SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ દેવાધિકાર.] ભવનપતિને ભવનનું સ્થાન. ટીકાર્થ–આ રત્નપ્રભા પૃથિવી કે જે એક લાખ એંશી હજાર જન જાડી છે, તેમાંથી ઉપર ને નીચે હજાર હજાર જન મૂકતાં બાકી રહેલા ૧૭૮૦૦૦ જનમાં ભવનપતિના ભવનો છે. ૪૧. બીજા એમ કહે છે કે “રત્નપ્રભા પૃથિવીની એક લાખ એંશી હજાર જનની જાડાઈના નીચલા અરધા ૯૦૦૦૦ જનને અવગાહીને ભવનપતિના ભવનો રહેલા છે.” અન્યત્ર “ઉપર-નીચે એકેક હજાર જન મૂકીને બાકીના બધા સ્થાનમાં યથાયોગપણે ભવનપતિના આવાસો રહેલા છે.” એમ કહેલું છે. આવાસ એટલે કાયમાન સ્થાનીય મહામંડપ વિચિત્ર મણિરત્નની પ્રભાવડે સકળ દિશારૂપ ચકવાળને જેણે પ્રકાશિત કર્યા છે તે સમજવા. ભવને બહારથી ગેળ, અંદર ચોખંડા અને નીચે કમળની કર્ષિકાના સંસ્થાનવાળા જાણવા. કહ્યું છે કે-“બહારથી વૃત્ત, અંદર ચતુરસ અને અધો કર્ણિકાના આકારવાળા ભવનપતિના તેમ જ વ્યંતરોના ભવને જાણવા.” ઈતિ. હવે દશ પ્રકારના ભવનવાસી નિકાયના નામે એક ગાથાઓ કહે છે– असुरा नागा विज्जू , सुवण्ण अग्गी य वाउ थणिया य । उदही दीव दिसा वि य, दस भेया भवणवासीणं ॥४२॥ ટીકાW—ભવનવાસી નિકાના અવાન્તર જાતિભેદને લઈને દશ ભેદ છે તે આ પ્રમાણે-૧ અસુરકુમાર તે ભવપ્રત્યયના કારણભૂત તથાવિધનામકર્મના ઉદયથી નિચિત (દઢ ) શરીરના અવયવવાળા, સર્વ અંગોપાંગ વિષયે પરમલાવણ્યસમન્વિત, કૃષ્ણકાંતિવાળા, મહાકાયવાળા, રત્નાકટ મુકુટવડે દેદીયમાન (ભાસ્વર ) એવા સમજવા. ૨ નાગકુમાર તે મસ્તક ને મુખમાં અધિક શોભાવાળા, વેત વર્ણવાળા અને મૃદુ લલિત ગતિવાળા જાણવા. ૩ વિદ્યુત કુમાર તે સ્નિગ્ધ શરીરની કાંતિવાળા, જીતવાના સ્વભાવવાળા, તપાવેલા સુવર્ણ સમાન વર્ણવાળા જાણવા. ૪ સુવર્ણકુમાર તે અધિક રૂપવંત ગ્રીવા ને હૃદયવાળા જાણવા. ૫ અગ્નિકુમાર તે સર્વ અંગોપાંગમાં વિશેષ માને ૧ રત્નપ્રભાના ૧૮૦૦૦૦ જનના પૃથ્વીપિંડમાંથી ઉપર નીચે હજાર હજાર એજન મૂકી વચ્ચેના ૧૭૮૦૦૦ યોજનમાં તે નરકના ૧૩ પ્રતર છે તેણે ૩૮૦ ૦૦ થોજન રોક્યા છે. તેના બાર અંતરા દરેક ૧૧૫૮૩ એજનના છે તેણે ૧૩૯૦૦૦ એજન રોયા છે. તે બાર આંતરામાંથી પહેલા છેલ્લા આંતરા શિવાય વચ્ચેના ૧૦ આંતરામાં ભવનપતિની ૧૦ નિકાના ભવનો છે એમ અન્યત્ર કહેલું છે. જુઓ તસ્વાર્થ પરિશિષ્ટ. ૨ આ શબ્દનો અર્થ બરાબર બેસતું નથી.
SR No.022171
Book TitleBruhat Sangrahani
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani
PublisherKunvarji Anandji
Publication Year1935
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy