________________
૧૧૨
અધ્યાત્મમત પરીક્ષા પ્લે, ૪૪
न चैव कार्योपधायकत्वानुपधायकत्वलक्षणविरुद्धधर्माध्यासाद्धेतुभङ्गप्रसङ्गः, कालभेदे. नैकत्र भावाभावयोरविरूद्धत्वात् , क्षणिकत्वस्य स्वप्नेऽप्यप्रतीतेः । एतेन वर्तमानत्वाऽवर्तमानत्वलक्षणविरुद्धधर्माध्यासोऽपि निरस्तः,सदसत्सम्बन्धस्य ज्ञानादावविरोधदर्शनात, प्रत्ययक्रमगैवैकत्वा (? स्या) नेकक्षणसंबन्धक्रमसंभवादिति । ___सङ्गहनयात्तु-अङ्कुरत्वाद्यवच्छिन्न प्रति बीजत्वादिना हेतुत्व', अतः कार्यस्य कारणस्य वा नैकजातीयत्वमाकस्मिक, न वा यतः कुतश्चिदेव भवतः सर्वस्यैकजातीयत्व सर्वजातीयत्व वा, नाप्यन्यूनानतिरिक्तस्यैव दहनहेतोरदहनहेतुत्वे ततो भवन्नयना (१ यम) दहनो वा स्यादु. भयात्मको वा स्यादिति दूषणावकाशो । વત્ત્વ સ્વભાવ એ તે તે કારણમાં તે તે કાર્યના કારણે બનવાની યેગ્યતા રૂપ છે અને જ્યારે સહકારીઓનું સંનિધાન થાય છે ત્યારે તેમાં કાર્યો પધાયકત્વ સ્વભાવ ઊભે થાય છે જે ઉત્તર ક્ષણમાં કાર્યોત્પાદ કરે છે.
શકા – આનો અર્થ એ થશે કે પહેલાં એમાં કાર્યાનુપધાયકત્વ હતું અને પછી કાર્યો પધાયકત્વ આવ્યું. આ બે ધર્મો પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે એકત્ર રહેતા નથી. જેમ ઉષ્ણત્વ અને શીતત્વ વિરુદ્ધ હોવાથી અગ્નિ અને જળ જુદી જુદી વસ્તુમાં જ રહે છે, એકત્ર નહિ. તેમ કાર્યો પધાયકત્વ અને કાર્યાનુપધાયકત્વ એ બે વિરુદ્ધ ધર્મોના આધાર તરીકે અભિમત મૃપિંડાદિને એક અખંડ વસ્તુ મનાય નહિ. પણ બે ભિન્ન ભિન્ન વસ્તુઓ જ માનવી જોઈએ. એટલે કે કાર્યાનુપધાયક મૃપિંડાદિ જુદા છે અને કાર્યપધાયક (ચરમક્ષણભાવી) મૃપિંડાદિ જુદા છે. તેથી હકીકતમાં તે ચરમાણુ જ કાર્યોત્પાદ કરનારી હોવાથી એને જ કારણ માનવી યુક્ત છે. તેનાથી ભિન્ન એવી પૂર્વ ક્ષણેને તે તેઓ કાર્યાનુપધાયક હોવાથી કારણ માની શકાય જ નહિ. તેમજ ચરમક્ષણ તે કઈ સહકારી ન હોય તો પણ પોતાના કાર્યો પધાયકત્વ સ્વભાવથી જ કાર્યોત્પાદ કરતી હોવાથી “તે સ્વભાવથી જ કાર્ય કરે છે એ વાત યુક્ત કેમ ન કહેવાય?
સમાધાન – પરસ્પર વિરુદ્ધ એવા પણ ઘટ અને ઘટાભાવ જેમ ભૂતલાદિરૂપ એક અધિકરણમાં પણ ભિન્ન-ભિન્ન કાળે રહી શકે છે અને તે બેને રાખનાર ભૂતલ કંઈ એટલા માત્રથી જ ભાંગીને (નાશ પામીને નવું ઉત્પન્ન થવા રૂપે) જુદું જુદું થઈ જતું નથી. તેમ પ્રસ્તુતમાં પણ તેને તે જ મૃપિંડાદિમાં ભિન્ન ભિન્ન કાળે કાર્યો. પધાયકવને અભાવ કે ભાવ હોવામાં કે વિરોધ ન હોવાથી કાર્યો પધાયકવ અને કાર્યાનુપધાયકત્વ સ્વભાવવાળા મૃપિંડ જુદા જુદા હોવા સિદ્ધ થતા નથી અને તેથી એક જ છે. તેથી જે મૃપિંડ ઘટત્પત્તિ કરે છે. એ જ પૂર્વે પણ હાજર હોવાથી એ હેતુભૂત છે જ, તેથી માત્ર ચમક્ષણને હેતુ માનવી યુક્ત નથી.