________________
[વિકાસના પંથે. બન્ને જણા ગુરુસેવા, જ્ઞાનાભ્યાસ અને સંયમની સાધનામાં મસ્ત બની ગયા. યશોવિજયજીનું જ્ઞાન દિન દગુણ રાત ચૌગુણા” એ ન્યાયે વધવા માંડયું. વિ સં. ૧૬૯માં અમદાવાદ પધાર્યા, જાહેરમાં જનતાને અપૂર્વ સ્મૃતિ પ્રતિભા પરિચય આપતા અવધાનના પ્રયોગો કરી બતાવ્યા. આવી તેજસ્વી પ્રતિભા જોઈને શ્રેષ્ઠી અગ્રણી ધનજી સુરા પ્રભાવિત થયા. શ્રી નયવિજયજી પાસે આવીને વિનંતિ કરી કે “ગુરુદેવ! યશોવિજયજી સુગ્ય પાત્ર છે, બુદ્ધિશાળી છે અને ગુણવાન છે. એમને કાશી મોકલી દર્શન વગેરેને અભ્યાસ કરાવે. સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા. તથા કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મ. સા ની ઝાંખી કરાવશે. કાશી મોકલવામાં અને અધ્યયન કરાવવાને જે ખર્ચ થાય તેને મને લાભ આપો. મારી સંપત્તિનો સદુપયોગ થશે.” અને એક દિવસ કાશીમાં ષડ્રદર્શનના પ્રકાંડ વેત્તા ભટ્ટાચાર્ય પાસે અધ્યયન શરૂ થયું. છએ દર્શનના તલસ્પર્શી જ્ઞાન સાથે સ્યાદ્વાદશૈલીથી તે બધાનું બારીક નિરીક્ષણ પણ ચાલું હતું. તત્વચિન્તામણિ જેવા ન્યાયના મૂર્ધન્યગ્રન્થનું અવગાહન એક બાજુ કર્યું તે બીજી બાજુ જટિલતપરંપરાઓથી ભરેલા બૌદ્ધગ્રન્થને પણ મગજમાં સ્થિર કરી દીધા. સાંખ્ય-ગ-મીમાંસા-વેદાંત વગેરે કેઈ દર્શન ગ્રન્થને અણસ્પર્ચો ન રાખ્યો.
શ્રી વિનયવિજયજી મ. સા. સાથે ભાગીદારીમાં તેઓશ્રીએ એક રાત્રીમાં ન્યાયદર્શનને ૧૨૦૦ શ્લોક પ્રમાણ મૂર્ધન્યગ્રન્થ કંઠસ્થ કરી દીધું હતું એવી લોકોક્તિ છે. -
[બિરૂદેની હારમાળા] - વાદ-વિવાદના એ જમાનામાં એક વિદ્વાન સંન્યાસીએ કાશી આવીને વિદ્વાનોને વાદ કરવાને પડકાર ફેંકો. જ્યારે કેઈ જૈનેતર પંડિત તૈયાર ન થયો ત્યારે શ્રી યશો. વિજયજીએ તે સંન્યાસીને હરાવ્યો. સ્યાદવાદનો વિજયધ્વજ લહેરાયો. વિદ્વાનની સભા ચકિત થઈ ગઈ. બધા વિદ્વાનોએ અને લોકોએ ભેગા થઈને “ન્યાયવિશારદ' બિરુદ આપ્યું. એ પછી તેઓશ્રીને “ન્યાયાચાર્યનું બિરુદ પણ મળ્યું હતું. કાશીમાં વિદ્યાભ્યાસ દરમ્યાન તેઓશ્રી ગંગાના કિનારે “શું” કારના જાપથી સરસ્વતી દેવીની સાધના કરી સરસ્વતી માતાની કૃપા પ્રાપ્ત કરી હતી. કાશીમાં ત્રણ વર્ષ વીતાવ્યા પછી આગ્રામાં આવીને એક વિદ્વાન પંડિત પાસે વિવિધ શાસ્ત્રો અને દર્શનને સંગીન અભ્યાસ કર્યો. એ પછી ત્યાંથી અનેક સ્થળે વાદોમાં વિજય મેળવતા મેળવતા તેઓ અમદાવાદ પધાર્યા. ન્યાયવિશારદની પદવીની પ્રાપ્તિના કારણે અને અનેક વાદવિજયના કારણે તેઓશ્રીની પધરામણી કરતાં પણ ઘણું જ વહેલી તેઓશ્રીની યશગાથા તે અમદાવાદ આવી જ ગઈ હતી. દર્શન-વંદનસત્સંગ-શ્રવણ આદિ કરવા માટે બધા જ આતુર હતા. બધાએ ભવ્ય નગર પ્રવેશ કરાવ્યો. નાગોરી ધર્મશાળામાં તેઓશ્રીની પધરામણી થઈ. ગુજરાતના સુબા મહાબતખાને પણ પ્રશંસા સાંભળી હતી. તેમના નિમંત્રણથી શ્રીયશોવિજયજીએ ૧૮ વાર અદભૂત અવધાને કરી દેખાડયાં. સૂબે ખૂબ જ પ્રસન્ન અને પ્રભાવિત બન્યો. જૈનશાસનને જય જયકાર થયો.