________________
ગુજરાતી ભાવાનુવાદ અભ્યાસ કર્યો. કોઈ વેળા તેણે ધર્માચાર્યની (વિદ્યાસંબંધી) સામગ્રીને વ્યગ્રતા વિના પામીને છ પ્રકારના તપ જેવા તે મિત્રોની સાથે જ તે સામગ્રીને સફલ બનાવી. તેનું મન ક્રિીડામાં જ હેવાથી તે મિત્રોની સાથે નગર, ઉદ્યાન, વાવડી અને સરોવરમાં ફરતે હતે.
એક દિવસ બલરાજા સૈન્યસહિત ઉદ્યાનમાં આવ્યા. ત્યાં જ્ઞાની શ્રેષ્ઠ આચાર્યને જોઈને વંદન કર્યું. સ્વાભાવિક વાત્સલ્યવાળા તે મહાત્માએ પણ તેને યોગ્ય જાણીને મેઘ જેવી ગંભીરવાણીથી ધર્મદેશના આપી. તે આ પ્રમાણે – “મૃગતૃષ્ણામાં અંધ બનેલા અને સુખની ભ્રાતિથી તૃષાવાળા બનેલા અજ્ઞાન પ્રાણીઓ ભવરૂપી જંગલમાં મૃગની જેમ ઘણું ભમે છે. પુણ્યશાળી જીવ હજારે દુખને આપનારા સંસારનો ત્યાગ કરીને સ્વર્ગ અને મોક્ષને આપનારી જેનદીક્ષાને આનંદથી સ્વીકાર કરે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર્યું. હું દીક્ષા લઉં, પણ મારે પુત્ર રાજ્યધુરાને વહન કરવા માટે હજી સમર્થ થ નથી. ઈત્યાદિ વિચારતા તેને આચાર્યો ફરી ઉપદેશ આપ્યો કે, “ કબલ જયશીલ હોવાથી અર્થાત્ બધું કર્મ પ્રમાણે થતું હોવાથી તારા હૃદયમાં આ ચિતા કેમ છે? બાલ્યાવસ્થા, યૌવન કે વૃદ્ધાવસ્થા સુખ-દુઃખનું કારણ નથી, કિર્તા પૂર્વે ઉપાર્જન કરેલું કર્મ સુખ-દુઃખરૂપ ફલને આપે છે. શરણ રહિત અને જેમને આત્મા રાગાદિથી વ્યાકુલ છે તેવા તિર્યને (=પશુ-પક્ષી વગેરેને) વનમાં પૂર્વે કરેલા એક કર્મને છોડીને બીજે કઈ શરણુ નથી. તેથી પુત્રની રાજ્યની ધુરા ધારણ કરવા સંબંધી તારી પણ ચિતા નિરર્થક છે. બધાય પ્રાણીઓ અવશ્ય પોતાનું કરેલું કર્મ ભેગવે છે. વળી આયુષ્ય વાયુથી બહુ જ હાલતા પીપળાના પાન જેવું ચંચળ છે. યૌવન વિજળીના જેવું અસ્થિર છે. શરીર ક્ષણવિનશ્વર છે. પ્રેમ ઘાસ ઉપર રહેલા પાણીના જે અસ્થિર છે. વૈભવ પણ નિત્ય નથી. ક્યાંય કેઈ કેઈનું નથી. માટે આત્મહિત કરવું જોઈએ.” તેથી વિકલ્પોથી રહિત બનેલા અને વૈરાગ્યના જ તરંગવાળા તે રાજાએ દીક્ષાને સ્વીકાર કર્યો. બે પ્રકારની શિક્ષામાં કુશળ બનેલા તે રાજર્ષિ તપથી આઠે ય કર્મોને ખપાવીને પ્રાંતે કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને મુક્તિના વિલાસને પામ્યા.
તેથી (=બલ રાજાએ દીક્ષા લીધી તેથી) મંત્રી અને સામંત રાજા વગેરેએ મહાબલને સારામુહૂતે પિતાના રાજ્ય ઉપર સ્થાપ્યું. તેણે રાજ્યનું બરોબર પાલન કર્યું. પ્રતાપથી શત્રુઓને ત્રાસ પમાડનાર મહાબલ રાજા જાણે છે બલ હોય તેવા છે મિત્રોની સાથે રહીને પ્રજા ઉપર શાસન ચલાવતા હતા. કમલવતી નામની તેની પત્નીએ જેમ પૂર્વદિશા સૂર્યમંડલને જન્મ આપે તેમ બધાય અંગમાં સુંદર પુત્રને જન્મ આ. મહાન સમૃદ્ધિથી પુત્રને જન્મમહત્સવ કરાવીને બારમા દિવસે તેનું બલભદ્ર એવું નામ રાખ્યું. જેમ વસુદેવના આશ્રયે રહેલ શંખ સમુદ્રમાં પ્રઢતાને પામે છે, તેમ બલભદ્ર સર્વ