________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧ર૧ પામેલ (મધુરરસથી વિપરીત) કટુકરસ વગેરે રૂ૫ દષ્ટ વસ્તુની પણ સહાય લે છે. એને એજ હેતુ જુદા જુદા વ્યાપારથી જુદા જુદા કાર્યનો હેતુ બને છે. જેમ કે દંડાત્મક એક જ કારણ ચક્રભ્રમણ દ્વારા ઘટેસ્પત્તિમાં અને પ્રહારદ્વારા ઘટનાશમાં હેતુ બને છે. તેથી દુગ્ધપાનાદિ રૂ૫ એને એ જ હેતુ શુભ કે અશુભ અષ્ટથી થયેલ મધુર કે તિક્તરસના ઉબેધ વગેરે રૂ૫ દુષ્ટ દ્વારા જ સુખ કે દુઃખ બન્નેને હેતુ બને છે. આનાથી એ પણ ફલિત થાય છે કે અદષ્ટ, દુષ્ટકારણનું સંપાદન કર્યા વિના સાક્ષાત જ કંઈ ભેગ (સુખ કે દુઃખ) ને ઉત્પન્ન કરતું નથી કે જેથી એ એકાતે બળવાન
બને.
શંકા ફળ માટે દષ્ટકારનું સંપાદન કરી આપવું એ જ અદષ્ટનું બળવાનપણું છે.
સમાધાન –આવું કહેવું અયુક્ત છે કારણ કે તે અદષ્ટનું સંપાદન પણ પૂર્વની તે તે ક્રિયાથી થયું હોવાથી બાહ્ય હેતુમાં અદષ્ટસંપાદકત્વ હોવાના કારણે એ પણ બળવાન છે જ.
[ બહિરંગહેતુને પણ ફળ સાથે નિયત રોગ છે.] - શંકા :-આવશ્ય ફળ આપવું જ” એ ફળ સાથે બાહ્ય હેતુને નિયત ચોગ નથી જ્યારે અંતરંગહેતુને નિયતાગ છે તેથી આ નિયતાગ જ એનું બળ છે.
સમાધાન બાહ્ય હેતુને નિયત યોગ નથી એ વાત અસિદ્ધ હેવાથી તમારી વાત અયુક્ત છે. ઘટાધિરૂપ કાર્ય થવામાં કુંભારનું એકલું અદષ્ટ જ નિયત અપેક્ષાવાળું છે (અવશ્ય અપેક્ષિત છે) એવું નથી કિન્તુ મૃપિંડારિરૂપ બાહ્ય હેતુઓ પણ નિયતઅપેક્ષાવાળા છે જ.
શંકા –પણ છરણશેઠે દ્રવ્યદાન કર્યું ન હોવા છતાં ભાવદાનાદિથી જ વિશિષ્ટ પુણ્ય સંપત્તિ તેમને પ્રાપ્ત થઈ ગઈ, જ્યારે અભિનવ શ્રેષ્ઠીએ દ્રવ્યદાન કર્યું હોવા છતાં ભાવદાન ન હોવાથી વિશિષ્ટ પુણ્યસંપત્તિ થઈ નહિ તેથી જણાય છે કે અંતરંગ હેતુ અવશ્ય ફળ આપે છે જ્યારે બહિરંગ હેતુ અવશ્ય ફળ આપે જ એ નિયમ નથી.
સમાધાન –જેમ ઘટાદિ પ્રત્યે દંડાદિ હેતુ નથી તેમ પુણ્યસંપત્તિ આરિરૂપ કાર્ય પ્રત્યે દ્રવ્યદાનાદિ હેતુભૂત નથી તેથી એ અવશ્ય કાર્ય કરે જ એવું ન લેવામાં પણ કઈ વાંધો નથી.
શંકા -જે દ્રવ્યદાનાદિને પુણ્યપ્રાપ્તિ પ્રત્યે અકારણ કહેશે તે તે કઈ દાનાદિમાં પ્રવૃત્તિ જ કરશે નહિ એવી આપત્તિ આવશે.
સમાધાન -જેમ તૃપ્તિ માટે દાળ-ભાતનું ભેજન વગેરે કારણભૂત છે, ચાખાની ખરીદી વગેરે નહિ, છતાં ચોખાની ખરીદી વગેરે તૃપ્તિના પ્રયોજક હોવાથી તૃપ્તિને