________________
૧૦૮
અધ્યાત્મમત પરીક્ષા , ૪૪
प्रयोज्यप्रयोजकभावभङ्गस्यैव विपक्षबाधकतर्कस्य जागरूकत्वात् । एतेनाऽवह्नरपि धूमसंभवसंभावनापि निरस्ता, सामग्रया इवातिशयस्य फलोन्नेयत्वात् । एवं च कुर्वत्त्ववीजत्वयोविरुद्धयोरपि समावेशे क्वचिदपि विरोधाऽसिद्धेगतमनुपलब्धिलिङ्गकेन, विपक्षे बाधकाभावेन च गतस्व (? गत स्व) भावलिङ्गकेनापीति परास्त, उक्तरीत्या विशिष्य प्रयोज्यप्रयोजकभावे दोषाभावात् । અધિકૃત અંકુરણના કારણભૂત જે બીજચરમક્ષણ છે એના કરતાં બીજ પ્રમાદિક્ષણે તે ભિન અને વિસદશ જ હોવાથી (કારણ કે એ ક્ષણમાં કુર્વિદ્રપવ નામને અતિશય નથી) તેઓનું અનુમાન તો સુતરાં અનુપપન્ન જ રહેશે. આગળ વધીને કહીએ તે અંકુરાથી એની બીજમાં પ્રવૃત્તિ પણ અનુપપન્ન થશે.
ઉત્તરપક્ષ :- પ્રથમબીજક્ષણાદિમાં તૃતીયક્ષણાદિનું કુર્વપવ ન હોવાના કારણે દ્વિતીયબીજક્ષણાદિથી ભિન્ન અને વિસટશ હેવા છતાં તેઓમાં રહેલ બીજત્વાદિ અનેક ધર્મોની સમાનતાના કારણે તેઓનું એ પૈસાદગ્ય તિરહિત હોય છે. આવા તિરહિત વૈસાશ્યવાળા બીજોમાં સમાનતાના કારણે અંકુરકારણતાનું અનુમાન તે સંભવિત છે જ.
પૂર્વપક્ષ :- પણ એવા સાટથી તિરહિતવૈસાશ્યવાળી બીજચમક્ષણ સાથે પણ અંકુરને કાર્યકારણભાવ પૂર્વે ગૃહીત ન હોવાથી “જ્યાં બીજચમક્ષણ ન હોય ત્યાં પણ અંકુરપ્રથમક્ષત્પત્તિ હોય તો વાંધો ?” એવી હેતુ અંગેની વિપક્ષવૃત્તિતાની શંકાનું નિરાકરણ કરનાર કેઈ કાર્યકારણુભાવ ભંગરૂપ બાધકતક ન રહેવાથી (અર્થાત બીજચરમક્ષણ ન હોવા છતાં જે અંકુરક્ષત્પત્તિ થતી હોય તે બીજક્ષણઅંકુરક્ષણને કાર્યકારણભાવ જ રહેશે નહિ એવી આપત્તિ આવવા ૫ બાધકતર્ક ન રહેવાથી) અંકુરક્ષણની હાજરીમાં પણ બીજક્ષણને અભાવ શકિત જ રહેવાના કારણે અનુમાન થઈ
શકશે નહિ.
ઉત્તરપક્ષ - કાર્યકારણભાવ ભંગરૂપ બાધકતક હાજર ન હોવા છતાં પ્રજયપ્રાજકભાવ ભંગરૂપ બાધક તક હાજર હોવાથી અનુમાન શક્ય જ છે. અર્થાત્ જે બીજ ન હોય ત્યાં પણ અંકુરસ્પત્તિ થઈ જતી હોય તે અંકુર-બીજ વચ્ચે પ્રજયપ્રયોજક ભાવ પણ રહે નહિ. બીજ–અંકુર વચ્ચે કાર્યકારણભાવ ગૃહીત ન હોવા છતાં પ્રયોજ્ય-પ્રાજકભાવ ગૃહીત છે તે અમને પણ ઈષ્ટ જ હોવાથી એનો ભંગ ન થાય એ માટે જ્યાં અંકુરોત્પત્તિ હોય ત્યાં તેને પ્રાજક બીજની હાજરી અવશ્ય માનવી પડતી હોવાથી, એ પ્રજય–પ્રયેજક ભાવના ભંગની આપત્તિ બાધકતર્ક બનીને બીજનું અનુમાન કરાવશે. - આ પ્રજય-પ્રાજકભાવભંગરૂપ બાધકતર્ક હાજર હોવાથી બીજી પણ એક આપત્તિનું નિરાકરણ થઈ જાય છે. એ આપત્તિ આપનાર એમ કહેવા માંગે છે કે