________________
૮.
ધર્મોપકરણની અબાધકતાને વિચાર તાનો હેતુ બને છે અને તેથી મમતાને ઉત્પન્ન કરી સમતાને પ્રતિબંધ કરવા દ્વારા મક્ષને અટકાવે છે. એમ કહેવું પણ અયુક્ત છે.
પૂર્વપક્ષ:- છતાં બહિરંગ યતિલિંગ ન હોય તે પરદ્રવ્યઅંગે પ્રવૃત્તિ કરવી પડતી હોવાથી મમતા ઉત્પન્ન થાય છે.
[ પરદ્રવ્યવૃત્તિ પણ મમતા આક્ષેપક નથી] ઉત્તરપક્ષ:- પરદ્રવ્ય પ્રવૃત્તિ પણ મમતાને ઉત્પન્ન કરે જ એવું નથી. તેથી બહિરંગયતિલિંગને અભાવ વરદ્રવ્યપ્રવૃત્તિમાં ફલિત થવા દ્વારા મમતાહેતુ બને એવું પણ પ્રાયિકજ હોવાથી કેવલજ્ઞાનને અટકાવે જ એમ મનાય નહિ. વળી વીંટી સરકી ગયા પછી અન્યત્વાદિમાવનામાં ચઢેલા ભરતાદિને તે પરદ્રવ્યપ્રવૃત્તિ પણ હતી જ નહિ તે પછી “મમતા રૂપ સમતાપ્રતિબંધક હાજર હોવાથી કેવલજ્ઞાન થયું જ નથી” એમ શી રીતે મનાય ? આમ ભરતાદિને વીંટી વગેરે રૂ૫ આત્મભિન્ન પદાર્થ સંબંધી જ્ઞાન (=વિચારણા) અને તેની સામગ્રી હોવા છતાં કેવલજ્ઞાન થયું હતું— આત્મજ્ઞાન પણ લાધ્યું હતું. એ એક સિદ્ધ હકીકત હોવાથી જેઓનું એવું માનવું છે કે આત્મભિનપદાર્થના જ્ઞાનની સામગ્રી આત્મજ્ઞાનને અટકાવે છે તેઓનું એ મંતવ્ય પણ પરાસ્ત જાણવું.
[બાહ્ય પ્રવૃત્તિમાં પણ અંતરથી અધ્યાત્મ ] વળી કદાચ તેવી સામગ્રીને (પદ્રવ્ય-પદ્રવ્યપ્રવૃત્તિ વગેરેને) આત્મજ્ઞાનપ્રતિબંધક માનીએ તે પણ પૂર્વના મનોવ્યાપારથી “આહિત=જનિત જે બાહ્ય દ્રવ્ય અંગેની પ્રવૃત્તિના સંસ્કાર તેના કારણે એક બાજુ બાહ્યવ્યાપાર ચાલુ રહેવા છતાં બીજી બાજુ આંતરિક રીતે બાહ્ય દ્રવ્ય અંગેનો કઈ નવો વ્યાપાર (વિચાર) ન હોય તો અધ્યાત્મ પ્રવૃત્તિને કે પ્રતિબંધ લાગતું નથી. જેમ કેઈ વ્યક્તિ ભેજન કા બેસે અને શરૂ કર્યો પછી ધંધા વગેરે સંબંધી કઈ વિચારમાં ચઢી જાય ત્યારે પૂર્વ સંસ્કારથી બહારથી ખાવાની પ્રવૃત્તિ ચાલુ રહેવા છતાં અંદરથી ધંધા સંબંધી વિચારણામાં કઈ પ્રતિબંધ લાગતો નથી તેમ પ્રસ્તુતમાં પણ જ્યારે બાહ્ય દ્રવ્ય અંગેની પ્રવૃત્તિ ચાલ કરી ત્યારે મનને એ પ્રવૃત્તિ અંગેનો જે ઉપગ હતા તે ઉપયોગથી એવા દેહગત સંસ્કાર (વાસના) ઊભા થઈ ગયા હતા કે પાછળથી મન બીજે જોડાઈ જાય તો પણ દેહથી એ પ્રવૃત્તિ ચાલ્યા કરે. એ પ્રવૃત્તિ માટે મનના બીજા વિશેષ ઉપ
ગની જરૂર રહે નહિ. તેથી પાછળથી એ પ્રવૃત્તિ બંધ થઈ ન હોય ત્યારે પણ મન અધ્યાભ્યાદિરૂપ બીજી બાજુ જોડાઈ શકે છે. અને તેથી બહારથી બાહ્યદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ ચાલુ રહેવા છતાં અંદરથી અધ્યાત્મશુદ્ધિ દ્વારા કેવલજ્ઞાન થવામાં કઈ પ્રતિ બંધક નથી. ૩રા