________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર
पञ्चभिः समितिभिस्तिमृभिर्गुप्तिभिश्च सहितः साधुः सिद्धान्तोदितालयविहारस्थानाऽऽचङ्कमणादिविविधव्यवहारक्रियं परिशील्य तत्रैव दत्तदृष्टितयेन्द्रियनिरोधेन बाह्यव्यापाराभावात् चित्तस्यैकाग्रतया परमात्मतत्त्वसंवित्तिरूपमात्मध्यानमाप्नोति साधुः, नत्वन्यथैव, हेत्वभावाद् ॥४२।। अथ व्यवहारविलोपिनामपायमुपदर्शयति
लुपई बझं किरियं जो खलु आहच्चभावकहणेण ।
सो हणइ बोहिबीअं उम्मग्गपरूवणं काउं ॥४३॥ — (लुम्पति बाह्यां क्रियां यः खलु आहत्यभावकथनेन । स हन्ति बोधिबीज उन्मार्गप्ररूपण कृत्वा ॥४३॥)
आन्तरमेव करण फलसाधक, न तु बाह्यकरणमपि, भरतादीनां बाह्यकरणरहितानामपि केवलज्ञानोत्पत्तेः इति कादाचित्क भावमवलम्ब्य व्यवहार ये विलुम्पन्ते ते स्वयमुन्मार्गप्ररूपणप्रसूतमिथ्यात्ववशात् स्वबोधिवीजमुन्मूलयन्ति, यदागमः
ગાથાથ–પાંચ સમિતિ તેમજ ત્રણ ગુપ્તિથી યુક્ત તેમજ શાસ્ત્રમાં કહેલ વ્યવહારક્રિયારૂપ પરિકર્મવાળો સાધુ ઈદ્રિયોના આવેગને જીતીને પરમ અધ્યાત્મને પામે છે.
[આત્મધ્યાનરૂપ પરમઅધ્યાત્મ પ્રાપ્તિનો ઉપાય] પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ના પાલનમાં ઉદ્યત સાધુ સિદ્ધાંતમાં કહેલ આલય -વિહાર–સ્થાન–ચંકમણાદિપ વિવિધ-વ્યવહારકિયાઓનું પરિશીલન કરે છે તેમજ સર્વદા તેવી ક્રિયામાં જ ધ્યાન (ઉપગ) વાળા હોવાથી તેઓને તેવી ઈન્દ્રિાના વિષય તરફ આકર્ષણ થતું નથી. તેથી ઇન્દ્રિયનિરોધ થવાના કારણે બાહ્યવ્યાપાર રહેતો નથી જેથી ચિત્ત એકાગ્ર થવાના કારણે પરમાત્મતત્ત્વના સંવેદનરૂપ આત્મધ્યાનની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયનિરોધાત્મક હેતુ ન હોય તો બીજી કઈ રીતેં ચિત્તની એકાગ્રતા દ્વારા આત્મધ્યાન સંભવિત નથી ૮૨
હવે જેઓ નિશ્ચયને પકડી વ્યવહારને વિલોપ કરવા ઈચ્છે છે તેઓને આવતા નુકશાને દેખાડતાં ગ્રંથકારશ્રી કહે છે
ગાથાર્થભરતચકીને થએલ કેવલત્પત્તિ વગેરે ૫ કાદાચિક ભાવોને દાખલ લઈને જેઓ બાહ્યક્રિયાઓને ઊડાડવા માંગે છે તેઓ ઉન્માર્ગપ્રરૂ પણ કરવા વડે બેધિબીજને હણે છે.
[બાહ્યક્રિયાઓને લેપનારા સામે લાલબત્તી] લોચાદિરૂપ બાહકિયાનો વિરહ હોવા છતાં ભરતાદિને કેવલોત્પત્તિ થઈ હોવાથી બાહ્યકરણ તે કેવલાદ પ્રત્યે વ્યતિરેક વ્યભિચારી છે. તેથી એ કેવલાદિજ્ઞાનાના કારણભૂત ન હોવાથી માત્ર આંતરિક-કરણ જ ફળસાધક છે.”કાદાચિક ભાવનું એઠું પકડીને જેઓ આવું કહે છે તેઓ સ્વયં પોતે કરેલ ઉન્માર્ગ પ્રરૂપણથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વના કારણે પોતાના બેધિબીજને ઉખેડી નાંખે છે. આગમમાં પણ કહ્યું છે કે