________________
૩૮ શ્રી બૃહતસંગ્રહણિ સટીકનું ભાષાંતર.
[ દેવાધિકાર. માન પ્રમાણુવાળા, વિવિધ પ્રકારના આભરણથી શોભતા, ભાસ્કર ઉત્તમ કનક સમાન વર્ણવાળા જાણવા. ૬ વાયુકુમાર તે સ્થિર, પુષ્ટ ને વૃત્ત ગાત્રવાળા, નીચા ઉદરવાળા, પ્રિયંગુવૃક્ષની જેવા અવદાત શ્યામ વર્ણવાળા જાણવા. ૭ સ્વનિતકુમાર તે સ્નિગ્ધ શરીરની કાંતિવાળા, સ્થિર, ગંભીર ને સામે પડઘો પાડે તેવા મહાસ્વરવાળા, સુવિશુદ્ધ શ્રેષ્ઠ જાત્યવંત સુવર્ણ સમાન ગેરવર્ણવાળા સમજવા. ૮ ઉદધિકુમાર તે વિશેષે ઉરૂ ને કટિને વિષે સુંદર રૂપવાળા, અવદાતવેત શરીરના વર્ણવાળા સમજવા. ૯ દ્વીપકુમાર તે કંધ, વક્ષસ્થળ, બાહુને અગ્રહસ્તમાં અધિક શોભાવાળા, તપાવેલા શ્રેષ્ઠ કનક સમાન વર્ણવાળા સમજવા. ૧૦ દિકકુમાર તે જંઘા અને પગના અગ્રભાગમાં અધિક શોભાવાળા, જાતિવંત તપેલા સુવર્ણ સરખા વર્ણવાળા સમજવા.
આ બધા દશે પ્રકારના ભવનવાસીઓ કાયમ વિવિધ પ્રકારના આભરણે અને શસ્ત્રોવડે અત્યંત વિરાજમાન જાણવા. ૪૨.
હવે દશે પ્રકારની ભવનવાસી નિકાયના ચિન્હ કમસર કહે છે– चूडामणि फणि वज्जे, गरुडे घड मथर वद्धमाणे य। अस्से सीहे हत्थी, असुराईणं मुणसु चिंधे ॥ ४३ ॥
ટીકર્થ—અસુરકુમાર વિગેરે દશે નિકાયના અનુક્રમે ચૂડામણિ વિગેરે ચિન્હ જાણવા. તે આ પ્રમાણે-અસુરકુમારના મસ્તક પર રહેલા મુકુટને વિષે ચૂડામણિનું ચિન્હ, સુવર્ણકુમારના ભૂષણમાં સર્પનું ચિન્હ, વિદ્યુત કુમારના ભૂષણેમાં વજનું ચિન્હ, સુવર્ણકુમારના ભૂષણમાં ગરૂડનું ચિન્હ, અગ્નિકુમારના મુકુટમાં ઘડાનું ચિ, સ્વનિતકુમારના મુકુટમાં વર્ધમાન (શરાવસંપુટ ) નું ચિન્હ, ઉદધિકુમારના ભૂષણેમાં અશ્વનું ચિન્હ, દ્વીપકુમારના ભૂષણમાં સિંહનું ચિન્હ અને દિકકુમારના ભૂષણમાં હસ્તિનું ચિન્હ જાણવું. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “અસુર, નાગ, સુવર્ણ, વિ ત, અગ્નિ, દ્વીપ, ઉદધિ, દિશી, પવન ને સ્વનિત નામે દશ પ્રકારના ભવનવાસી દે છે. ૧. તેમના મુકુટ વિગેરે રત્નાભૂષણે ચૂડામણિ, નાગફણા, ગરૂડ, વજ, પૂર્ણકળશ, સિંહ, અશ્વ, શ્રેષ્ઠ હસ્તિ, મકર ને વર્ધમાનવડે નિયુક્ત વિચિત્ર ચિન્હવાળા હોય છે. ૨. ” ઉપપાતિક સૂત્રમાં પણ એ જ પ્રમાણે કહેલ છે. જેઓ चूडामणिफणिवजे गरुडे घड य अस्स वद्धमाणे य । मयरे सीहे हत्थी मेवा ५४ કહે છે તે અપપાઠ છે, કારણ કે તે ઉપર બતાવેલા પ્રજ્ઞાપના વિગેરેના પાઠને વિધી છે–તેનાથી જૂદો પડે છે. ૪૩