________________
૮૭.
ધર્મોપકરણની અબાંધકતાને વિચાર ~ ~ ~ ~ ~~
~ ~ ~~ ~ ~ प्रत्यवतिष्ठन्ते-ननु कारणिकमिदमसमसाहसवतामस्माकमनुचितमिति, त एवं प्रतिबोध्याःयदि कारणिकत्वाद्धर्मोपकरणधारणमयुक्तमायुष्मतां तर्हि कारणिकमाहारग्रहणमप्ययुक्तमापद्येत, तस्यापि कारणिकत्वेनोपदेशात् । तदुक्तं स्थानाङ्ग-छहिं ठाणेहिं समणे णिग्गंथे आहारमाहारेमाणे णाइक्कमइ । त जहा- वेअणवेयावच्चे इरियट्ठाए अ संजमट्ठाए तह पाणवत्तिआए छठं पुण धम्मचिन्ताए'त्ति [ सूत्र-५०० ] छहिन्ति कण्ठ्य । आहारमशनादिक माहारयन्=अभ्यवहरन्नातिक्रामत्याज्ञां पुष्टालम्बनत्वात् , अन्यथा त्वतिक्रामत्येव, रागादिभावात् , तद्यथा वेअणागाहा-(१) क्षुद्वेदना . (२) वैयावृत्यम् आचार्यादिकृत्यकरणम् वेदनवैयावृत्य', भुञ्जीत वेदनोपशमनार्थ वैयावृत्त्यकरणार्थ चेति भावः । (३) ईर्या=गमन तस्या विशुद्धिः = युगमात्रनिहितदृष्टित्व ईर्याविशुद्धिस्तस्यै ईर्याविशुद्धयर्थ, इह च विशुद्धिशब्दलोपादीर्यार्थमित्युक्त, बुभुक्षितो हीर्याशुद्धावशक्तः स्यादिति तदर्थमिति चः समुच्चये (४) संयमः प्रक्षोत्प्रेक्षाप्रमार्जनादिलक्षणस्तदर्थ', तथेति कारणान्तरसमुच्चये, (५) प्राणा उच्छ्वा
सादयो बल वा, तेषां तस्य वा वृत्तिः पालन तदर्थ प्राणधारणार्थमित्यर्थः, (६) षष्ठं पुनः ___ कारण धर्मचिन्तायै गुणनानुप्रेक्षार्थमित्यर्थ इति” ।
પૂર્વપક્ષ – અજોડ સાહસિક એવા આપણને આવા (નવા) કારણસર વરુ ધારણ અનુચિત છે. : ઉત્તરપક્ષ - કારણિક છે એમ કહીને વસ્ત્રધારણને જે તમારે અયુક્ત કરાવવું હોય તે તે, આહાર પણ તેવો જ હોવાથી અયુક્ત થઈ જશે. આહાર પણ કારણિક છે એ વાત શ્રી ઠાણાંગ સૂત્રમાં કહી છે–“છ કારણે એ આહાર કરતાં શ્રમણ નિ
થે સંયમને ઉલ્લંઘતા નથી. તે છ કારણે આ પ્રમાણે–વેદના, વૈયાવચ્ચ, ઈર્યા, સંયમ, પ્રાણધારણ અને ધર્મચિન્તા' આમ વેદનાદિ રૂપ પુષ્ટ આલંબને અશનાદિ આહાર કરાતો હોવાથી આજ્ઞાનું ઉલ્લંઘન થતું નથી. પુષ્ટાલંબનની ગેરહાજરીમાં થતી ભોજન-પ્રવૃત્તિ રાગાદિને કારણે જ હોવાથી તેનાથી આજ્ઞાનું ઉલ્લંઘન થઈ જાય છે. આમ આહારનું ગ્રહણ (૧) સુદૃવેદનાના ઉપશમ માટે (૨) આચાર્યાદિ પ્રત્યેના કર્તવ્ય બજાવવા રૂપ વૈયાવચ્ચ માટે (૩) ધુંસરી પ્રમાણ ભૂમિ વિશે દૃષ્ટિ રાખી છવાક્રાન્તભૂમિને પરિહાર કરવા પૂર્વકના ગમનરૂપ ઈર્યાવિશુદ્ધિ માટે (કારણ કે સુધાદિથી પીડિત સાધુ આ વિશુદ્ધિ જાળવવામાં અશક્ત બને છે.) (૪) પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જના વગેરે રૂપ સંયમના પાલન માટે (૫) ઉચ્છવાસાદિ કે મન-વચન-કાય બળરૂપ પ્રાણના પાલન માટે તેમજ (૬) સૂત્રાર્થના પરાવર્તન-અનુપ્રેક્ષાદિરૂપ ધર્મચિન્તા માટે, આ છે કારણથી જ સાધુને અનુજ્ઞાત હોવાથી આહાર પણ કારણિક જ છે. १. षडभिः स्थानः श्रमणो निर्ग्रन्थ आहारमाहारयन्नातिक्रमति, तद्यथा
वेदनवैयावृत्ये ईर्यार्थ च संयमार्थम् । तथा प्राणवृत्त्यर्थ षष्ठं पुनः धर्मचिन्तायै ।।