________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
૧૧૩ શંકા – પણ વસ્તુઓ તે ક્ષણિક હોવાથી એક જ વસ્તુ જુદા જુદા કાળે રહેતી જ નથી તે ભિન્ન ભિન કાળે વિરુદ્ધ ધર્મો પણ તેમાં એકત્ર રહી શકે છે 'એવું શી રીતે માની શકાય?
સમાધાન – વસ્તુની ક્ષણિકતા સ્વપ્નમાં પણ દેખાતી ન હોવાથી માની શકાતી નથી. એમ વસ્તુ અક્ષણિક હોઈ ભિન્ન ભિન્ન કાળે વિરુદ્ધ ધર્મો પણ તેમાં રહેવામાં કોઈ વાંધો નથી. તદુપરાંત ભિન્ન ભિન્ન કાળે વિરુદ્ધ ધર્મો પણ એકત્ર રહી શકે છે એવું પ્રતિપાદન કરવા દ્વારા “વર્તમાન––અવર્તમાનવ (અતીતવ-અનાગતત્વરૂપ) રુપ વિરુદ્ધ ધર્માધ્યાસની આપત્તિ વસ્તુને અક્ષણિક માનવામાં આવે છે – એવી ક્ષણિકવાદીની શંકા પણ નિરસ્ત જાણવી. અર્થાત્ જે અક્ષણિક વસ્તુ વર્તમાન છે એ જ જે પૂર્વે પણ હતી અને ભવિષ્યમાં પણ રહેવાની છે એવું હોય તે તેમાં વર્તમાનત્વ અને અવ7 માનત્વ (અતીતત્વ કે અનાગતત્વ)રૂપ વિરુદ્ધ ધર્મો માનવાની આપત્તિ આવશે એવી ક્ષણિકવાદીની શંકા નિરસ્ત જાણવી. કારણ કે કાલભેદે વિરુદ્ધ ધર્મો એક સ્થાને રહી શકે છે. વળી “આ તે જ છે' એવું જે પ્રત્યભિજ્ઞાન થાય છે. તેમાં “આ” અંશથી સામે રહેલા વર્તમાન પદાર્થનો પરામર્શ છે અને “તે અંશથી અતીત પદાર્થને પરામર્શ છે. આમ એક જ જ્ઞાનાદિ રૂપે એક વસ્તુમાં સત્ (વત્તમાન) અને અસત (અવમાની વસ્તુને સંબંધ હોવાનું દેખાય જ છે. તે એ જ, રીતે મૃપિંડારિરૂપ એક વસ્તુમાં પણ અવર્તમાનત્વ અને વર્તમાનત્વ રૂપ ઉભયધર્મો હવામાં કઈ વાંધો નથી.
શંકા – જ્ઞાનાદિમાં જેમ એક જ કાળે સત્ (= વર્તમાનક્ષણ) અને અસત (= અવર્તમાન અતીતાદિ ક્ષણે) નો સંબંધ દેખાય છે અને તેથી તે ત્યાં મનાય છે તેમ ઘટાદિ એક જ પદાર્થને જે દરેક ક્ષણ સાથે સંબંધ થતું હોય તે તે એક જ કાળે કેમ થઈ જતો નથી ?
સમાધાન :- તે તે ક્ષણરૂપ પ્રત્યય (= કારણ) ક્રમશઃ જ પ્રાપ્ત થતું હોવાથી એક જ પદાર્થના તે તે ક્ષણે સાથેના સંબંધ રૂપ કાર્યો પણ ક્રમશઃ જ થાય છે, એક કાળે નહિ.
સ્વભાવવાદ અને હેતુવાદના પ્રતિપાદનમાં ક્રમશઃ સૂક્ષમઋજુસૂત્ર નય અને વ્યવહાર નયના વક્તવ્ય પછી સંગ્રહનયને મત રજુ કરાય છે–
સંગ્રહનય - આ નય સામાન્યગ્રાહી હોવાથી અંકુર સામાન્ય પ્રત્યે બીજત્વરૂપે બીજને હેતુ માને છે. આ રીતે સજાતીયકારણથી સજાતીય કાર્ય થવા રૂપ કાર્યકારણ ભાવ માનવાથી સમાન કારણથી થતા કાર્યોનું એક જાતીયત્વ પણ આકસ્મિક (= અહેતુક) થવાની આપત્તિ આવશે નહિ, સામાન્યતઃ કાર્યકારણભાવ ન માનવામાં કાર્ય–કારણ ઉભયમાં એક જાતીયત્વ આકસ્મિક થવાની આપત્તિ આ રીતે આવે છે– મુપિંડાદિ,
૧૫