________________
ધર્મોપકરણની અબાધકતાને વિચાર उक्तप्रतिबन्धैव परेषां कल्पनान्तरमपाकुर्वन्नाह
एएणुवगरणेण पच्चक्खाणस्त दव्वओ भंगो ।
- इय कप्पणावि विहवाजुव्वणमिव णिफ्फला णेया ॥३९॥ (एतेनोपकरणेन प्रत्याख्यानस्य द्रव्यतो भङ्गः । इति कल्पनापि विधवायौवनमिव निष्फला ज्ञेया ॥३९॥)
મૂળભૂત શરીરને યોગ્ય મૃદુ આચરણ કરતા સાધુ પણ જો તેવું જ આચરણ કર્યા કરે તે શિથિલતા આવી જવા દ્વારા મૂળભૂત સંયમને છેદ થઈ જાય, એ ન થાય એ માટે સંયમને યોગ્ય કર્કશ પણ આચરતા રહેવું એ ઉત્સર્ગ સાપેક્ષ અપવાદ છે.
આનાથી જણાય છે કે ઉત્સર્ગ અને અપવાદ બનેની જ્યાં મૈત્રી હોય-સાપેક્ષતા હેય-પરસ્પર વિરોધ ન હોય એવું જ આચરણ ચારિત્રની સ્થિરતા કરનારું હોવાથી અનુજ્ઞાત છે. પ્રવચનસારમાં કહ્યું છે કે બાળ હોય, વૃદ્ધ હોય, શ્રમથી થાકેલ હોય, કે ગ્લાન હોય તે પણ સાધુએ વયોગ્ય તેવી જ ચર્યાનું આચરણ કરવું કે જેથી મૂલ (સંયમ અને શરીર)ને નાશ ન થાય.
વળી ગ્લાનપણું વગેરેના કારણે મૃહું આચરણ કરવામાં પણ અ૫લેપ તે લાગે જ છે તેથી ઉત્સગ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે- દેશ, કાળ, શ્રમ, શક્તિ અને ઉપધિ (=શરીર) ને જાણીને જે શ્રમણ આહાર-વિહારમાં પ્રવૃત્ત થાય તે અ૫લેપી બને છે અર્થાત્ તેને અ૫ કર્મબંધ તે થાય જ છે.” એમ ગ્લાનપણું વગેરે દશામાં મૃદુ આચરણ કરવામાં પણ લેપ તે અ૯પ જ લાગે છે. અને શરીર તેમજ શરીર દ્વારા સંયમ પણ ટકે છે તેથી અપવાદ શ્રેષ્ઠ તે છે જ. પરંતુ ગ્લાનાદિ દશામાં પણ આહાર-વિહારદિ કરવામાં થતા અલ્પલેપના ભયથી જે તેમાં પ્રવૃત્તિ ન કરે અને અતિકર્કશ આચરણાત્મક ઉત્સર્ગને જ આગ્રહ રાખે તે પરિણામે શરીરનો નાશ થઈ જવાથી દેવલોકમાં જવાનું થાય, જ્યાં સંયમ ન હોવાથી મહાન કર્મબંધ થાય છે. તેથી અપવાદનિરપેક્ષ ઉત્સર્ગ કલ્યાણકારી નથી. એમ ગ્લાનત્વાદિદશાના કારણે આહારવિહારાદિની પ્રવૃત્તિથી થતા અ૮૫લેપની અવગણના કરીને જે યથેષ્ટપ્રવૃત્તિમાં જ સાધુ પડી જાય તો એ અસંયતજન જે જ થઈ જવાથી મહાન લેપવાળે થાય છે. તેથી ઉત્સર્ગનિરપેક્ષ અપવાદ પણ હિતકર નથી આમ ઉત્સર્ગ અને અપવાદના પરસ્પર સુમેળથી જ આચરણ હિતકર બનતું હોવાથી આહાર-વિહાર દુષ્ટ નથી.
ઉત્તરપક્ષ - આ બધી વાત ધર્મોપકરણ અંગે પણ તુલ્ય હોવાથી એ પણ દુષ્ટ નથી તેથી જ જુદી જુદી અવસ્થાને આશ્રયીને ઉત્સર્ગ–અપવાદને અનુસરીને ઓધિક અને ઔપગ્રહિક ઉપધિની વ્યવસ્થા શાસ્ત્રોમાં બતાવી છે, તેમજ પાંચ સ્થાનેથી અચલતા વગેરે પ્રશસ્ત છે એવું જણાવ્યું છે. ૩૮
આહાર અને ઉપકરણ અંગેની સમાનતા દેખાડવા રૂપ ઉક્ત પ્રતિબંદીથી જ દિગંબરોની અન્ય કલ્પનાનું નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે –