________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
૧૨૯ परे त्वाहु :- क्वचिद्विक्रयप्रागभावविशिष्टः क्रयविनाशः क्वचिदानादिप्रागभावविशिष्टः प्रतिग्रहध्वंसश्चेत्येवमननुगत स्वत्व वाच्यम् , दानादिप्रागभावविशिष्टाः प्रतिग्रहादिध्वंसा अतिरिक्तस्वत्वत्वेनानुगता वा तथेति । केचित्तु-"स्वत्वमतिरिक्तमेव, अन्यस्य दुर्वचत्वात् , प्रतिग्रहादीनां चैकशक्तिमत्तयानुगतानां तद्धेतुत्वात्" इत्याहुः-तदसत्, उक्तेनैवोपपत्तावतिरेककल्पनाया अन्याय्यत्वादिति दिग् ॥५३॥ છે તે વ્યવહારને આશ્રીને, કારણ કે તે અબાધિત વ્યવહાર પ્રસિદ્ધ છે. અહીં સ્વભેગ યોગ્ય વસ્તુ વિશે જ મારાપણાને અને બીજાના ભોગને યોગ્ય વસ્તુવિશે જ પારકાપણાને વ્યવહાર એ જ અબાધિત જાણો. એમાં યોગ્ય શબ્દ જોડક્યો હોવાથી, “સ્વભાગ યોગ્ય = ધર્મને વિરોધી ન હોય એવા સ્વભોગનું સાધન' એવો એનો અર્થ અભિપ્રેત હોવાથી બીજાની ચીજ વાપરનારા ચાર વગેરે ને તે વસ્તુઓ સ્વભોગનું સાધન હોવા છતાં તેમાં “સ્વત્વને વ્યવહાર કરવારૂપ અતિપ્રસંગ આવશે નહિ. કારણ કે ચોરાદિથી થતો તે ભોગ ધર્મવિરુદ્ધ છે, અવિરુદ્ધ નહિ.
શકા –સામાન્યથી ગૃહસ્થ જે સ્વદ્રવ્યના ભેગાદિ કરે છે તે દ્રવ્યોને શરીર રૂપે ધારણ કરનાર જીવોએ તો તે આપ્યા હોતા નથી. તેથી એ દ્રવ્ય જીવઅદત્તરૂપ હોવાના કારણે તેના ભોગાદિ ધર્મ વિરુદ્ધ જ થશે, અવિરુદ્ધ નહીં. તેથી એ દ્રવ્યમાં સ્વભેગયોગ્યત્વ ન હોવાથી “સ્વત્વને વ્યવહાર કરી શકાશે નહિ.
સમાધાન :-અહીં ધર્મ એટલે સ્થલચારીને ત્યાગ વગેરે જ લેવાના છે. એવા ધર્મથી તે તમે કહેલા ભોગ પણ અવિરુદ્ધ જ હોવાથી એમાં સ્વત્વવ્યવહાર અનુપપન્ન નથી. અને તેથી જ અન્યાયથી મેળવેલ ધનાદિવિશે ક્યાંક સ્વત્વને-મારાપણાને વ્યવહાર થતો હોય તે તે બેટ છે. અર્થાત્ તે ધનાદિમાં સ્વત્વ નથી પણ પરત્વ હાઈ સ્વત્વ માનવું તે ભ્રમ છે.
શંકા :-છતાં જે વસ્તુ પોતે હજુ ભવિષ્યમાં ખરીદવાનું છે તે વસ્તુ ધર્મને અવિરોધી એવા પોતાના ભવિષ્યકાલીન ભેગના સાધનભૂત હોવાથી ખરીદી ન હોય ત્યારે પણ સ્વત્વવ્યવહારને વિષય બનવાની આપત્તિ ઊભી જ છે. એમ પિતાની વસ્તુ વેચ્યા પછી પણ એક વખતના પિતાના ધર્મને અવિરોધી ભોગના સાધનભૂત હોવાથી સ્વત્વવ્યવહાર વિષય બનવાની આપત્તિ પણ ઊભી જ છે.
સમાધાન :- એ આપત્તિઓ પણ આવતી નથી કારણ કે તે તે વસ્તુમાં જે સ્વરૂપે ધર્મને અવિરોધી ભોગસાધનતા હોય તે સ્વરૂપથી જ અહીં “સ્વત્વ' વિવક્ષિત છે. તેથી તે તે વસ્તુમાં ધર્મ અવિરોધી ભેગસાધનતા કતત્વ અને અવિકતત્વરૂપે જ રહી હોવાથી એ કીતત્વ અને અવિકતત્વ જ સ્વાત્મક છે. ખરીદ્યા પહેલાં કે વેચ્યા પછી ભાવી ભેગવિષયતા કે અતીત ભેગવિષયતા હોવા છતાં આવું સ્વત્વ ન હોવાથી કેઈ આપત્તિ રહેતી નથી, પ ૧૭.