________________
અધ્યાત્મમત પરીક્ષા ક્ષે ૩૫ कारणिकत्वमपि द्वयोस्तुल्यमेवेत्युपदिशति
कारणिगं जह वत्थं तह आहारो वि दंसिओ समए ।
एग चिच्चा अवरं गिण्हंताणं णु को भावो ॥३५॥ ( कारिणकं यथा वस्त्रं तथाऽऽहारोऽपि दर्शितः समये । एकं त्यक्त्वाऽपरं गृह्णतां नु को भावः । ३५॥)
सिद्धान्ते हि त्रिभिः कारणैर्वस्त्रधारणमनुज्ञात, तथा च स्थानाङ्गसूत्र-'तिहिं ठाणेहिं वत्थं धरेज्जा, त जहा-हिरिवत्ति दुगंछावत्तिअं परीसहवत्ति ति [सूत्र १७१] “ही: लज्जा संयमो वा प्रत्ययानिमित्तं यस्य धारणस्य तत्तथा, जुगुप्सा लोकविहिता निन्दा सा प्रत्ययो यस्य तत्तथा एव' परीषहाः शीतोष्णदंशमशकादयः प्रत्ययो यत्र तत्तथेति” तत्र परे તેની હાનિ થઈ જાય એવું પણ કરવું નહિ–અર્થાત્ તપ વગેરે ૫ કેઈ એક યોગમાં જ એવી રીતે મંડી ન પડવું કે જેથી બીજા ની હાનિ થઈ જાય. કારણ કે એક એક આચારને બાધ ન પહોંચે એ રીતે થતું આચારાન્તરનું આચરણ બળવદનિષ્ટનું અજનક હવા સાથે ઈષ્ટનું સાધન બને છે. એમાં પણ મૂળગુણના આચારોને ઉપકારી બને એવું ઉત્તરગુણોનું આચરણ શ્રેયસ્કર છે એ જાણવું. નહિ કે ઉત્તરગુણની પ્રધાનતાએ મૂળગુણ આચરણે.
પૂર્વપક્ષ :- શક્તિ સમાપ્ત થાય ત્યારે જ તેના ઉપષ્ટભક તરીકે વસ્ત્રાદિનું ધારણ કરવાનું હોય તે મનાય કે શક્તિનું અનિગૂહન છે. પણ વેતાંબર સાધુઓ તે વસ્ત્રાદિને હમેશાં ધારી રાખે છે તે શક્તિનું અનિગૃહન ક્યાં રહ્યું?
ઉત્તરપક્ષ:- હંમેશ માટે તેવી શક્તિ ન હોવાથી જ વસ્ત્રાદિનું સાર્વદિક ધારણ હોય છે તેથી શક્તિનું નિગૃહન નથી. ૩૪
આમ શક્તિના અનિગૂહન રૂપે આહાર અને વસ્ત્રાદિમાં સામ્ય છે એ દેખાડીને હવે એ બે માં કારણિકત્વ પણ સમાન છે એવું ગ્રન્થકાર જણાવે છે –
ગાથાર્થ - જેમ તેવા તેવા કારણે જ વસ્ત્ર ધારણ શાસ્ત્રમાં અનુજ્ઞાત છે તેમ આહાર પણ તેવા તેવા કારણે જ અનુજ્ઞાત છે. આમ બનેમાં કારણિકત્વ સરખું હોવા છતાં વઆદિનો ત્યાગ કરી આહારપક્ષને જ ગ્રહણ કરી રાખવામાં તમારો શું અભિપ્રાય છે?
[વસ્ત્રધારણના ત્રણ અને આહારના છ કારણે] શાસ્ત્રમાં ત્રણ કારણથી સાધુને વસ્ત્રધારણની અનુજ્ઞા છે. શ્રી ઠાકુંગ સૂત્રમાં કહ્યું છે કે, “ત્રણ સ્થાનેથી (કારણથી) વસ્ત્રને ધારણ કરવું, તે આ પ્રમાણે-(૧) હીનિમિત્ત, (૨) જુગુપ્સા નિમિત્તે અને (૩) પરીષહ નિમિત્તે. અહીં હી એટલે લજજા અથવા સંયમ, જુગુપ્સા એટલે નગ્ન રહેવામાં લેકે વડે કરાતી સતત નિન્દા, અને શીત–ઉષ્ણ-મચ્છરાદિ પરીષહ વસ્ત્રધારણના નિમિત્ત તરીકે જાણવા. ' १. त्रिभिः स्थानः वस्त्र धारयेत् तद्यथा-हीप्रत्ययिक, जुगुप्साप्रत्ययिक, परीषहप्रत्ययिकम् ।