________________
ર૫૮
અધ્યાત્મમત પરીક્ષા લે. ૯૬
अथ क्षुदादेबलापचायकत्वात् कथमनन्तवीर्याणां तत्संभवः ? इत्याशङ्कयाह
खिज्जइ बल छुहाए. ण य तं जुज्जइ. अणतविरियाण ।
इय. वुत्तंपि ण सुत्त बलविरियाण: जओ भेओ ॥१६॥ : (क्षीयते बल क्षुधया न च तद्युज्यतेऽनन्तवीर्याणाम् । इदमुक्तमपि न सूक्त. बलवीर्ययोर्यतो भेदः ॥१६॥ ઉદાસીન પદાર્થમાં સુધાદિની કારણતા સિદ્ધ ન હોય તેવામાં પણ તેની કલ્પના કરી તેને અભાવ હોવાના કારણે જ કેવળીઓને સુધાદિ દેતા નથી એવું પણ માની શકાય છે. તેથી કેવળીઓને સુધાદિને જે અભાવ અભિપ્રેત છે તે, તે તે પરિણામે રૂપ પ્રતિ બંધક હાજર હોવાના કારણે છે કે તે તે ઉદાસીન કારણ હાજર ન હોવાના કારણે ? એને નિશ્ચાયક હાજર ન હોવાથી વિનિગમના વિરહ થવાની આપત્તિ આવશે. અહીં આ તાત્પર્ય છે કે જે કેવલજ્ઞાનાદિરૂપ પરિણામને પ્રતિબંધક માની તેના કારણે સુધાદિન અભાવ-માનવામાં આવે તે સુધાદિ. પ્રત્યે તાદશ પ્રતિબંધકાભાવને કારણે માનવાનું થવાથી કારણ સામગ્રીમાં “ઉદાસીનને અપ્રવેશ” થાય અને જે કઈ ઉદાસીન હાજર ન હોવાના કારણે સુધાદિને અભાવ માનવામાં આવે તે કારણસામગ્રીમાં “ઉદાસીનને પ્રવેશ થયો કહેવાય. આ બંને ક૯૫નામાં કેઈ પ્રમાણ મળતું ન હોવાથી કોઈ સબળ નથી અને તેથી વિનિગમના વિરહ છે.' <'' પૂર્વપક્ષ –કૈવળીઓ સર્વલબ્ધિસંપન્ન હોય છે તેથી સુધાદિપ્રતિબંધક લબ્ધિ પણ તેઓને હાજર જ હોવાથી સુધાદિ શી રીતે હોય?
- [ઘાતી કર્મક્ષયજન્ય લબ્ધિ પણ શુ—તિબંધક નથી - ઉત્તર૫ક્ષ :-આ વાત તે તેવી શ્રદ્ધા માત્રથી જ માની શકાય એમ છે કે યુક્તિથી નહિ, કેવળીઓને ઘાતી કર્મક્ષયજન્ય લબ્ધિઓ ઉત્પન્ન થઈ હોય છે જ્યારે સુધાદિની પ્રતિબંધક તો વેદનીયકર્મક્ષયજન્ય લબ્ધિ હોય છે જે ભવસ્થકેવળીઓને ન હોવાના કારણે સુધાદિ હોય શકે છે. છેલ્લા:- . .
શકા :-કેવળીઓને વર્યાન્તરાય કર્મના ક્ષયથી અંનતવીર્ય પ્રકટ થયું હોય છે જેમાં પછી કઈ વધઘટ થઈ શકતી નથી. તેઓને બળા પચાયક એવી ક્ષુધા વગેરે શી રીતે હોઈ શકે? આવી આશંકાના ઉત્તરમાં ગ્રન્થકારશ્રી કહે છે
[ અનંતવીર્યની હાજરીમાં પણ બળ હાનિ સંભવિત] 1 ગાથાર્થ –ક્ષુધાથી બળની હાનિ થાય છે. અનંતવીર્યવાળા કેવળીઓને બળહાનિ સંભવિત ન હોવાથી સુધાદિ હોવા પણ અસંગત છે? આવું કહેવું પણ યુક્ત નથી કારણ કે બળ અને વીર્ય જુદા જુદા છે અર્થાત્ અનંતવીર્ય હોવા છતાં બળહાનિ થવામાં કંઈ અજુગતું ન હોવાથી સુધાદિ પણ હોઈ શકે છે. આ
" બળ, શારીરિક શક્તિરૂપ છે અને વીર્ય આંતરિક શક્તિરૂપ છે એ વાત પ્રસિદ્ધ છે. તેથી વીર્યન્તરાય કર્મના ક્ષયથી ઉદ્દભવેલ વીર્ય પણ જ્ઞાનની જેમ સ્વયં જ્ઞાનના વ્યાપારરૂપે ત્રણે ભુવનમાં વ્યાપ્ત થઈ જવા સ્વરૂપ આભ્યન્તર વ્યાપારરૂપ હોય છે.