________________
૮૨
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૩૨
समतापरिणामरूपस्यैकस्यैव मोक्षमार्गत्वात् , जिनकल्पादीनां तत्प्रतिबन्धकविचित्रकर्मक्षयहेतुत्वेनैवोपयोगात् । तदुक्तं-"'सेय (१) बहिरङ्गयतिलिङ्गाभावेन भरतादीनामपि लोचकरणादिक विना केवलज्ञानानुत्पत्तिमभिदधतः प्रत्युत तवैवात्र दुराग्रहो । “बहिरङ्गलिङ्ग न मोक्षाङ्ग किं तु तदभावाविनाभाविनी ममतैव समता प्रतिबन्धिकेत्यस्माकमाशयः” इति चेत् ? सोऽयं दुराशया, ममतायास्तदभावाऽविनाभावे मानाभावात् , ममताहेतुत्वरूपपरिग्रहत्वेनापि ममताहेतुत्वाभावात् , परप्रवृत्तित्वेनापि ममताहेतुत्वस्य प्रायिकत्वात्, भरतादीनां परप्रवृत्तरप्यभावाच्च । एतेनात्मातिरिक्तज्ञानसामग्री आत्मज्ञानप्रतिबन्धिकेत्यपि निरस्त, तथाप्रति बन्धकत्वेऽपि प्राथमिकमनोव्यापाराहितबाह्यव्यापारवासनया बाह्यव्यापारानुपरमेप्यन्तरा नूतनव्यापाराभावेनाध्यात्मप्रवृत्तेरप्रतिरोधिता(?धा)दिति किमित्यानेडितविस्मरणशीलतायुष्मतः ॥३२॥
ઉત્તરપક્ષ - તમે કહ્યું એમાં અમે કયાં કંઈ કહીએ છીએ ? અમે પણ નિશ્ચયથી તો એકમાત્ર સમતા પરિણામને જ મોક્ષમાર્ગ માનીએ છીએ. પણ એ સમતા પરિણામના પ્રતિબંધક કર્મો વિચિત્ર હોય છે. તેથી એવા વિચિત્ર કર્મોને દૂર કરવા રૂપ કાર્ય પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું થવાથી તેના હેતુભૂત જિનકાદિ પણ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા છે. બાકી ભરતાદિને સમતા પરિણામ હોવા છતાં બહિરંગયતિલિંગ ન હોવાથી ચાદિકારણના અભાવમાં કેવલજ્ઞાન થયું ન હતું એમ કહેનારા તમારે આ માત્ર દુરાગ્રહ જ છે કે એક જ સ્વરૂપવાળા મેક્ષ પ્રત્યે એકલે સમતા પરિણામ જ કારણ છે એવું નથી પણ લોચાદિ કરવારૂપ બહિરંગ યતિલિંગ પણ એનું કારણ છે.” - પૂર્વપક્ષ – બહિરંગયતિલિંગને અમે મેક્ષનું કારણ માનતા નથી તેથી અમારે એક જ સ્વરૂપવાળા કાર્યના બે કારણ માનવાના દુરાગ્રહને પ્રશ્ન જ નથી. પરંતુ બહિરંગયતિલિંગના અભાવમાં અવશ્ય રહેનારી મમતા સમતાની પ્રતિબંધક છે અને તેથી મોક્ષરૂપ કાર્ય સિદ્ધ થતું નથી એવું કહેવાનો જ અમારો આશય છે.
[ બહિરંગ લિગના અભાવમાં મમતા ન પણ હેય ]' ઉત્તરપક્ષ – તમારો એ આશય યુક્ત નથી કારણ કે બહિરંગયતિલિંગ ન . હોય તો મમતા અવશ્ય હોય જ એવું માનવામાં કઈ પ્રમાણ નથી.
પૂર્વપક્ષ – બહિરંગયતિલિગની ગેરહાજરી હોવા માત્રથી મમતા હોય જ એવું અમે કહેતા નથી પણ એ ન હોય ત્યારે પરિગ્રહ કે જે મમતાને ઉત્પન્ન થવામાં નિમિત્તભૂત છે તે અવશ્ય હાજર હોવાથી અવશ્ય મમતા થાય છે એવું જ કહીએ છીએ.
ઉત્તરપક્ષ:- એ પણ અયુક્ત છે કારણ કે વસ્ત્રાદિને ઉપભોગ હોવા માત્રથી મમતા ઉત્પન થઈ જાય એવું નથી એ અમે આગળ કહી ગયા છીએ. અર્થાત્ “બહિરંગયતિલિંગને અભાવ મમતાહેતુભૂત પરિગ્રહમાં જ પર્યવસિત થતું હોવાથી મમ૧. ‘તરુવનં-ચં—' આટલું અધિક લાગે છે. કદાચ “તડુત્ત” પછી કઈ સાક્ષી શ્લેક હોય અને
સે' ના બદલે “ડ” હોય. ૨. ‘વ’ વધારાને લાગે છે.