________________
૧૧૦
અધ્યાત્મમત પરીક્ષા . ૪૪ व्यवहारनयात्तु बीजमिव पृथिवीपाथःपवनादिकमप्यकुरहेतुर्नियमतोऽन्वव्यतिरेकानुविधानात् , अन्यथा तत्र प्रवृत्त्यभावप्रसङ्गाच्च, नाङ्कुरोत्पत्तिमनुपलभ्य प्रागेव बीजादौ तदनुगुणमतिशयमुपलभ्य कश्चित्प्रवर्त्तते । 'क्वचित्कार्यानुगुणमतिशयमुपलभ्यान्यत्रापि तत्सादृश्यप्रतिसंधानात्संभावनयव प्रवृत्तिरिति चेत् ? न, स्वभावत एव तदुत्पत्तिसंभावनया बवायाससाध्ये कर्मणि प्रवृत्त्यनुपपत्तेः । 'कृष्यादिप्रवृत्त्यैवधीजमङ्कुर जनयतीत्यस्य स्वभाव' इति चेत् ? सोऽयं स्वभावः सहकार्य पेक्षामाददानो हेतुवादमेव द्रढयति, स्वेतरसहकारिसध्रीचीनानां सर्वेषामेव कारणानां कार्यजननस्वभावत्वात् , पूर्व तु सहकारिवैकल्यप्रयुक्तकार्याभाववत्वस्वभावत्वेऽपि कायोपधायकत्वस्वभावादेव (? स्वभावाभावादेव) कायानुदयात् । ન રહેવાથી વૃક્ષનું અનુમાન થઈ શતું નથી. આમ પરસ્પર વિરુદ્ધને પણ એકત્ર સમાવેશ માનવામાં અનુપલબ્ધિલિંગક અને સ્વભાવલિંગક અનુમાને જ ઊડી જવાની આપત્તિ આવશે.
સમાધાન આવી શંકા કરવી યુક્ત નથી કારણ કે મૂળમાં તમે જે કુર્વવબીજવને વિરોધ દેખાડો છે એ જ હકીકતમાં છે નહિ. તેથી તે બેને એકત્ર ચરબીજક્ષણમાં સમાવેશ હોવામાં વિરુદ્ધ વસ્તુઓ પણ એકત્ર સમાવિષ્ટ હોઈ શકે એવું ફલિત જ થતું નથી. પૂર્વે કહ્યા મુજબ બીજત્વ એ અંકુર પ્રત્યેનું પ્રકરૂપ છે અને કુર્વ7 કારકરૂપ છે. વળી કારક એ જ બને છે જે પ્રયોજક હોય. તેથી પ્રયોજક એવા બીજેની પરંપરામાંની જ કોઈ એક બીજક્ષણ કારક બની અંકુરોત્પાદ કરે છે. તેથી જ્યાં કુર્વત્વ રહ્યું છે એવી કારકક્ષણમાં પણ પ્રયોજક રૂપ બીજત્વ હાજર જ હોવાથી બીજત્વ-કુર્વવને વિરોધ જ નથી. આમ પૂર્વપૂર્વની બીજક્ષણાત્મક જે પરંપરા છે એ અંકુર પ્રત્યે પ્રોજક છે અને એમાંની જ ચરમબીજક્ષણ કારક બને છે એવું માનવામાં કઈ દોષ નથી.
વ્યવહારનયનો અભિપ્રાય – અંકુર જેમ બીજના અન્વયવ્યતિરેકને અનુસરે છે તેમ પૃથ્વી, પાણી, પવન વગેરેના અન્વયેવ્યતિરેકને પણ અનુસરે જ છે. તેથી તેઓ પણ અંકુરના હેતુભૂત છે જ. નહિતર તો જેમ મૃપિંડાદિ પટના કારણભૂત ન હોવાથી પટાથી તેમાં પ્રવૃત્તિ કરતા નથી તેમ અંકુરાર્થી એ ભૂમિ આદિ વિશે પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, પણ કરે તે છે જ. તેથી જણાય છે કે ભૂમિ આદિ પણ અંકુરના હેતુ છે. વળી જ્યાં સુધી અંકુત્પત્તિ થતી નથી ત્યાં સુધી તે કુપત્યાત્મક અતિશય અધિકૃતબીજસંતાનમાં પણ હશે કે નહિ એને નિર્ણય થઈ શકતું જ નથી. તેથી અધિકૃતબીજસંતાન અંકુરને પ્રોજક છે એવો પણ નિર્ણય થઈ શકતો નથી. તેથી માત્ર અતિશયને જ હેતુ માનવામાં અને બીજને હેતુ ન માનવામાં તે કેઈની પ્રવૃત્તિ જ થવી જોઈએ નહિ. પણ થાય તે છે, તેથી જણાય છે કે બીજને હેતુ તરીકે જાણીને જ લોકોની તેમાં પ્રવૃત્તિ થાય છે. એ જ રીતે પૃથ્વી-પાણી