________________
અનેક વર્ષોથી કૃતસાગરમાં મારેલી ડૂબકીના પ્રભાવે અને શાસ્ત્રોના કરેલા પરિ. શીલનના પ્રભાવે તેઓશ્રીની કલમ વણથંભી આગેકૂચ કરતી રહી. એક પછી એક ઉત્તમ, ઉત્તમતર ગ્રંથની રચના થવા માંડી...કર્મસાહિત્ય કે સિદ્ધાન્તઝ, ન્યાય કે કાવ્યગ્રન્થ, અધ્યાત્મ કે યોગગ્રન્થ દરેક પર તેઓશ્રીએ પ્રકાશ પાથરવા માંડ...નવા ગ્રન્થ રચ્યા તે જૂના ગ્રન્થ પર વિવરણે પણ કર્યા...માત્ર તામ્બર માન્યતાના જનમ્ર પર જ તેઓશ્રીએ કલમ ચલાવી છે એવું નથી, દિગંબરેનાવૈદિકેના વગેરે ગ્રન્થ પર પણ વિવરણો લખ્યા છે. આ તેઓશ્રીના ઉદાર અને સારગ્રાહી વ્યક્તિત્વને સૂચવે છે. વળી તેઓશ્રીએ માત્ર વિદ્વજનોને નજરમાં રાખીને સંસ્કૃતપ્રાકૃતમાં જ રચના કરી છે એવું નથી, પણ આમજનતા પર પણ ઉપકાર થાય એ દષ્ટિથી સ્તવન-સઝાય-રાસ-ટબા વગેરેની રચના કરીને ગૂર્જર સાહિત્યને પણ નેધપાત્ર રીતે વિકસિત કર્યું છે. તેઓશ્રીએ ખંડન પણ કર્યું છે, તે અવસરે સમન્વય પણ કર્યો છે...કુમતનું યુક્તિયુક્ત ખંડન કરવાના કારણે તેઓશ્રીના ઘણું દુશ્મને પણ ઊભા થયા હતા. તો પણ નિઃસ્પૃહ અને નીડર બનીને તેઓશ્રીએ ખોટી વાતનો પ્રતિકાર કર્યો છે, સાચી વાતને પ્રકાશિત કરી છે. અને આ રીતે ભવ્ય જીવો પર અચિન્ય ઉપકાર કર્યો છે. તેઓશ્રીની આવી બહુમુખી પ્રતિભાએ તેઓશ્રીને લઘુહરિભદ્ર કૂર્ચાલસરસ્વતી વગેરે બિરુદથી નવાજ્યા હતા.
શ્રી સંઘની આગ્રહભરી વિનંતિથી તે વખતના તપાગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય દેવસૂરિજી મહારાજે શ્રી યશોવિજય મ. સા.ને ઉપાધ્યાય પદે સ્થાપિત કરવાની અનુજ્ઞા આપી. શ્રી યશોવિજયજીએ પણ જ્ઞાન-ધ્યાનની સાથે વિશસ્થાનક તપની આરાધના કરી. વિ. સં. ૧૭૧૮ માં ઉપાધ્યાય પદથી અલંકૃત બન્યા. આચાર્ય પદને તેઓશ્રીએ સ્વયં ઈન્કાર કર્યો હતે એવો પ્રઘોષ છે.
- જ્ઞાનઘન એવા પૂજ્ય ઉપાધ્યાયજીને જ્યારે મહાયોગી આનંદઘનમહારાજને ભેટ થયો ત્યારે બે મહાપુરુષનું મિલન કેવું સુભગ હોય છે એનું દુનિયાને દર્શન થયું હતું. પૂજ્ય ઉપાધ્યાયજીએ અગાધ જ્ઞાન સાગરનું મંથન કરીને મેળવેલા ગુણાનુરાગરૂપી અમૃતનો રસાસ્વાદ તો તેઓ શ્રીમદે “આનંદઘન અષ્ટપદીની જે રચના કરી છે તેમાંથી હેજે દેખાઈ આવે છે. અગાધજ્ઞાન સાગરના અને અપૂર્વ તર્કશકિતના માલિક હેવા છતાં તેઓશ્રી કેટલાં ભવભીરુ અને પાપભીરુ હતાં. તેમજ તેઓશ્રી શાસ્ત્રોને કેટલાં વફાદાર હતાં તે, તેઓશ્રી ગ્રંથમાં “વિ યુ ચત્ર વઢવામ” “મણું નામનિવે.” “ચિત્ર તુ વકતા પુત્ર પ્રમાણમ્' ઇત્યાદિ જે ઉલલેખ મળે છે તેના પરથી સુજ્ઞજનોને હેજે સમજાય છે. - વડેદરાની નજીક ઉભેઈ (દર્ભાવતી) નગરીમાં તેઓ શ્રીમદ વિ. સં. ૧૭૪૩ નું ચાતુર્માસ કર્યું. અને ત્યાં જ અનશન કરીને પંડિતમરણ સાધ્યું હતું. આજે પણ ત્યાં તેઓશ્રીનું સમાધિમંદિર સ્પર્શન કરવા આવતા ભવ્યાત્માઓને જૈનશાસ્ત્રોના પવિત્ર ગિામને સુણાવી રહ્યું છે.