________________
૨૫૬
અધ્યાત્મમત પરીક્ષા શ્લો ૯૫
.... नन्वास्तामन्यत् , केवलज्ञानमेवौदर्यज्वलनोपतापप्रतिबन्धकमस्त्वित्याहाकायामाह
ण य केवलनाणाई छुहाइपडिबंधगं जिणिंदस्स।
दाहस्सिव मंताई इय जुत्तं तंतजुत्तीए ॥९५॥ " (न च केवलज्ञानादि क्षुधादिप्रतिबन्धक जिनेन्द्रस्य । दाहस्येव मन्त्रादीतियुक्तं तन्त्रयुक्त्या ॥९५॥
દિવાને ક્વલાહાર કેમ નહી? પ્રશ્નોત્તર) કેટલાક પામનું એમ કહેવું છે કે દેવેને પણ વેદનીય કર્મ પુણ્યથી અભિભૂત થયું હોવાના કારણે આપણું જેવી કવલાહાર ચોગ્ય ભૂખ લગાડવામાં સમર્થ હતું નથી તે પ્રબળપુર્યોદયના સ્વામી દેવાધિદેવ નું વેદનીયકર્મ તે શી રીતે સમર્થ હોઈ શકે? પણ આ પામરોને પ્રલાપ પૂર્વોક્ત યુક્તિથી નિરસ્ત જાણુ. દેવને વેદનીયકર્મ અભિભૂત થયું હોય છે એટલા માત્રથી કંઈ કવલાહારગ્ય ભૂખ લગાડવારૂપ વિચિત્ર સ્વકાર્ય કરવામાં અસમર્થ છે એવું નથી, પણ તે ભવની સાથે જ ઉદયમાં આવતાં વિચિત્ર અદષ્ટના કારણે વિશેષ પ્રકારને જઠરાગ્નિ પ્રદીપ્ત કરવામાં ઉપષ્ટભહેતુ બની શકતું ન હોવાના કારણે કવલાહારગ્ય ભૂખ લગાડવામાં અસમર્થ હોય છે. તેથી સુધાતૃષાના જનક તરીકે તેવા પ્રકારની આહારપર્યાપ્તિ અને વેદનીય કમને જ માનવા યુક્ત છે, વેદનીય–કમને “અનભિભૂત એવું વિશેષણ જોડવાની જરૂર નથી અર્થાત તથાવિધ આહારપર્યાપ્તિ અને અનભિભૂત વેદનીય કર્મ સુધાતૃષાજનક છે એવું માનવાની જરૂર નથી કારણ કે એમાં ગૌરવ છે એવું પણ કેટલાક આચાર્ય ભગવંત કહે છે. ૯૪
બીજી વાત જવા દો, કેવલજ્ઞાનને જ જઠરાગ્નિને પ્રદીપ્ત કરવામાં વેદનીયકર્મનું પ્રતિબંધક માની લે ને? આવી કેઈની શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:-જેમ મંત્રાદિ દાહનો પ્રતિબંધ કરે છે એમ શ્રી જિનેન્દ્રોને કેવલજ્ઞાનાદિ જ સુધાદિને પ્રતિબંધ કરે છે એવું માનવું પણ આગમયુક્તિથી યુક્ત લાગતું નથી.
હથેલી અને અગ્નિને સંગ તેવા છતાં જેમ મંત્રાદિથી દાહને પ્રતિબંધ થાય છે તેમ વેદની દયની હાજરીમાં કેવલજ્ઞાનાદિથી સુધાદિન પ્રતિબંધ થાય છે એવું તે કયાંય જોયું નથી કે જેથી મંત્રાદિ જેમ દાહપ્રતિબંધક તરીકે સિદ્ધ થાય છે તેમ કેવલજ્ઞાન પણ સુધાદિપ્રતિબંધક તરીકે સિદ્ધ થાય; વળી જે વસ્તુ દેખી શકાતી નથી તેની આગમાદિ વિના સિદ્ધિ થઈ શકતી નથી તેથી કેવલજ્ઞાનમાં માનેલ અદૃષ્ટ એવું સુધાદિનું પ્રતિબંધકત્વ સિદ્ધ કરવા પણ આગમાદિની જરૂર પડશે. પણ તેવું પ્રતિબંધકત્વ જણાવનાર કેઈ આગમવચનાદિ છે નહિ કે જેનાથી એ સિદ્ધ થાય. . - પૂર્વપક્ષ -અમુક પ્રકારની ઔષધિ લેવામાં આવે તે ભૂખ લાગતી નથી, અર્થાત્ ભૂખ પ્રતિબંધિત થઈ જાય છે એવું જોવા મળે છે. તે પછી કેવળજ્ઞાનમાં પણ એવું ભૂખ પ્રતિબંધકત્વ કેમ ન માનવું ?