________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૪૧-૪૨
आशाम्बरा हि यद्यपि तस्तैः प्रबन्धैर्दू पिता एव पूर्वाचाथै स्तथाप्ययमाध्यात्मिकप्रतीकारायव प्रचिक्रंसितः प्रबन्धोऽनुषङ्गतो दिगंवरप्रतीकारेऽपि प्रभूष्णुरिति भावः ।
आशसन्ति हि मार्यमुत्कटतया संभातमापाततो, नेवागृह्य दिगम्बरान्न च पुनः श्वेताम्बरानासते । किञ्चित्किञ्चिदुदञ्चितोचितवचःसञ्चारमाध्यात्मिकाः
छिद्रान्वेषितया निरन्तरममी सर्वत्र मैत्रीकृतः ।।१।। लब्धेव प्रतिपक्षलक्षदलनात् पट्तक संपर्कजग्रन्थक्षोदविनोदनोदनयनोऽप्यभ्यासकेलिश्रमम् । एतत्प्रक्रमकैतवाज्जिनवचःपीयूषपाथोनिधावध्यात्मामृतमज्जने सपदि मद्वाग्देवताभ्युद्यता ॥२।।४।। तदेव धर्मोपकरणस्याध्यात्मविरोधतां समाधाय तल्लाभोपायमुपदिशति
पंचसमिओ तिगुत्तो सुविहियववहारकिरियपरिकम्मो । __पावइ परमज्झप्पं साहू विजिइन्दियप्पसरो ॥४२॥ (पंचसमितस्त्रिगुप्तः सुविहितव्यवहार क्रियापरिकर्मा । प्राप्नोति परमाध्यात्म साधुर्विजितेन्द्रियप्रसरः ॥४२॥)
છે જો કે પૂર્વાચાર્યોએ તે તે ગ્રન્થમાં દિગંબરોની માન્યતાઓનું નિરાકરણ કર્યું જ છે, છતાં આધ્યાત્મિકેના પ્રતિકાર માટે કરાતો આ પ્રબધ સાથે સાથે દિગંબરને પણ પ્રતીકાર કરવામાં સમર્થ જ છે, આ અમારો આશય છે. એનું મુખ્ય કારણ એ છે કે –
“નામધારી અધ્યાત્મવાદીઓ કંઈક કંઈક ઔચિત્યપૂર્ણ (અધ્યાત્માનુસારી) બેલીને બીજાઓના છિદ્રોનું અન્વેષણ કરવા માટે બધે જ મૌત્રીભાવને દેખાવ કરે છે (પણ અંદરખાને) દૂરથી કે ઉપર ઉપરથી જે કઈ ઘા કરવા યોગ્ય દેખાય (સામે આવે) તેને ખતમ કરી દેવાની ઉત્કટ આશંસા રાખે છે, એમાં આ દિગંબર છે અથવા આ શ્વેતામ્બર છે એવો કોઈ આગ્રહ એટલે કે ભેદ પાડતા નથી.”
આ રીતે એ લોકો દિગમ્બરે ભેગા અમને શ્વેતામ્બરાને પણ જ્યારે હાંસીપાત્ર બનાવે છે ત્યારે એ નામધારી અધ્યાત્મવાદીઓનો અમે પ્રતિકાર કરીએ અને એમાં દિગંબરોને પણ ઝપાટામાં લઈ લઈએ તે તે યુક્ત જ છે. (આ પદ્યને અમે આ રીતે બેસાડયું છે–અન્ય વિદ્વાને બીજી રીતે પણ બેસાડી શકે છે.) તથા,
આ છએ દર્શનેના તર્કના સંપર્કથી ઉત્પન્ન ગ્રન્થના વિદલનના હર્ષ રૂપી જલથી આ નયનવાળી હોવા છતાં જાણે લાખે પ્રતિપક્ષી (યુક્તિઓ)ના વિઘટનને આશ્રયને થયેલી અભ્યાસ રૂપી કીડાથી પરિશ્રમ પામેલી ન હોય તેવી આ અમારી વાણીરૂપી દેવતા હવે આ ગ્રન્થ રચનાના બહાને જિનવચનરૂપી સુધાસમુદ્રમાં અધ્યાત્મરૂપી અમૃત સ્નાન કરવાને કટિબદ્ધ થઈ રહી છે. ૧૪૧
આમ ધર્મોપકરણ–અધ્યાત્મવિરોધી નથી એવું જણાવીને ગ્રન્થકાર હવે અધ્યાત્મપ્રાપ્તિના ઉપાયો બતાવે છે