________________
ધર્મોપકરણની અબાંધકતાનો વિચાર
૧ટે.
ધૂમના કારણ રૂપે અગ્નિ સર્વત્ર પ્રસિદ્ધ છે. પરંતુ ક્ષણભંગવાદી તે અગ્નિને પણ અવગણને કુવકૂપ પદાર્થને જ ધૂમનું કારણ માને છે, એ કુર્ઘદ્રપ અગ્નિ જ હવે જોઈએ એવું છે એ માનવા જાય તે અગ્નિવ પણ કારણુતાવછેદક બની જતા પૂર્વ પૂર્વ ક્ષણના અગ્નિ પણ (અગ્નિવાશ્લિષ્ટ હોવાથી) ધૂમના કારણ માનવા પડે, એટલે ફલિત એ થયું કે અગ્નિ નહીં પણ અન્ય કોઈ કુવ૫ પદાર્થથી (એટલે કે અગ્નિ વસ્તુથી) ધૂમ ઉત્પન્ન થાય છે. હવે આવી સંભાવના તે કોણ માને? આના ઉત્તરમાં ક્ષણભંગવાદી કહે છે કે અમે અગ્નિને કારણે નહીં પણ પ્રયોજક તે માનીએ જ છીએ. ધૂમોત્પાદક અંતિમ કુદ્રરૂપ (અગ્નિ)ના પૂર્વ પૂર્વ અગ્નિ કારણ હોવાથી અગ્નિ વિના ધૂમપત્તિ થવાની સંભાવના જેવી હવે કેઈ આપત્તિ રહેતી નથી. તદુપરાંત અનગ્નિથી ધૂમ ઉત્પન્ન થવાની સંભાવના રદ થઈ જવાને વિશેષ હેતુ એ છે કે જેમ સામગ્રી પક્ષમાં સામગ્રી ભેગી થઈને કાર્યોત્પત્તિ કરે એ પછી જ સામગ્રીમાં કારણતા હોવી એ કાર્યાત્મક ફળ દ્વારા ગૃહીત થાય છે. અને તેમ છતાં પણ ત્યાં સામગ્રીભિન્ન વસ્તુથી કાર્યોત્પત્તિ થવાની સંભાવના કઈ કરતું નથી. એ જ રીતે અતિશય (કુર્વિદ્રપર્વ) પક્ષમાં પણ કુવપવિશિષ્ટ ચરમ અગ્નિ ક્ષણથી કાર્ય ધૂમની ઉત્પત્તિ થયા પછી કુર્વપવ વિશિષ્ટ અગ્નિમાં કારણતા ગૃહીત થાય છે અને તેથી અહીં પણ અગ્નિભિને વસ્તુથી ધૂમોત્પત્તિની સંભાવનાને અવકાશ નથી.
શંકા - જેમાં કુવૈદ્રપત્વ સિદ્ધ છે એવા પૂર્વ પૂર્વ ધૂમક્ષણેમાં બીજત્વ નથી અને જેમાં બીજત્વ સિદ્ધ છે એવા પૂર્વ પૂર્વ બીજક્ષણમાં કુર્વપત્વ નથી–આ રીતે કુર્વવ અને બીજત્વને સહાનવસ્થાન રૂ૫ વિરોધ સિદ્ધ થાય છે. પરસ્પર વિરુદ્ધ એવા પણ કુર્વત્વ અને બીજત્વને જે બીજચમક્ષણમાં એકત્ર સમાવિષ્ટ માનશો તો એને અર્થ એ થશે કે પરસ્પર વિરુદ્ધ પદાર્થો પણ ક્યાંક એકત્ર રહી શકે છે. આનાથી આપત્તિ એ આવશે કે અનુપલમ્બિલિંગક અનુમાન થઈ શકશે નહિ. તે એ રીતે કેઆ પુરુષ રોગિષ્ઠ છે, કારણ કે રોગવિહીન ચેષ્ટાની એમાં અનુપલબ્ધિ છે. આ પ્રકારનું અનુપલબ્ધિ લિંગથી રોગનું જે અનુમાન થાય છે તેના મૂળમાં રોગ અને
ગવિહીન ચેષ્ટાને વિરોધ છે. પરંતુ હવે તે વિરોધ હોવા છતાં તમે તે બેનું સહાવસ્થાન માનતા હોવાથી રોગવિહીન ચેષ્ટાની અનુપલબ્ધિથી રોગનું અનુમાન નહીં થઈ શકે. તદુપરાંત વિપક્ષમાં કઈ બાધક ન રહેવાથી સ્વભાવલિંગક અનુમાન પણ થઈ શકશે નહિ. જેમકે “આ વૃક્ષ છે કારણ કે શિંશા છે, એવા અનુમાનમાં શિંશપાવાત્મક સ્વભાવરૂપ હેતુથી વૃક્ષાત્મક સાધ્ય સિદ્ધ થતું હોવા છતાં, જ્યાં વૃક્ષત્વાભાવ હોય ત્યાં પણ કવચિત્ શિંશપાત્વ સ્વભાવ સંભવિત હોવાથી વિપક્ષબાધક કેઈ રહેતું નથી. તેથી “શિંશપાત્વ હોવા છતાં વૃક્ષવાભાવ હોય તો ?” એવી શંકાને દૂર કરનાર છે