________________
અધ્યાત્મમંત૫ર ~ ~~ ~~ ~ ~ ~~
~~ ~~~ 'पुण्णफला' अरहता, तेसि किरिया पुणो हि ओदयिगी ।
મોદીfë વિદિતાં, તદા ના વારિ મા [પ્રવચનસાર -IIળા - " હવે પ્રાપ્તડમથી –'
जोगं विणावि किरिया सहावओ जइ कहण्ण तह सोवि ।
तुल्ल किर वेचित्तं तह तुल्लमबुद्धिपुव्यत्त ॥९८॥ (योग विनापि क्रिया स्वभावतो यदि कथं न तथा सोऽपि ।
तुल्य किल वैचित्र्य तथा तुल्यमबुद्धिपूर्वत्वम् ॥९८॥ પ્રશ્ન -જે પ્રયત્નાદિની અપેક્ષા જ ન હોય તે એ સ્થાનાદિ અમુકદેશમાં અને અમુક કાળે જ થવા રૂપ દેશકાળ નિયમ અનુપપન્ન થઈ જશે! અર્થાત્ ગમે ત્યારે ને ગમે ત્યાં સ્થાનાદિ કેમ ન થાય ?
ઉત્તર :-જેમ વાદળ વગેરેને પોતાને કઈ પ્રયત્ન ન હોવા છતાં અમુક જ કાળે ગમન–અવસ્થાન-ગર્જન-વૃષ્ટિ આદિ થવા રૂ૫ નિયમ હોય છે એ જ રીતે અહીં પણ નિયમ જાણો. આ પ્રશ્ન –પણ આ રીતે સ્થાનાદિને સ્વભાવથી જ માની લેવામાં પુણ્યવિપાકથી કંઈ થતું જ નથી એવું માનવાનું થવાથી શું તેઓને પ્રબળપુણ્યોદય વાંઝીઓ થવાની આપત્તિ નહિ આવે ? .
ઉત્તર :--એ આપત્તિ અમારે ઈષ્ટ જ છે. પ્રશ્ન:-પણ તે પછી તેઓને દયિક ક્રિયાઓની હયાતિ જ શી રીતે માનશો? કેવળીની વિહારાદિ ક્રિયા ક્ષાયિક હેય છે, દયિક નહિ-પૂર્વપક્ષ)
ઉત્તર –તેઓની ઔદયિકકિયા પણ પરિભાષાથી ક્ષાયિક કહેવાએલી છે. અર્થાત્ એ તેવા તેવા પુણ્યોદયથી થએલી હોવાનું માન્યું ન હોવાથી પુણ્યોદય અકિંચિત્કર થવામાં કઈ આપત્તિ નથી. સામાન્યથી સંસારી જીવની ઔદયિક કિયાએથી બંધાત્મક કાર્ય થાય છે, મોક્ષાત્મક કાર્ય થતું હોતું નથી. જ્યારે કેવળીની સ્થાનાદિ કિયા ઔદયિક ક્રિયાના તેવા બંધાત્મક કાર્યના કારણભૂત બનતી ન હોવાથી, બીજી બાજુ કાર્યભૂત નહિ એવા મોક્ષનું કારણ બનતી હોવાથી ઔદયિક કહેવાતી નથી પણ ક્ષાયિક ચારિત્રાદિની જેમ “ક્ષાયિકી જ કહેવાય છે. કહ્યું છે કે “શ્રી અરિહતે પુણ્ય ફળવાળા જ હોય છે અને તેથી તેના ઉદયના પ્રભાવે થએલ ક્રિયાઓ આમ તે
ઔદયિકી હોય છે છતાં મહાદિ ઉપરજનો અભાવ હોવાના કારણે તન્યવિકારાદિને ન કરતી હોવાથી તે ક્ષાયિક ચારિત્રાદિની જેમ ક્ષાયિકી જ કહેવાય છે.
દિગંબરની આવી-દીર્ઘ શંકાને જવાબ આપતાં ગ્રન્થકાર કહે છે– ” १. पुण्यफला अर्हन्तस्तेषां क्रिया पुनर्हि औदयिकी । मोहादिभिः विरहिता तस्मात्सा क्षायि कीति मता ॥