________________
કેવલિભક્તિવિચાર
एवं चाज्ञानारतिजन्यदुःखाभावादसातवेदनीयोदयजन्यमेव भगवतां दुःखमवशिष्यत इति तदल्पत्वप्रवादः संगच्छत इत्यनुशास्ति
एत्तोच्चिय बहुदुक्खक्खएण तेर्सि छुहाइवेअणियं ।
णिंबरसलवुव्य पए अप्पंति भणंति समयविऊ ॥१३॥ (अत एव बहुदुःखक्षयेण तेषां क्षुधादिवेदनीयम् । निम्बरसलव इव पयसि अल्ममिति भणन्ति समयविदः ॥९३॥) પણ દેહની અપેક્ષા રાખીને ઉત્પન્ન થવું એને જ અમે દેહગતવ કહીએ છીએ. તેથી વિષયસેવનાદિજન્ય સુખ દેહાપેક્ષ હોવાથી દેહગત તરીકે સિદ્ધ જ છે. અને તેથી જિનનામકર્મજન્ય સુખ દેહાપેક્ષ ન હોવાથી દેહગત નથી, જીવગત જ છે' એવું કથન અયુક્ત નથી.
ઉત્તરપક્ષ - એ વાત પણ બરાબર નથી. જિનનામકર્મજન્ય સુખ પણ ભગવદેહને સાપેક્ષ જ ઉત્પન્ન થતું હોવાથી દેહગત જ છે. તેથી તમારા મતે કેવળીઓને એ સુખ પણ અસંભવિત જ બનશે.
પૂર્વપક્ષ –ઈન્દ્રિય અને વિષયના સંયોગથી નિરપેક્ષ રહીને જે સુખ ઉત્પન્ન થાય તે છવગત કહેવાય અને સાપેક્ષ રીતે જે સુખ ઉત્પન્ન થાય તે દેહગત કહેવાય એવી પરિભાષા કરવાથી એ અસંભવિત રહેશે નહિ.
[ ઔદયિક સુખ-દુઃખ અદ્ધિયક જ હેવાની વ્યાપ્તિ નથી ] ઉત્તરપક્ષ -ઈન્દ્રિય-વિષય સંયોગ નિરપેક્ષ એવું જિનનામકર્મજન્ય સુખ કેવનીઓને ઈન્દ્રિય વિના પણ ઉત્પન્ન થઈ શકે છે એ વાતનો અમે પણ કયાં નિષેધ કરીએ છીએ ? પણ એ જ રીતે ઇન્દ્રિયના વિષયના સંગને નિરપેક્ષ એવા કંટકાદિસંપર્ક જન્ય દુખે તેમજ સુધાદિ દુઃખ પણ કેવળીઓને સંભવી શકે છે એમ તમારે માનવું જ પડશે. દયિક સુખ દુઃખ અયિક જ હોય એવી કંઈ વ્યાપ્તિ નથી કે જેથી ઈન્દ્રિયાભાવ છેવાથી કેવળીઓને સુધાદિરૂપ ઔદયિક દુઃખ ન જ હેય એમ કહી શકાય. ૯રા
[ક્ષુધાદિ દુ:ખ હેવામાં જ દુ:ખાવ૫ત્વપ્રવાદ સંગત ] આમ અજ્ઞાન–અરતિથી થતાં દુઃખોનો અભાવ થયો હોવાથી કેવળીઓને અશાતાવેદનીયોદયજન્ય જ દુ:ખ બાકી રહ્યું હોવાના કારણે “કેવળીઓને દુઃખ અત્યંત અલ્પ હોય છે એવો પ્રવાદ સંગત થાય છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે –
ગાથાથ:-આથી જ = અરતિઅજ્ઞાનજન્ય દુઃખનો અભાવ થયો હોવા છતાં વેદનીયેાદયજન્ય દુખ હાજર હોવાથી જ બહુ દુઃખક્ષય થયો હોવાના કારણે તેઓનું= કેવળીઓનું સુધાદિવેદનીયજન્ય દુઃખ દુધના ઘડામાં લીમડાના રસના બિંદુ જેવું હોય છે એમ શાસ્ત્રજ્ઞ મહાત્માઓ કહે છે.
- રર.