કે આહાર સ્વતઃ દોષ રૂપ નથી કિન્તુ વધારે પડતે આહાર નિદ્રાજનક બનતે હોવાથી નિદ્રાદિ જનન દ્વારા દેષરૂપ બને છે. અને તેથી જ અતિ આહારને નિષેધ છે પણ “આહારદોષરૂપ હોવાથી તેને નિષેધ છે એવું નથી.