________________
શીલપદેશમાલા ગ્રંથને અંગેની શોભા સાથે અતિશય પ્રઢતાને પામ્યા. તેથી શસ્ત્રોમાં અને શાસ્ત્રોમાં પાર પામેલ (=કુશળ બનેલ) મહાબલ રાજાએ મહાતેજસ્વી પુત્રને યુવરાજ પદ ઉપર અભિષેક કર્યો. નીતિમાન બલભદ્ર રાજ્યકાર્યોમાં પ્રયત્ન કરતે થયે એટલે કૃતકૃત્ય બનેલ રાજા પોતે જિન ધર્મમાં ઉદ્યમવાળો થયો. દાન, શીલ, તપ, ભાવ અને શાસનની પ્રભાવના વગેરે ધર્મ કાર્યો સતત કરીને તેણે જ મને સફલ કર્યો. એક દિવસ બ્રાતિથી ભ્રાન્ત બનેલા જડ લેકેથી સેવાતા કેઈ પાખંડીને જોઈને મહાબલે આ પ્રમાણે વિચાર્યું – શુભાશુભ ફલનું કારણ કર્મ જ છે એમ જાણતા પુણ્યશાળી મુનિઓ આ જગતમાં પિતાને અને પરને સંસારરૂપી સમુદ્રથી તારે છે. પાખંડીઓને ધિક્કાર થાઓ! શિકારી જેવા પાખંડીઓ મંત્ર-તંત્ર આદિના ઉપદેશથી મૂઢ જેને જેમ શિકારીઓ મૃગોને પાશમાં નાખે તેમ ભવરૂપી પાશમાં નાખે છે. વિવેક રહિત ઉપકાર વગેરે ધર્માભાસની પ્રરૂપણ કરનારા, મૂઢ અને મૂઢધાર્મિકોને આકર્ષતા પાખંડીઓ પિતાને છેતરે છે. ઈત્યાદિ ભવવૈરાગ્યથી શુદ્ધ ધર્મમાં જ બુદ્ધિવાળા તેણે સંયમ લેવાની ભાવનાથી સ્વયં પુત્રને રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી મહાબલે શ્રીવીર નામના ગુરુની પાસે મિત્રોની સાથે ચઢતા ભાવથી દીક્ષા લીધી. જાણે ભયના શત્રુ હોય તેવા સાતે ય મુનિઓ આઠ કર્મોને જિતવાની ઈચ્છાથી ચારિત્ર પાળવા લાગ્યા. મોક્ષલક્ષમીને મેળવવાની ઈચ્છાવાળા તેમણે સર્વ ભદ્ર, સિંહનિક્રીડિત વગેરે તપથી કર્મોને ખપાવ્યાં. વિશિષ્ટ ફલની આકાંક્ષાવાળા તપસ્વી મહાબલ મુનિએ તપ પૂર્ણ થવા છતાં રોગને દંભ કરીને પારણું ન કર્યું. વિશિષ્ટ તપને કરતા મહાબલ મુનિએ માયાથી સ્ત્રીવેદને બંધ કર્યો. અહે ! મેહની રમત કેવી છે? વિધિપૂર્વક આરાધેલા અરિહંતભક્તિ વગેરે વીસ સ્થાનકેથી તેમણે નિકાચિતપણે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. રાશી લાખ પૂર્વના આયુષ્યવાળા સાતે ય ઉત્તમમુનિઓ આયુષ્યના અંતે અનશન કરીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાં તેમણે તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્ય એક લવની જેમ પસાર કર્યું.
આ તરફ જંબૂદ્વીપના લકમીને ક્રીડા કરવાનું મંદિર એવા દક્ષિણ ભારતમાં વિદેહ નામને પ્રસિદ્ધ દેશ હતું. તેમાં મિથિલાનગરી હતી. તેની સમૃદ્ધિ જોઈને દેવાંગનાઓ સ્વર્ગમાં રહેવા માટે ઢીલી બનતી હતી. તેમાં ઇવાકુ કુળમાં થયેલ કુંભ નામને રાજા હતું. તેના મહેલ ઉપર ચંદ્ર જાણે યશને કુંભ હોય તેમ શેeતે હતે. તેની શીલથી વિભૂષિત પ્રભાવતી નામની રાણી હતી તેના ગુણોની સંખ્યા ગણવામાં તારા રેખા જેવા દેખાયા, અર્થાત્ તેનામાં તારાઓથી પણ અધિક ગુણે હતા. મહાબલને જીવ વૈજયંત વિમાનમાંથી ચ્યવીને ફાગણ સુદ ચોથે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રને યોગ થતાં મધ્યરાત્રિએ જેમ રાજહંસ કમળ ઉપર બેસે તેમ રાણીની કુક્ષિમાં અવતર્યો. આ વખતે
૧. લવ એટલે લગભગ દોઢ મિનિટ