________________
જ્ઞાન-ચારિત્ર પ્રાધાન્યવિચાર
૮૬
___ यदि हि अन्त्यानन्त्यविभागमुक्तातिशयशालिकार्यकत्वतद्विपर्ययविभागं चानात्त्य सामान्यतो द्वयोस्तुल्यवत् कारणत्वमेव जिज्ञासितं, तदा तथैव तत्परिच्छेत्तु प्रमाणमुत्सहते । यदि तु तयोः कारणत्व प्रतिसन्धायापि मुख्यत्वाऽमुख्यत्वजिज्ञासैव प्रवर्तते तदा मुख्यत्वमपि तयोरविशेषेणैव दर्शयन् प्रमाणतां पूरयितुमुत्सहेत, आपेक्षिकयोमुख्यत्वगौणत्वयोई स्वत्वदीर्घत्वयोरिवाविरोधात् । स्यादेतत्-ज्ञानं परिच्छेद एवोपक्षीणं सन्न मोक्षजनकमिति, मैवं, शिबिकावाहकपुरुषयोरिव ज्ञानक्रिययोरेकस्वभावेनाऽसहकारित्वात् , गतिक्रिया नयनचरणयोरिव भिन्नस्वभावतयैव तयोः सहकारित्वात् , प्रकाशगुप्तिविशुद्धयोः स्वभाववैचित्र्य एवानुप्रवेशाद्यસાક્ષાત્ ઉપકારી હોય તે એમ કહી શકાય કે સાક્ષાત્ ઉપકારી એવી ક્રિયા પ્રધાન છે. પણ જે કાર્યો,પત્તિમાં બંને યુગપતુ ઉપકારી છે તો બન્નેને પ્રધાન માનવા જોઈએ એકલા જ્ઞાનને નહિ.” આમ વ્યવહાર મતે જ્ઞાન પણ ઉપકારી હોવાથી પ્રમાણ અને ને તુલ્યબળવાળા તરીકે સ્થાપે છે.
[ ભિન્ન ભિન્ન વિવક્ષાથી બન્નેમાં પ્રધાનતા-ગૌણુતા છે] વળી જે “આ અંત્યકારણ છે, આ અનન્ય એવા વિભાગની વિવક્ષાન અને “અમુક અતિશયશાલી કાર્ય કરનાર છે, બીજે તેવું કાર્ય કરનાર નથી.” એવા વિભાગની વિવક્ષાને પણ અનાદર કરી, સામાન્યથી બને સમાન રીતે કારણ બને છે કે નહિ?
એટલું જ જાણવાની જે ઈચ્છા હોય તે પ્રમાણ પણ તેવો જ બઘ કરાવે છે અર્થાત્ બનેને તુલ્ય કારણ તરીકે જ જણાવે છે. આમ બને કારણ છે એવું જાણ્યા પછી પણ બેમાંથી મુખ્ય કેણ અને ગૌણ કોણ? એવી જિજ્ઞાસા પ્રવર્તતી જ હોય તે પણ પ્રમાણ જ તે બન્નેમાં મુખ્યતા પણ છે અને ગૌણતા પણ છે એવું દર્શાવીને પોતાની પ્રમાણુતાને જાળવી રાખે છે.
શંકા -જ્ઞાન કે ચારિત્ર પિત પોતે જ મુખ્ય અને ગૌણ બન્ને શી રીતે બને ? જે મુખ્ય હોય તેને ગૌણ અને ગૌણ હોય તેને મુખ્ય શી રીતે કહેવાય?
સમાધાન –એની એ જ વસ્તુ એકની અપેક્ષા એ હસ્વ હોવા છતાં બીજાની અપેક્ષાએ દીર્ઘ હોઈ શકે છે અર્થાત્ આપેક્ષિક હોવાથી હસ્વ અને દીર્ઘવ જેમ એક જ વસ્તુમાં વિરોધ વગર રહી શકે છે તેમ મુખ્યત્વ અને ગૌમુત્વ પણ આપેક્ષિક હોવાથી એકત્ર (જ્ઞાનમાં કે ચારિત્રમાં પ્રત્યેકમાં) રહી શકે છે.
શકા :-પરિછેદ કરાવવામાં જ ચરિતાર્થ થઈ જતું જ્ઞાન મેક્ષજનક નથી.
સમાધાન :-પાલખી ઉપાડનાર માણસે એ ઉપાડવામાં જેમ સમાન રીતે વ્યાપાર કરે છે એ રીતે જ્ઞાન અને ક્રિયા કંઈ સમાનસ્વભાવથી એકબીજાના સહકારી નથી. અર્થાત્ તુલ્યસ્વભાવથી ક્રિયાન્વિત થતા નથી કિન્તુ જેમ ગતિક્રિયામાં આંખ અને પગ ભિન્નભિન્ન સ્વભાવથી પરસ્પર સહકારી છે તેમ ભિન્ન ભિન્ન સ્વભાવથી જ સહકારી છે. વ્યાપાર કરે છે. જ્ઞાન પ્રકાશ કરે છે અને ચારિત્ર ગુપ્તિ અને વિશુદ્ધિ કરે છે. આ