________________
૧૨૨
અધ્યાત્મમતપરીક્ષા લે. ૪૫-૪૬-૪૭ અથી તેમાં પણ પ્રવૃત્તિ કરે જ છે તેમ દ્રવ્યદાનાદિ પણ પુણ્ય સંચયમાં હેતુભૂત ન હોવા છતાં પ્રયોજક હોવાથી તેમાં પ્રવૃત્તિ અનુ૫૫ન્ન નથી. વળી તંદુલયણાદિ લેવા છતાં ચોખાને રાંધે નહિ તે તૃપ્તિ આદિરૂપ કાર્ય થતું નથી અને ખેડૂત વગેરેને તંદુલકયણ ન હોવા છતાં અન્ય રીતે તંદુભપ્રાપ્તિ થવા દ્વારા તૃપ્તિ રૂપ કાર્ય થઈ જાય છે તેથી જણાય છે કે પ્રાજક હવા માત્રથી કાર્ય અવશ્ય થાય જ એવો નિયમ નહિ, તેમ જ પ્રયોજક ન હોય તે પણ અન્ય રીતે કારણ સામગ્રી સંપન્ન થઈ જાય તે કાર્ય થાય છે. તેથી પ્રસ્તુતમાં પણ પુણ્ય સંચય પ્રત્યે કારણ તે શુભભાવો જ છે, દ્રવ્યદાનાદિ તે પ્રાજક જ છે. દ્રવ્યદાનાદિથી તે શુભભાવે રૂપ કારણ સંપન્ન થઈ પુણ્યસંચયાત્મક કાર્ય થાય છે. પણ કયારેક દ્રવ્યદાનાદિરૂપ પ્રાજક હોવા છતાં શુભભાવાત્મક કારણ સંપન્ન ન થવાથી કાર્ય ન પણ થાય એવું બને છે, જેમકે અભિનવ શ્રેષ્ઠીને બન્યું હતું. અને કયારેક દ્રવ્યદાનાદિ રૂપ પ્રયોજક ન હોવા છતાં અન્ય રીતે શુભભાવાત્મક કારણ સામગ્રી સંપન્ન થઈ જાય તો પુણ્ય સંચય રૂ૫ કાર્ય થઈ પણ જાય છે જેમકે જીરણ શેઠને તે પુણ્ય સંચય થઈ ગયો.
શંકા-દંડ ઘટ પ્રત્યે હેતુ નથી એવું તમારું કથન લોકવ્યવહારના અપલાપ જેવું છે કારણ કે તેમાં દંડ, ઘટના હેતુ તરીકે પ્રસિદ્ધ છે. એ જ રીતે દ્રવ્યદાનાદિ પણ પુણ્યસંચયહેતુ તરીકે પ્રસિદ્ધ હોવાથી એને હેતુ ન કહે એ પણ લોકવ્યવહારને અપલાપ કરવા જેવું છે.
સમાધાન :-લોકવ્યવહારને અનુસરીને દ્રવ્યદાનાદિને હેતુ માનવા હૈય તે, છરણશ્રેષ્ઠિ આદિને જે દ્રવ્યદાનાદિ વિના જ પુણ્ય સંપ્રાપ્તિ થઈ તે દ્રવ્યદાન સહિત ભાવજન્ય પુણ્ય સંપ્રાપ્તિની જેમ પુણ્ય સામાન્યની અવાક્તર જાતિ જ માનવી. અર્થાત્ એને પ્રાપ્ત થનાર પુણ્ય સંપત્તિ એવી જાતની હતી કે જે દ્રવ્યદાનાદિ વિના પણ ઉપન થઈ શકે. જેમ તૃણુજન્ય અગ્નિ એ અગ્નિની એવી અવાનર જાતિ છે કે જે તૃણથી જ ઉત્પન્ન થાય, કાષ્ઠાદિથી નહિ, અને તેથી એવા અગ્નિ પ્રત્યે કાષ્ઠાદિ હેતુભૂત નથી તેમ જ શ્રેષ્ઠીને થએલ વિલક્ષણજાતીય પુણ્યસંપત્તિ અંગે “દ્રવ્યદાનાદિ તે હેતુભૂત જ ન હોવાથી એ વિના પણ તેવી પુણ્યસંપ્રાપ્તિ થઈ જવામાં દ્રવ્યદાનાદિ રૂપ બહિરંગ કારણ પોતાના કાર્ય પ્રત્યે નિયતાપેક્ષ નથી એવું કહેવું યુક્ત નથી. વળી, - બાહ્ય સામગ્રીરૂપ દ્રવ્યદાનાદિ સામાન્યતઃ હેતુભૂત હોવાથી જ “એ બહિરંગ કારણે એકાતિક અને આત્યંતિક હોતા નથી અને તેથી જ દ્રવ્યથી કારણ કહેવાય છે” એવું વચન સંગત થાય છે. જે સામાન્યતઃ હેતુતા પણ ન હોય (એટલે કે એ અવશ્ય કાર્ય કરી જ આપે. અથવા સર્વત્ર કાર્ય પૂર્વે એ અવશ્ય હોય જ એવું ન હોવા છતાં હાજર હોય તે હેતુભૂત બને પણ ખરે–આ હેતુ સામાન્યતઃ હેતુ કહેવાય છે) તે તે કયારેય કાર્ય સંપાદક જ ન હોવાથી “એકાન્તિક ન હોવાથી”...વગેરે કહેવાને સંભવ જ ન રહેવાને કારણે એ વચન અસંગત થાય.