________________
૧૭ર
અધ્યાત્મમતપરીક્ષા પ્લે ૬૮
'पारंपरप्पसिद्धी दसणनाणेहि होइ चरणस्स । पारंपरप्पसिद्धी जह होइ तहन्नपाणाणं ॥
[નવનિ૨] इति वचनाच्च ज्ञानस्य क्रियाद्वारेण मोक्षजनकत्वकल्पनात् । न च द्वारेण द्वारिणोऽ न्यथासिद्धिरस्ति, अन्यथा दंडादेरपि चक्रभ्रम्यादिना घटादावन्यथासिद्धिप्रसङ्गात् ।
- अथ चारित्र चारित्रावरणक्षयादेव, न ज्ञानादिति चेत् ? मैव, प्रवृत्तिरूपचारित्रजनकचिकीर्षाया ज्ञानाधीनत्वात् , योगनिरोधस्यापि विशिष्टोपयोगसाध्यत्वाच्च ।।
[જ્ઞાન ગૌણુ, ક્રિયા પ્રધાન-પૂર્વપક્ષ] પૂવપક્ષ :-જ્ઞાન તે ક્રિયા પ્રત્યે જ હેતુ છે, ફળ તો એ ક્રિયાથી જ પ્રાપ્ત થઈ જાય છે તેથી ફળ માટે તો ક્રિયા જ પ્રધાન છે, જ્ઞાન નહિ. “ક્રિયાકાળમાં પણ જ્ઞાન તે હાજર જ હોય છે તેથી એ પણ ફળ પ્રાપ્તિમાં હેતુભૂત છે જ” એવું કહેવું નહિ, કારણ કે ફળ પ્રત્યે જ્ઞાન અન્યથાસિદ્ધ છે. કાર્ય જે વસ્તુ સાથે સ્વતંત્ર રીતે અન્વયવ્યતિરેક ધરાવતું ન હોય, પણ કોઈ બીજાની સાથેના અન્વયવ્યતિરેક દ્વારા જ અવયવ્યતિરેક ધરાવતું હોય તે વસ્તુ તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ હોય છે. જેમકે ઘટાત્મક કાર્ય દંડનારૂપ સાથે સાક્ષાત્ અન્વયવ્યતિરેકને ધરાવતું નથી પણ દંડ સાથે અન્વયવ્યતિરેકને ધરાવતું હોવાના કારણે દંડરૂપ સાથે પણ અન્વયવ્યતિરેકને ધારણ કરે છે તે દંડરૂપ, ઘટપ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય છે. તેમ સિદ્ધિરૂપ કાર્ય પણ જ્ઞાન સાથે સાક્ષાત્ અન્વયવ્યતિરેકને ધારણ કરતું નથી પણ સર્વસંવરાત્મક ક્રિયા સાથે અન્વયવ્યતિરેકને ધારણ કરવા દ્વારા જ્ઞાન સાથે પણ અવયવ્યાતિરેકને ધારણ કરે છે. તેથી જ્ઞાન તે કાર્ય પ્રત્યે અન્યથાસિદ્ધ જ છે.
[જ્ઞાન-ક્રિયા બને તુટ્યુબલી–ઉત્તરપક્ષ] ઉત્તરપક્ષ તમારી વાત બરાબર નથી, કારણ કે “જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ થાય છે એવું આગમ વચન બન્નેને અનન્યથાસિદ્ધ કારણ તરીકે પ્રતિપાદિત કરે છે. આવશ્યકનિયુક્તિમાં પણ કહ્યું છે કે “દર્શનથી જ્ઞાન અને જ્ઞાનથી ચારિત્ર ઉત્પન થાય છે એટલે કે ચારિત્રની ઉત્પત્તિ પરંપરાએ દર્શન–જ્ઞાનથી થાય છે. અન્ન-પાનની ઉત્પત્તિ તપેલી ઈશ્વનાદિની પરંપરાથી થતી હોવાથી જેમ અનાથીને તપેલી વગેરેની અપેક્ષા હોય છે તેમ મોક્ષાથીને પણ દર્શન–જ્ઞાનની અપેક્ષા છે જ અને તેથી દર્શન-જ્ઞાન–ચારિત્ર એ ત્રણે મુખ્ય છે.” આમ જ્ઞાન, ક્રિયાને ઉત્પન્ન કરે છે અને ક્રિયા જ્ઞાનજન્ય એવા મોક્ષને ઉત્પન્ન કરે છે એટલે કે જ્ઞાનને કિયા દ્વારા મોક્ષજનક માન્યું હોવાથી ક્રિયા શાનનું દ્વાર છે. આમ ક્રિયા જ્ઞાનના દ્વાર વ્યાપાર ભૂત હોવાથી કિયા જ્ઞાનને મોક્ષપ્રત્યે અન્યથાસિદ્ધ કરી શક્તી નથી. કારણ કે વ્યાપારથી વ્યાપારી અન્યથાસિદ્ધ મનાય १. पारंपर्यप्रसिद्धिदर्शनशानापां भवति चरणस्य । पारम्पर्यसिद्धिर्यथा भवति तथाऽन्नपानयोः ।