________________
અધ્યાત્મમત પરીક્ષા થ્ય. ૩૪ સમાધાન –એકનું એક કારણ પણ તે તે વિચિત્ર સહકારીઓ સાથે સંબંધ કરે તે જ તે તે વિચિત્ર કાર્ય ઉત્પન્ન કરી શકે છે, એ વિના નહિ. આ સંબંધ પણ તે કારણના સ્વભાવમાં અન્તભૂત જ છે. તેથી ચોખાને મીઠારૂપ સહકારી સાથેનો સંબંધ, સાકરરૂપ સહકારી સાથેના સંબંધથી વિચિત્ર=ભિન્ન માનવાને હોય તો તે સંબંધરૂપ તેના સ્વભાવને પણ વિચિત્ર માનવે જ પડશે, અને તેથી સ્વભાવચિત્ર્ય પણ આવશ્યક જ છે.
આમ એની એ જ વસ્તુમાં ભિન્ન ભિન્ન સંબંધરૂપ સ્વભાવવૈચિત્ર્ય પણ હોવાથી જ દ્રવ્ય નિત્ય હોવા છતાં, ક્ષણિક પરિણામે સાથે વેગ (સંબંધો પણ કર્થ ચિહ્ન તેના સ્વભાવરૂપ જ હોવાથી પિતે પણ કથંચિત્ ક્ષણિક (અનિત્ય) હોવાનું સંગત થાય છે. અર્થાત્ તેના તે જ દ્રવ્યો નિત્યત્વ અને ક્ષણિકત્વના તાણાવાણાથી વણાયેલા સ્વભાવવાળા છે એ વાત યુક્ત ઠરે છે.
[વિચિત્ર સહકારી સંબંધ સ્વભાવભૂત છે] વળી વિચિત્ર સહકારી સંબંધ પણ તેને તેવા તેવા સ્વભાવમાં અન્તભૂત જ છે એવું માનવાથી નીચેની આપત્તિઓ પણ આવશે નહિ. - વ્યાખકાર્યની સામગ્રીમાં વ્યાપકકાર્ય સામગ્રી અંતભૂત જ હોય છે. જેમકે જરીયુક્તપટ એ વ્યાપ્ય કાર્ય છે અને સામાન્યપટ એ વ્યાપકકાર્ય છે જરીયુક્ત પટની જે જરી સહિતના તંતુ વગેરે રૂપ સામગ્રી છે તેનાથી સામાન્ય પટાત્મક વ્યાપક કાર્ય તે બની જ શકે છે. તેથી જણાય છે કે વ્યાખકાર્યની સામગ્રીમાં વ્યાપકકાર્યની સામગ્રી તે અંતભૂત જ હોય છે. અર્થાત્ વ્યાણકાર્યની સામગ્રી વ્યાપ્ય હોય છે, અને વ્યાપકકાર્યની સામગ્રી વ્યાપક હોય છે. શિંશપારૂપ કાર્યવ્યાપક છે અને કંપ (=પાંદડા હાલવા વગેરે) યુક્ત શિંશપ એ વ્યાખ્યકાર્ય છે. તેથી કંપવિશિષ્ટ શિંશ પારૂપ કાર્યની સામગ્રીમાં શિંશપ + નોદનાદિસંગ આવશ્યક છે. આ મેદનાદિ સંયોગ જો શિંશાના સ્વભાવભૂત હશે તે શિંશપામાં જ રહેનારા માનવા પડશે. (કારણ કે જે જેના સ્વભાવરૂપ હોય તે તેમાં જ રહે, અન્યત્ર નહિ, જેમકે અગ્નિની ઉષ્ણતા) તેથી એ નોદિનાદિસંયોગ શિંશપાભિન્નમાં રહેતા ન હોવાથી પલાશાદિમાં કં૫રૂપ કાર્ય ઉત્પન્ન કરી શકશે નહિ. આ આપત્તિ ન આવે એ માટે જે એ રોદનાદિસંગ શિંશપાનાં સ્વભાવભૂત નથી પણ સહકારી છે એવું માનશે તે શિંશપામાં તે. સહકારીના સાંનિધ્યથી પણ કેઈ વિશેષતા થઈ નથી એવું માન્યું કહેવાશે, અને એનાથી એવી આપત્તિ ફલિત થશે કે સહકારી સંનિધાન રહિતની જેવી શિંશા હતી તેવી જ શિંશપાથી ચલસ્વભાવતારૂપ કાર્ય થયું. પણ આ આપત્તિ વિચિત્રસહકારી સંબંધ તે તેના સ્વભાવભૂત જ છે એવું માનવાથી પરાસ્ત થાય છે.